Health Tips: વારંવાર ગળ્યું ખાવાનું થાય છે મન તો હોઈ શકે છે આ બીમારી, થઈ જાઓ Alert
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયામાં અનેક એવા લોકો હોય છે જેને સતત ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે. સતત તેમને કાંઈકને કાંઈક ગળ્યું ખાવા જોઈએ છે. જો તમને પણ દરેક સમયે ગળ્યું કે ચિપ્સ ખાવાનું મન થયા છે તો તે ખતરાની ઘંટડી સમાન છે. આ ક્રેવિંગ્સ તમારા શરીરમાં કોઈ ચોક્કસ પ્રકારની ઉણપ તરફ ઈશારો કરે છે. જેને સમજવું જરૂરી છે.
સતત ગળ્યું ખાવાની ઈચ્છા થતી હોય તેવા લોકોને સ્વીટ ટૂથ છે તેવું કહેવામાં આવે છે. આવા લોકોને દરેક સમયે ગળ્યું ખાવા જોઈએ છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે તેનો મતલબ શું છે. ઑસ્ટ્રેલિયાના ન્યૂટ્રિશનિસ્ટ એલિશા અને ડેનીએ પોતાના અભ્યાસમાં તેનો ખુલાસો કર્યો છે. અલગ-અલગ વસ્તુઓ ખાવાની ઈચ્છા થવી તે તમારા શરીરમાં અલગ-અલગ વસ્તુઓની ઉણપને દર્શાવે છે. જેમાં ચૉકલેટથી લઈને ચિપ્સ સુધીની ક્રેવિંગ્સને સામેલ કરવામાં આવ્યા હતા.
ખલીલ ધનતેજવી આ રચનાઓને કારણે હંમેશા માટે અમર થઈ ગયા...હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી...
રિસર્ચમાં સામે આવ્યું કે, જો તમને દરેક સમયે ચૉકલેટ ખાવાનું મન થાય છે તો તમારા શરીરમાં મેગ્નેશિયમની ઉણપ છે. શરીરમાં મેગ્નેશિયમનું કામ હોય છે બ્લડ પ્રેશરની સાથે સુગરને મેઈનટેઈન કરવું. જો તમને ચૉકલેટ ખાવાનું મન થાય તો તેની જગ્યાએ ફ્રૂટ અથવા સૂકોમેવો ખાવો જોઈએ. જો તમારું મન દરેક સમયે મિઠાઈ ખાવાનું થાય છે અથવા તો કોલ્ડ ડ્રિંક પીવાનું થાય છે તો તમારા શરીરમાં ક્રોમિયમ, ટ્રિપ્ટોફેન અને ફૉસ્ફરસની કમી દર્શાવે છે. આ ત્રણેય વસ્તુ તમારા શરીરમાં એનર્જી મેઈનટેઈન કરવા અને સેલ્સ બનાવવાની સાથે જ મેટાબોલિઝમ મેઈનટેઈન કરે છે. પરંતુ હેલ્થ જાળવવા માટે તમારે દ્રાક્ષ, રતાળુ જેવી વસ્તુઓ ખાવી જોઈએ. સાથે જ નટ્સ, લીલા શાકભાજી અને ફણગાવેલું અનાજ લેવું જોઈએ.
Chali Chali ગીત પર Kangana Ranaut ની અદાઓએ ફેન્સને કર્યા દિવાના
જો તમને સાંજે ચિપ્સ ખાવાનું મન થાય છે તો તમારા શરીરમાં ક્લોરાઈડ અને સિલિકૉનની કમી છે. જેના માટે તમારે ચિપ્સની જગ્યાએ ડ્રાય ફ્રૂટ્સ ખાવું જોઈએ. ખાસ કરીને કાજૂનું સેવન ફાયદાકારક છે. ક્લોરાઈડ અને સિલિકૉનની કમી માછલી અને બકરીના દૂધથી પણ પૂરી કરી શકાય છે. જો તમારું મન બ્રેડ અને પાસ્તા ખાવાનું થઈ રહ્યું છે તો તમારા શરીરમાં પ્રોટીન અને નાઈટ્રોજનની કમી છે. બહુ વધારે તળેલું કે શેકેલું ખાવાનું મન થાય છે તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. તમે પાસ્તાને ફલીથી રિપ્લેસ કરી શકો છો. સાથે શાકભાજી, ફળ, દૂધ અને પનીર બેસ્ટ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube