ઝી બ્યૂરો, અમદાવાદઃ પહેલાના જમાના કરતા હવે કોઈ પણ સમસ્યાની નિરાકરણ વિજ્ઞાનની મદદથી સરળતાથી આવી જાય છે. જેવી રીતે પહેલા કુદરતી રીતે કોઈ પણ સ્ત્રી ગર્ભવતી ના બની શકે  તો તેના માટે બીજો કોઈ ઉપાય ન હતો. પરંતુ હવે માતા બનવા માટે IVF ટ્રીટમેન્ટની મદદ લઈ શકાય છે. IVF ટ્રીટમેન્ટની મદદથી કોઈ પણ સ્ત્રી શક્ય હોય તો માતા બની શકે છે. પરંતુ એ જણાવુ પણ એટલું જ અગત્યનું છે કે IVF ટ્રીટમેન્ટ શું કોઈ પણ સામાન્ય વ્યક્તિને પોસાય તેમ છે કે નહીં. અમે તમને જણાવીશું કે IVF ટ્રીટમેન્ટ માટે કેટલો ખર્ચ થાય છે. 


Women's Day Special: ભારતની આ 'મર્દાની' જેમના કારનામાથી થરથર ધ્રુજે છે ખુંખાર આરોપીઓ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


શું છે IVF ટ્રીટમેન્ટ?
સૌથી પહેલા એ જાણવુ અગત્યનું છે કે આખરે IVF ટ્રીટમેન્ટ છે શું. અમે આપને જણાવી દઈએ કે IVF ટ્રીટમેન્ટનું ફુલફોર્મ અસિસ્ટિવ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી છે. IVFમાં મહિલાની ઓવરીમાંથી એગ કાઢીને તેને લેબમાં સ્પર્મની મદદથી ફર્ટિલાઈઝ કરવામાં આવે છે. આ ફર્ટિલાઈઝ એગને એમ્બ્રિયો કહેવામાં આવે છે. આ એગ મેચ્યોર થયા પછી તેને મહિલાના ગર્ભાશયમાં નાખવામાં આવે છે. 


Women’s Day 2021: સમય અને ઈતિહાસ પણ જેમના પર કરે છે ગર્વ, અહિલ્યાથી લઈને ઝાંસીની રાણી સુધીની વિરાંગનાઓની કહાની...


IVF ટ્રીટમેન્ટમાં કેટલી સફળતા? 
સૌથી પહેલા એ સમજવું અગત્યનું છે કે IVF ટ્રીટમેન્ટ લેનાર તમામ મહિલાઓ ગર્ભવતી થઈ શકે તેમ નથી. મહિલાની ઉંમરનું મહત્વ વધારે છે.  અમેરિકન પ્રેગ્નેનસી એસોસિએશન અનુસાર IVF લેનાર મહિલા 35 વર્ષથી ઓછી ઉંમરની છે તો લગભગ 41થી 43 ટકા મહિલાઓ બાળકને જન્મ આપે છે. જ્યારે 40 વર્ષ પછી સફળતાના દરમાં ઘટાડો થાય છે. અને માત્ર 13થી 18 ટકા શક્યતા રહે છે. 


IVF ટ્રીટમેન્ટ ક્યારે કરવામાં આવે છે? 
કેટલીક વખત એવુ થાય છે જ્યારે મહિલા કુદરતી રીતે ગર્ભ ધારણ નથી કરી શક્તી. તેવા સમયે IVF ટ્રીટમેન્ટની મદદ લેવામાં આવે છે. 40 વર્ષ પછી મહિલાઓની ફર્ટિલિટી ઓછી થાય છે, સાથે જ ફેલોપિયન ટ્યૂબ બંધ અથવા તો ક્ષતિગ્રસ્ત થતા, ઓવરી યોગ્ય રીતે કામ ના કરતા, એન્ડોમેટ્રિયોસિસ, યૂટ્રાઈન ફાઈબ્રોઈડ્સ એટલુ જ નહીં પણ પૂરુષોમાં સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થતામ અથવા ઈનફર્ટિલિટીના કારણે IVFની મદદ લેવામાં આવે છે.


Women's Day Special: ગુજરાતી ફિલ્મોની આ અભિનેત્રીઓ વસી દરેકના દિલમાં, અભિનયની રહી આગવી શૈલી


IVF ટ્રીટમેન્ટનો ખર્ચો:
મુંબઈમાં 2થી 3 લાખ રૂપિયાનો ખર્ચો
બેંગલુરુમાં 1,60,000થી 1,75.000 રૂપિયાનો ખર્ચો
ચેન્નઈમાં 1,45,000થી 1,60,000 રૂપિયાનો ખર્ચો
દિલ્લીમાં 90,000થી 1,25,000 રૂપિયાનો ખર્ચો
નાગપુરમાં 75,000થી 90,000 રૂપિયાનો ખર્ચો
હૈદરાબાદમાં 70,000થી 90,000 રૂપિયાનો ખર્ચો
પુનામાં 65,000થી 85,000 રૂપિયાનો ખર્ચો
કોલકાતામાં 65,000થી 80,000 રૂપિયાનો ખર્ચો


Women’s Day 2021: ભારતની એવી નારી શક્તિ જેમના કાર્યોની નોંધ આખી દુનિયાએ લીધી


ભારતના અલગ-અલગ શહેરોની હોસ્પિટલમાં IVFની કિંમત અલગ-અલગ હોય છે. IVF ટ્રિટમેન્ટ માટે તમારે કોઈ સારી હોસ્પિટલ પસંદ કરવી જોઈએ. આ માટે તમે જે-તે હોસ્પિટલમાં અગાઉથી IVFની ટ્રીટમેન્ટ લઈ ચૂકેલા દંપતી સાથે વાતચીત કરી શકો છો. સાથે એ વાત જાણવાનો પ્રયાસ પણ કરવો જોઈએ કે IVFની ટ્રીટમેન્ટ માટેના ડોક્ટર કેટલા અનુભવી છે.  


નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.