નવી દિલ્હીઃ જંકફુડ ખાઈને વધી રહેલી ગંદકી શરીર માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. આ ગંદકીને દૂર કરવા માટે ફાઈબરયુક્ત ભોજન લેવું જરૂરી છે. ફાઈબરયુક્ત ભોજન શરીરને ડિટોક્સિફાઈ કરવામાં મદદરૂપ થાય છે. શહેરોમાં રહેતા અને કોર્પોરેટ ઓફિસોમાં કામ કરતા ઘણા લોકો પોતાના આહાર વિશે ધ્યાન નથી રાખતા. પિઝ્ઝા, બર્ગર અને અન્ય ફાસ્ટફુડ અથવા જંકફુડ ખાઈને લોકોને ભલે સ્વાદની મજા મળતી હોય પરંતુ આ ખાદ્ય વસ્તુઓ અસલમાં તેમના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. તેનું કારણ એ છે કે ડંકફુડમાં ફેટ્સ વધારે હોય છે, જ્યારે ફાઈબર હોતું જ નથી. શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરમાં ફાઈબર ખુબ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઈબરથી ભરપૂર ખોરાક ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે. આરોગ્ય નિષ્ણાંતનું માનવું છે કે આહારમાં ફાઈબરથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. તે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને કબજિયાત જેવી ગંભીર સમસ્યાઓથી રાહત આપે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ ક્રિયાને ડિટોક્સીફિકેશન કહેવામાં આવે છે.


આ વસ્તુઓ ખાવાથી ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળશે-
1. સ્ટ્રોબેરી
2. લીલા વટાણા
3. બ્રોકલી
4. બટાકા
5. મસૂર
6. કોબી
7. ગાજર
8. ઓટ્સ
9. ક્વિનોઆ
10. બદામ
11. ચિયા બીજ
12. પિઅર
13. કેળા
14. સફરજન
15. નારંગી


ફાઈબર આહાર ખાવાના ફાયદા-
1. શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે પાણી પીવું ફાયદાકારક છે. જો તમે દિવસભરમાં 3-4 લીટર પાણી પીઓ છો, તો તે શરીરને હાઈડ્રેટ રાખે છે.


2. ફાઈબરથી ભરપૂર ખોરાક શરીરના મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે. આ સાથે, કસરત શરીરમાંના ઝેરને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.


3. એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે હાઈ ફાઈબર ફૂડ ખાવાથી તણાવ ઓછો થાય છે અને મૂડ સારો રહે છે. આ સાથે, તે આંતરડાના સ્વાસ્થ્ય પર સારી અસર દર્શાવે છે.


4. જો તમે આહારમાં તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો છો, તો તે તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.


5. તહેવારોનો મહિનો ચાલી રહ્યો છે, આ દરમિયાન આપણે આપણા આહારનું ધ્યાન નથી રાખતા. તળેલી વસ્તુઓ વધુ ખાવાથી સ્વાસ્થ્ય બગડે છે અને આ દરમિયાન પેટને લગતી ઘણી સમસ્યાઓ થવા લાગે છે. ફાઈબરથી ભરપૂર ખોરાક પેટની આ સમસ્યાઓથી રાહત આપે છે.


6. શરીરમાં ફાઈબરની ઉણપથી પાચનતંત્ર યોગ્ય રીતે થતું નથી. જેના કારણે શરીરમાં ચરબી ઝડપથી જમાવા લાગે છે. ફાઈબર શરીરની પાચનક્રિયાને સુધારે છે.


7. કબજિયાતની નિયમિત સમસ્યાથી પાઈલ્સ જેવી ગંભીર બીમારી થઈ શકે છે, તેથી કબજિયાતને હળવાશથી ન લેવું જોઈએ. તમને જણાવી દઈએ કે શરીરમાં ફાઈબરની ઉણપ કબજિયાતનું મુખ્ય કારણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube