ડોક્ટરના વેઈટિંગ રૂમની લાઈનમાં ન ઉભા રહેવું હોય તો ખાસ અજમાવો શિયાળાની આ ટિપ્સ
દિવાળી (Diwali) નો તહેવાર એટલે મોજ મસ્તી કરવી સાથે ફટાકડા ફોડવા અને ઘરમાં બનાવેલા તેમજ બહારથી લાવેલા અવનવા નાસ્તા અને મીઠાઇ ખાવાનો તહેવાર બની ગયો છે. પરંતુ શું તમને ખબર છે કે દિવાળીનો તહેવાર પૂરો થાય એટલે અનેક બીમારીઓ (seasonal disease) પોતાનું માથું ઉચકે છે. લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. આપણે પણ જો તકેદારી ન રાખીએ તો ઘણી બધી બીમારીઓ નવા વર્ષમાં તમારા શરીરમાં થતી જોવા મળે છે. દિવાળી બાદ આવી તકલીફો જણાય તો શું કરવું તે વિશે એમડી ફિઝીશયન ડો.પ્રવીણ ગર્ગે માહિતી(Health Tips) આપી છે.
આશ્કા જાની/અમદાવાદ :દિવાળી (Diwali) નો તહેવાર એટલે મોજ મસ્તી કરવી સાથે ફટાકડા ફોડવા અને ઘરમાં બનાવેલા તેમજ બહારથી લાવેલા અવનવા નાસ્તા અને મીઠાઇ ખાવાનો તહેવાર બની ગયો છે. પરંતુ શું તમને ખબર છે કે દિવાળીનો તહેવાર પૂરો થાય એટલે અનેક બીમારીઓ (seasonal disease) પોતાનું માથું ઉચકે છે. લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. આપણે પણ જો તકેદારી ન રાખીએ તો ઘણી બધી બીમારીઓ નવા વર્ષમાં તમારા શરીરમાં થતી જોવા મળે છે. દિવાળી બાદ આવી તકલીફો જણાય તો શું કરવું તે વિશે એમડી ફિઝીશયન ડો.પ્રવીણ ગર્ગે માહિતી(Health Tips) આપી છે.
17 નવેમ્બરે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપનાર ખાસ વાંચી લે આ સમાચાર
આવી બીમારીઓના સામે તાત્કાલિક રાહત મેળવા અને બચવા આટલું કરો
- ખસી આવે ત્યારે રૂમાલ મોઢા આગળ રાખવો
- ઠંડા વાતાવરણમાં ન રહો
- ગરમ ખોરાક લેવાનું રાખો
- ગરમ પાણીના કોગળા કરો
- ગળાના ભાગમાં શેક કરો
- કાનમાં રૂના પુમડા રાખવા
સોમનાથમાં રાત્રે 12ના ટકોરે અલૌકિક ઘટના બની, ભગનાથ ભોળાનાથે ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું
ફટાકડાથી સૌથી વધુ નુકશાન
દિવાળીના તહેવારમાં આપણે ફટાકડા ફોડવાનો જે આંનદ છે, તે ભરપૂર રીતે ઉઠાવીએ છીએ અને જ્યારે ફટાકડા ફૂટે અને જે અવાજ આવે પ્રકાશ થાય તે ચોક્કસથી આપણને ગમે છે. પરંતુ તે પ્રકાશ, અવાજ અને ઘૂમાડો તેમજ દારુખાનાનો વેસ્ટ ઉછળે છે, તે તમારા શરીર આંખ, કાન,નાક અને ગાળા માટે ખૂબજ નુકસાન કરતા સાબિત થાય છે. ફટાકડામાં જે કાચી માલ- સામગ્રી વપરાય છે. એમાં એવા રસાયણો વપરાય છે. જેના પગલે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ફટાકડાના ઘૂમડાના કારણે દમ, ઉધરસ, અવાજ બેસી જવો તેમજ શ્વાસની બીમારીઓ થાય છે.
કરોડોના કારોબાર છોડીને હોટલમાં વાસણ ધોનાર ગુજરાતી યુવકને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આપી એક ઓફર
દિવાળીમાં ફટાકડા સિવાય વિવિધ નાસ્તા અને મીઠાઇ પણ તમને બીમાર પાડી શકે છે. મીઠાઇમાં વપરાતા માવા પણ ભેળસેળવાળો હોય છે. તેમજ નાસ્તા માટે વાપરવામાં આવતા મસાલા અને તેલ પણ તમારા શરીરને નુકસાન કરી શકે છે. માટે પેટની તકલીફો વધારે જોવા મળે છે. સાથે જ દિવાળી બાદ બે ઋતુ ભેગી થાય છે. જેના કારણે નાક, ગળાની શરીર દુખવાની જેવી અનેક બીમારીઓ વધારે જોવા મળે છે. જેમાં સાવચેતી ની સાથે જ સમયસર સારવાર લેવી પણ જરૂરી બની જાય છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube