વિદેશ જતા પહેલાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો પરેશાનીઓનો પાર નહીં રહે
વિદેશ જવા માટે સૌથી અગત્યની વસ્તુ પાસપોર્ટ છે. માટે તમારે સૌથી પહેલા પાસપોર્ટની સમાપ્તિની તારીખ તપાસી લેવી જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં પ્રવેશ કરવા માટે ઓછામાં ઓછા 6 મહિના માટે વેલીડ હોવું જોઈએ. સાથે જ તપાસ કરી લેવી કે જે દેશમાં તમે જાવ છો ત્યાં વીઝાની જરૂર છે કે નહીં. ઘણા દેશોમાં વગર વીઝાએ પણ પ્રવેશ મેળવી શકાય છે. જે લોકો ફરવા જવા માગતા હોય તેમણે ટુરિસ્ટ વીઝા કઢાવવું જરૂરી છે.
Trending Photos
નવી દિલ્લીઃ આજના જમાનામાં હર કોઈ વ્યક્તિને હરવા ફરવાનો શોખ હોય છે. તેમજ ઘણા લોકોને નવા નવા સ્થળો પર જવાનું પસંદ હોય છે. આ બધા વચ્ચે એવો પણ વર્ગ છે જે વિદેશ ફરવા જવા માટે ઉત્સુક હોય છે. સામાન્ય લોકો કે જે કોઈ દિવસ વિદેશ નથી ગયા તેમને ઘણીવાર એવું મનમાં હોય છે કે વિદેશ જવા માટે પાસપોર્ટ અને વીઝાની જરૂર પડે. હા આ 2 વસ્તુ ખુબ જ જરૂરી છે, પણ તેની સાથે કેટલીક અન્ય વાતો પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. જેથી વિદેશ યાત્રા દરમિયાન કોઈ પરેશાનની સામનો ન કરવો પડે. દરેક દેશમાં પોતાના નિયમો, કાયદા, મુદ્રા અને ત્યાં જવાના અલગ દસ્તાવેજ હોય છે. તેવામાં વિદેશ ટુર પર જતા પહેલા કેટલીક મહત્વની વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. આવો જાણીએ વિગતવાર.
પાસપોર્ટ અને વીઝા-
વિદેશ જવા માટે સૌથી અગત્યની વસ્તુ પાસપોર્ટ છે. માટે તમારે સૌથી પહેલા પાસપોર્ટની સમાપ્તિની તારીખ તપાસી લેવી જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં પ્રવેશ કરવા માટે ઓછામાં ઓછા 6 મહિના માટે વેલીડ હોવું જોઈએ. સાથે જ તપાસ કરી લેવી કે જે દેશમાં તમે જાવ છો ત્યાં વીઝાની જરૂર છે કે નહીં. ઘણા દેશોમાં વગર વીઝાએ પણ પ્રવેશ મેળવી શકાય છે. જે લોકો ફરવા જવા માગતા હોય તેમણે ટુરિસ્ટ વીઝા કઢાવવું જરૂરી છે.
મેડિકલ-
વિદેશ યાત્રા પહેલા મેડિકલ ચેકઅપ જરૂરી છે. જો તમને કોઈ તકલીફ કે બીમારી હોય તો તમારે જરૂરૂ દવા અને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સાથે રાખવું જરૂરી છે. સાથે જ તમારે કોઈ મેડિકલ હિસ્ટ્રી હોય તો તેને લગતા ડોક્યુમેન્ટ્સ પણ જરૂરી નથી કે જ્યાં તમે જાવ છો ત્યાં એજ દવા ઉપલબ્ધ હશે.
ગંતવ્ય સ્થળ વિશે પૂરતી માહિતી જાણી લો-
જો તમે પહેલીવાર વિદેશ ફરવા જાવ છો તો તમારે તે દેશ વિશે જરૂરી માહિતી જેવી કે ત્યાંનું વાતાવરણ, કાયદાઓ, આહાર વગેરે જાણી લેવું જોઈ. તમે આ માટે ઈન્ટરનેટનો સહારો લઈ શકો અથવા કોઈ વ્યક્તિ કે જે ત્યાંની મુલાકાત લઈ આવ્યા હોય તેનો અભિપ્રાય પણ લઈ શકો.
આ સિવાય તમારે જે દેશમાં જવા માગતા હોવ ત્યાંના નાણા અથવા ચલણ વિશે જાણી લો. વિદેશ જવા સમયે તમામ જરૂરી દસ્તાવેજ સાથે રાખવા. જેવા કે પાસપોર્ટ, ID, વીઝા અને અન્ય સરકારી દસ્તાવેજ. જરૂરી ઈલેક્ટ્રોનિક્સ સામાન પણ સાથે રાખવો જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે