ગુજરાતીઓ આનંદો...H1B વિઝા પર PM મોદીએ આપ્યા મોટા ખુશખબર, જાણો તમને શું મળશે ખાસ સુવિધા
H1B Visa Update: અમેરિકામાં H1B વિઝા પર રહેતા ભારતીયો માટે મોટા ખુશખબર છે. પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વર્ષે સિએટલમાં એક નવું વાણિજ્ય દૂતાવાસ ભારત ખોલવા જઈ રહ્યું છે. આ સાથે જ અમેરિકા પણ ભારતના 2 અન્ય શહેરોમાં પોતાના ભારતીય દૂતાવાસ ખોલશે.
Trending Photos
H1B Visa Update: અમેરિકામાં H1B વિઝા પર રહેતા ભારતીયો માટે મોટા ખુશખબર છે. પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વર્ષે સિએટલમાં એક નવું વાણિજ્ય દૂતાવાસ ભારત ખોલવા જઈ રહ્યું છે. આ સાથે જ અમેરિકા પણ ભારતના 2 અન્ય શહેરોમાં પોતાના ભારતીય દૂતાવાસ ખોલશે. ભારતના બેંગ્લુરુ અને અમદાવાદમાં પણ અમેરિકાના નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવામાં આવશે. હવે એવો નિર્ણય લેવાયો છે કે H1B વિઝા અમેરિકામાં જ રિન્યૂ કરી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી વચ્ચે થયેલી સમજૂતિ ફક્ત કેટલીક નીતિઓને આગળ વધારવા માત્ર નથી. તે ભારત-અમેરિકાના કરોડો લોકોના ભાગ્યને નવી ઊંચાઈ આપવાનું કામ થયું છે. અમે સાથે મળીને માત્ર નીતિઓ અને સમજૂતિઓ નથી બનાવતા પણ અમે જીવન, સપના અને નિયતિને આકાર આપી રહ્યા છીએ.
ગૂગલનું AI રિસર્ચ સેન્ટર ભારતમાં કરશે કામ
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ગૂગલનું AI રિસર્ચ સેન્ટર 100થી વધુ ભારતીય ભાષાઓ પર કામ કરશે. તેનાથી ભારતમાં એવા બાળકોને ભણાવવાનું સરળ બનેશે જેમની માતૃભાષા અંગ્રેજી નથી. આ ઉપરાંત બીજો ફાયદો એ થશે કે ભારત સરકારની મદદથી અહીં યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનમાં તમિલ સ્ટડી ચેરની સ્થાપના કરાશે. તેનાથી તમિલ સંસ્કૃતિ અને દુનિયાની સૌથી પ્રાચિન તમિલ ભાષાના પ્રભાવને વધારવામાં વધુ મદદ મળશે.
દુનિયાના વિકાસને દિશા આપે છે ભારત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે આજે એ જોઈને ગર્વથી ભરેલા છો કે કેવી રીતે ભારતનું સામર્થ્ય આજે સમગ્ર દુનિયાના વિકાસને દિશા આપી રહ્યું છે. આજે ભારત દુનિયાના એવા દેશોમાંથી એક છે જ્યાં ઈકોનોમી આટલી ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દુનિયાની નજર આજે ભારત પર છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ક્રાંતિ આવી છે અને તે અભૂતપૂર્વ છે. હની શકે કે જ્યારે તમે ભારતમાં તમારા ગામની કોઈ દુકાનમાં જાઓ તો દુકાનદાર તમને કેશ લેવાની ના પાડી દે અને પૂછે કે મોબાઈલ ફોનમાં કોઈ ડિજિટલ એપ નથી કે શું? પીએમ મોદીએ કહ્યું કે સંડે હોય કે મંડે બેંકિંગ લેવડદેવડને તેનાથી કોઈ ફરક પડતો નથી. ભારતમાં આવી રહેલા આવા પરિવર્તનોના હું અનેક ઉદાહરણ આપી શકું છું.
100થી વધુ ચોરી થયેલી મૂર્તિઓ પરત કરશે અમેરિકા
પીએમ મોદીએ એમ પણ જણાવ્યું કે ભારતની 100થી વધુ જૂની મૂર્તિઓ કે જે ત્યાંથી ચોરી થઈ હતી તેમને પરત કરવાનો નિર્ણય અમેરિકાએ લીધો છે. આ પુરાતન વસ્તુઓ વર્ષો પહેલા અલગ અલગ રીતે આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચી. તેને પરત કરવા માટે અમેરિકી સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત લોકતંત્રની જનની છે અને અમેરિકા ઉન્નત લોકતંત્રનું ચેમ્પિયન છે. આજે વિશ્વ આ બે મહાન લોકતંત્ર વચ્ચે ભાગીદારી મજબૂત થતું જોઈ રહ્યું છે. અમેરિકા અમારો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર અને નિકાસ માટેનું સ્થળ છે પરંતુ અમારી ભાગીદારીની અસલ ક્ષમતા હજુ સામે આવવાની બાકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે