Health Tips: ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાય સાથે ગુલાબી ઠંડી ની શરૂઆત થઈ ચૂકી છે. રોજ વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડી નો અનુભવ થાય છે. આ સમયે એવું હોય છે જ્યારે સૌથી વધુ બીમારીઓ ફેલાય છે. આ સમય દરમિયાન ડેન્ગ્યુ ઉપરાંત વાઇરલ તાવ શરદી ઉધરસ જેવી તકલીફો ઝડપથી થાય છે. વર્ષ દરમિયાન આ સમય એવો હોય છે જ્યારે સ્વાસ્થ્ય પ્રત્યે સૌથી વધારે ગંભીરતા દાખવી જોઈએ. જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો બીમારી ઘર કરી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષના આ સમય દરમિયાન જો દિનચર્યામાં અને આહારમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વર્ષ દરમિયાન શરીર નિરોગી રહે છે. તો ચાલો તમને જણાવીએ કે આ સમય દરમિયાન કેવા ફેરફાર કરવા જરૂરી છે.


ગુલાબી ઠંડીમાં સ્વાસ્થ્યનું કેવી રીતે રાખવું ધ્યાન


આ પણ વાંચો:


Sore Throat: ગળામાં થતા દુખાવાથી તુરંત રાહત મેળવવા પાણીમાં આ વસ્તુઓ ઉમેરી કરો કોગળા


Health Tips: સ્ટ્રેસ સહિત આ 5 બીમારીઓને દુર કરે છે ચીકૂ, રોજ ખાવાથી થશે અઢળક ફાયદા


અનિંદ્રાથી, ખરાબ મૂડની સમસ્યાને દુર કરશે જાયફળ, તુરંત ફાયદો મેળવવા આ રીતે કરો ઉપયોગ


રાત્રે ગરમ કપડાં પહેરો


ઠંડીની શરૂઆત થાય ત્યારે જો કપડાની બાબતમાં ધ્યાન રાખવામાં ન આવે તો બીમારી ઘર કરી જ છે. રાતના સમયે જે ઠંડક હોય છે તેનાથી બચવા માટે ગરમ કપડાં પહેરવા જોઈએ. ખાસ કરીને એવા લોકો જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમણે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.


ઓપન ફૂટવેર ન પહેરો


જો તમને રાત્રે ફોક કરવાની આદત હોય તો ખુલ્લા ફુટવેર પહેરવાની આદત બદલી દો. રાતના સમયે જ્યારે પણ બહાર નીકળો ત્યારે મોજા પહેરી અને પગ કવર થાય તેવા જૂતા પહેરવા.


ગરમ ભોજન કરવું


ઠંડીની શરૂઆત થાય એટલે શરીરને ઠંડીના પ્રકોપ થી બચાવવા માટે ગરમ આહાર લેવાની શરૂઆત કરવી જોઈએ. આ સમય દરમિયાન શું ગરમ દૂધ જેવી વસ્તુનું સેવન કરવું હિતાવહ રહે છે.


આ પણ વાંચો:


Health Tips: આ ઘરગથ્થુ નુસખાની મદદથી પાચન સંબંધિત સમસ્યાથી તુરંત મળશે મુક્તિ


હાર્ટ પ્રોબ્લેમ સહિતની 6 ગંભીર સમસ્યાથી બચાવશે ડુંગળી, ફાયદા જાણીને રોજ ખાવા લાગશો


પાણી પીતા રહો


ઠંડીની શરૂઆત થાય એટલે તરત ઓછી લાગે છે પરંતુ તેમ છતાં દિવસ દરમિયાન સાત થી આઠ ગ્લાસ પાણી પીવું જ જોઈએ. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી નહીં પીવો તો આ વાતાવરણમાં શરીર બીમારીઓનું ઘર બની જશે.


કુલર-એસીનો ઉપયોગ બંધ કરો


આ સમય દરમિયાન એસી કે કુલર નો ઉપયોગ પણ બંધ કરી દેવો જોઈએ. મોડી રાત્રે જ્યારે ઠંડીની શરૂઆત થાય છે ત્યારે એસી કે કુલરમાં સુવાથી શરીર બીમાર પડી શકે છે. કારણ કે વાતાવરણને ઠંડક અને એસી ની ઠંડક શરીરને બીમાર કરી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)