Are Dates Good For Diabetic Patient: ખજૂર એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે, લોકો તેને દરેક ઋતુમાં ખાવાનું પસંદ કરે છે, પરંતુ તેની ગરમીની અસરને કારણે ખાસ કરીને શિયાળામાં તેનું સેવન કરવામાં આવે છે. તેના પોષક મૂલ્યને કારણે, આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર તેને ખાવાની સલાહ આપે છે. તે એક મધુર ફળ હોવાથી, ડાયાબિટીસના દર્દીઓને ઘણીવાર આ મૂંઝવણ હોય છે કે તેઓ તેને ખાઈ શકે કે કેમ, જો હા, તો કેટલી માત્રામાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખજૂરમાં મળતા પોષક તત્વો
ખજૂરમાં પોષક તત્ત્વોની કોઈ કમી નથી હોતી ડાયેટરી ફાઈબર ઉપરાંત તેમાં વિટામિન A, વિટામિન B, વિટામિન B6, વિટામિન K, કોપર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, નિયાસીન, આયર્ન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. એટલા માટે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.


ડાયાબિટીસમાં ખજૂર કેમ ફાયદાકારક છે?
ખજૂરમાં જોવા મળતું ડાયેટરી ફાઈબર લોહીમાં શુગર અબ્જોર્બ કરીને સ્પીડ ધીમી કરે છે, જેનાથી સુગર વધવાનો ખતરો ઓછો થઈ જાય છે. જો ખજૂરને એક કે બે પ્રકારના ડ્રાય ફ્રુટ્સ સાથે ખાવામાં આવે તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને મોટાપાનો ખતરો પણ ઘટી જાય છે.



ડાયાબિટીસના દર્દીઓએ દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ
ખજૂરનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, આવી સ્થિતિમાં તેને ખાધા પછી બ્લડ સુગરમાં અચાનક વધારો થવાની સ્થિતિ ઊભી થતી નથી. ડાયાબિટીસના દર્દીઓ એક દિવસમાં 2 ખજૂર આરામથી ખાઈ શકે છે, પરંતુ જો તમારી મેડિકલ કન્ડિશન સારી ન હોય તો તેની માત્રા ડૉક્ટરની સલાહ પર જ આ નક્કી કરવુ જોઈએ. જો તમે તેને ઓટ્સ સાથે મિક્સ કરીને ખાશો તો તમને વધુ ફાયબર મળશે.


ખજૂર ખાવાના અન્ય ફાયદા
ખજૂરમાં હાજર મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવે છે.
ખજૂર ખાવાથી પાચન સંબંધી કોઈ સમસ્યા નથી થતી.
જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ હોય તેમણે ખજૂર જરૂર ખાવી જોઈએ.
ખજૂર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
વજન ઘટાડવામાં મદદ કરે છે.


(Disclaimer:અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
H1B વિઝા પર PM મોદીએ આપ્યા મોટા ખુશખબર, જાણો તમને શું મળશે ખાસ સુવિધા
શનિવારે કરેલા આ કામથી દુર થશે શનિની વક્ર દ્રષ્ટિનો અશુભ પ્રભાવ, શનિ દોષનું થશે દુર
વ્હાઇટ હાઉસમાં ટોપ કંપનીઓના CEOને મળ્યા પીએમ મોદી, જાણો બેઠક સાથે જોડાયેલી મોટી વાત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube