home remedy : એક વ્યક્તિ સરેરાશ દિવસમાં 10 થી 15 લીટર જેટલુ પાણી પીએ છે. તો કેટલાકને તેના કરતા વધુ પાણી પીવાની આદત હોય છે. પાણી પીવુ એ આરોગ્ય માટે સારી બાબત છે. પરંતુ જો સાદા પાણીમાં કંઈક એવુ મિક્સ કરીને પીવામાં આવે જેનાથી શરીરને વધુ તાકાત મળે અને ફાયદો પણ થાય તો કેવુ સારું. કેટલાક લોકો પાણીમાં ફુદીનો, ફ્રુટ, કાકડી અને લીબું કાપીને નાંખે છે. પરંતુ તેના કરતા અન્ય કેટલીક વસ્તુઓ એવી છે જેને સાદા પાણીમાં મિક્સ કરીને પીવાથી અઢળક ફાયદા થાય છે. નીચે આપેલી ત્રણ વસ્તુઓ પાણીમાં ભેળવીને પીવાથી  સ્વાસ્થ્યને ઘણા બધા લાભ મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલાબની પંખુડી
વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં શરીરમાં પણ ગરમી વધી રહી છે. જેને કારણે અનેક સમસ્યાઓ થાય છે. આવામાં ગુલાબના પાંદડા પાણીમાં મિક્સ કરીને પીઓ. રાતે ગુલાબની પાંખડી પાણીમાં પલાળીને રાખો અને સવારે તે પાણી પીઓ. ગુલાબની પાઁખડીમાં અનેક એવી કુલિંગ તત્વો છે, જે શરીરની ગરમીને બેલેન્સ કરવામાં મદદરૂપ બને છે. જો તમે તમારા શરીરની ગરમીમાં વધારો થાય તો તમને તાવ અથવા ઈન્ફેક્શન જેવી તકલીફો આવી શકે છે. ગુલાબનું પાણી આવી તકલીફોમાં રાહત આપે છે. 


હસમુખ પટેલની મહેનત રંગ લાવી! વિધ્ન વગર પૂરી થઈ તલાટીની પરીક્ષા, કેવુ રહ્યુ પેપર?


પાણીમાં કેસર ભેળવો 
ગ્લોઈંગ સ્કિન અને સારી યાદશક્તિ મેળવવા માટે પાણીમાં કેસર એડ કરો. તેને આખી રાત પલાળીને રાખો અને બીજા દિવસે સવારે પીઓ. કેસરમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ ચહેરાની રંગતને નિખારે છે અને સ્કિન ટોન એક સમાન કરવા માટે મદદ કરે છે. માત્ર આ જ નથી, મેમરીને બૂસ્ટ કરવા માટે પણ તે ઘણું સારું ગણાય છે.


મીઠો લીમડો
લાંબા, મજબૂત અને કાળ વાળ મેળવવા માટે પાણીમાં મીઠા લીમડાનો પાવડર મિક્સ કરો ને તેને રોજ પીઓ. મીઠો લીમડામાં પ્રોટીન, બીટા-કેરોટી અને એમિનો એસિડ્સ મળે છે. જે વાળને તૂટવાથી બચાવે છે અને મજબૂતી આપે છે. મીઠા લીમડાને રાતભર પલાળી રાખવાની જરૂર નથી. તેના સૂકવેલા પાનના પાવડરને પાણીમાં મિક્સ કરો, તેનાથી તમને વાળમાં મજબૂતીનો અહેસાસ થશે. 


તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે દેવદૂત બની ગુજરાત પોલીસ, દિલ જીતી લે તેવું કામ કર્યું