Hot Water Bath: ગરમ પાણી વડે નહાવું પડી શકે છે ભારે, જાણો શું છે ખતરો
શિયાળામાં મોટાભાગના લોકો ગરમ પાણી વડે નહાવાનું પસંદ કરો છો, પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણી વડે નહાવું તમારા શરીર માટે કેટલું નુકસાનદાયક પણ હોય છે? વધુ ગરમ પાની તમારા બાળ અને ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે, સાથે જ બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આમ શિયાળામાં લોકો ગરમ પાણી વડે સ્નાન કરે છે.
નવી દિલ્હી: શિયાળામાં મોટાભાગના લોકો ગરમ પાણી વડે નહાવાનું પસંદ કરો છો, પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણી વડે નહાવું તમારા શરીર માટે કેટલું નુકસાનદાયક પણ હોય છે? વધુ ગરમ પાણી તમારા વાળ અને ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે, સાથે જ બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આમ શિયાળામાં લોકો ગરમ પાણી વડે સ્નાન કરે છે. પરંતુ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી જ હોવું જોઇએ. જો તેનાથી વધુ ગરમ પાણી સ્નાન કરશો તો આ ત્વચા અને વાળને નુકસાન પહોંચાડે છે.
ઘણા લોકોને એવું લાગે છે કે ગરમ પાણી વડે નહાવાથી મસલ્સને રિલેક્સ કરે છે અને શરીરને આરામ પહોંચે છે, પરંતુ એવું નથી. નહાવાનું પાણી હંમેશા સામાન્ય હોવું જોઇએ, ના તો ખૂબ ગરમ અને ના તો ખૂબ ઠંડુ. આવો જાણીએ વધુ ગરમ પાણી વડે નહાવવું તમારે માટે કેટલું નુકસાનદાયક હોય છે.
લોન્ચિંગ પહેલાં અહીં જાણો Realme X2 ની ભારતમાં કિંમત! 17 ડિસેમ્બરના રોજ થશે લોન્ચ
1. ગરમ પાણી વડે નહાવવું ચામડી માટે સારું નથી, તેનાથી ત્વચા લાલ થઇ જાય છે, અને તેના કારણે ચકતા અથવા એલર્જી થઇ શકે છે.
2. ગરમ પાણીની વાળ પર ખરાબ અસર પડે છે. આ બાળના મોઇશ્વચાઇઝરને ઓછું કરે છે, જેનાથી વાળ ખરવાનું શરૂ થઇ જાય અને વાળમાં શુષ્કતા વધી જાય છે.
3. ગરમીના લીધે ત્વચામાં રક્ત વાહિકાઓ ફેલાવવા લાગે છે (વાસોડિલેશન). પરિણામ સ્વરૂપે રક્ત પ્રવાહ માટે વાહિકાઓની દિવાલ દ્વારા પ્રતિરોધ ઓછો થઇ જાય છે અને બ્લડ પ્રેશ ઓછું થઇ જાય છે (હાઇપોટેંશન).
4. કેટલાક લોકોને ગરમ પાણી વડે સ્નાન કર્યા બાદ ઉબકાનો અનુભવ થાય છે, ખાસકરીને જ્યારે મસ્તિષ્કના રક્ત પ્રવાહમાં પરિવર્તન થાય છે. આ મોટાભાગે ત્યારે થાય છે જ્યારે તમે ગરમ પાણી વડે સ્નાન કરો છો. આ તમારા પાચન તંત્રથી માંડીને ત્વચા સુધી રક્તના પ્રવાહને અસંતુલિત કરી દે છે.
5. ગરમ પાણીથી સ્નાન કરવાથી આંખોમાંથી ભેજ ઓછો થઇ શકે છે. તેના કારણે આંખોમાં રેડનેસ, ખંજવાળ અને વારંવાર પાણી આવવાની સમસ્યા થઇ શકે છે.
6. ગરમ પાણીના કારણે ચામડીના ટિશૂઝને નુકસાન પહોંચે છે અને આ ડેમેજ થવા લાગે છે. એવામાં ત્વચા પર સમય પહેલાં કરચલીઓ આવી શકે છે.
7. ગરમ પાણીની હાથ અને પગના નખ પર ખરાબ અસર પડે છે. વધુ ગરમ પાણીના ઉપયોગથી નખ તૂટવા, ઇંફેક્શન અને આસપાસની ચામડી ફાટવાની સમસ્યા થાય છે.
નવા વર્ષમાં મોંઘી પડશે ક્રેડિટ કાર્ડ વડે ખરીદી, વધી શકે છે વ્યાજ દર
સામાન્ય પાણી વડે સ્નાન કરવું વધુ સારું હોય છે. તેનાથી તમારા શરીરની ઉર્જા પણ વધે છે, અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જો તમારે ગરમ પાણી વડે સ્નાન કરવું છે, તો આ સાવધાની રાખવી જોઇએ.
- થોડા સમય માટે ગરમ પાણી વડે સ્નાન કરો.
- સ્કીનને શુષ્ક થતી બચાવવી છે તો મોઇશ્ચરાઇજિંગ સોપનો ઉપયોગ કરો. આ ઉપરાંત સ્નાન કર્યા બાદ તાત્કાલિક શરીર પર ઓઇલ અથવા પછી સારું મોઇશ્વરાઇઝર લગાવો. આમ કરવાથી ડ્રાઇનેસથી બચાવે રાખવામાં મદદ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube