Milk: દૂધ સંપૂર્ણ આહાર ગણાય છે. દૂધમાં અનેક પોષક તત્વ હોય છે. દૂધમાંથી કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીન મળે છે. પરંતુ મોટાભાગના લોકો દૂધ પીવે ત્યારે તેને વધારે હેલ્ધી બનાવવા માટે કેટલીક વસ્તુઓ ઉમેરતા હોય છે. જેનાથી દૂધમાં ફ્લેવર પણ આવે અને દૂધ વધારે ટેસ્ટી લાગે. પરંતુ આવી ફ્લેવર વાળી વસ્તુઓ ઉમેરવાને બદલે જો તમે રસોડામાં રહેલી અન્ય કેટલીક વસ્તુઓ દૂધમાં ઉમેરો છો તો તેનાથી દૂધની પૌષ્ટિકતા વધે છે અને તે શરીર માટે વધારે ફાયદાકારક બને છે. જો તમે પણ નિયમિત દૂધ પીતા હોય તો તમને જણાવીએ કે દૂધમાં તમે કઈ કઈ વસ્તુ ઉમેરીને તેને વધારે પૌષ્ટિક બનાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધમાં ઉમેરો આ વસ્તુઓ 


આ પણ વાંચો: Garlic: બપોરે જમ્યા પહેલા 3 કળી લસણ ગળી જાશો તો આ 9 બીમારીઓની દવા ગળવી નહીં પડે


1. મધમાં કુદરતી શર્કરા હોય છે. તે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. મધમાં એન્ટિ ઓક્સીડન્ટ પણ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. 


2. કેળા પણ એનર્જી બુસ્ટર છે. તેમાં પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ હોય છે. દૂધ સાથે કેળા લેવાથી શરીર લાંબા સમય સુધી ઉર્જાવાન રહે છે. 


3. દૂધ સાથે ઓટ્સ પણ લઈ શકાય છે. ઓટ્સ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે સવારે દૂધ સાથે ઓટ્સ લેવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. 


આ પણ વાંચો: ડેન્ગ્યુની શરુઆતમાં જોવા મળે છે તાવ સહિત આ 7 લક્ષણ, ઈગ્નોર કરવાની ભુલ ક્યારેય ન કરવી


4. બદામ હેલ્ધી ફીટથી ભરપૂર હોય છે. દૂધમાં બદામનો પાવડર મિક્સ કરીને પીવાથી મસ્તિષ્ક સ્વસ્થ રહે છે. 


5. અશ્વગંધા એવી જડીબુટ્ટી છે જે શરીર અને મગજને મજબૂત બનાવે છે. દૂધ સાથે અશ્વગંધા લેવાથી શરીરને સૌથી વધુ ફાયદા થાય છે. 


6. ખજૂરમાં પણ પ્રાકૃતિક શર્કરા હોય છે જેને દૂધ સાથે લેવાથી તુરંત એનર્જી મળે છે. 


આ પણ વાંચો: Cough Remedy: દિવસ કરતાં વધારે ઉધરસ રાત્રે આવે છે ? તો અપનાવો આ ઘરેલુ ઉપાયો


7. મખાના પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે દૂધ સાથે મખાનાનું સેવન કરવાથી શરીરને કલાકો સુધી કામ કરવાની એનર્જી મળી રહે છે. 


દૂધમાં શું ન ઉમેરવું ?


મોટાભાગના લોકો દૂધમાં ખાંડ ઉમેરીને પીતા હોય છે પરંતુ વધારે માત્રામાં ખાંડનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી દૂધમાં મીઠાશ માટે નેચરલ શર્કરા યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરો અને તેમાં ખાંડ કે આર્ટિફિશિયલ સ્વીટનર ન ઉમેરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)