પાટીદારો ફરી કંઈક નવું લાવ્યા! સાત સમુંદર પાર વિદેશની ધરતી પર કર્યું ટુર્નામેન્ટનું આયોજન

Patidar Samaj Tennis Cricket Tournament : ડિસેમ્બરમાં વિશ્વ ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન... ફાઈનલ મેચ દુબઈમાં રમાશે... ગુજરાત રાજયનાં પાંચ ઝોનમાં ટુર્નામેન્ટ યોજાશે... વિજેતા ટીમને પાંચ લાખનું ઈનામ
 

પાટીદારો ફરી કંઈક નવું લાવ્યા! સાત સમુંદર પાર વિદેશની ધરતી પર કર્યું ટુર્નામેન્ટનું આયોજન

Patidar Samaj Initiative : ગુજરાતના સુખી સંપન્ન વર્ગમાં આવતો પાટીદાર સમાજ સતત કંઈક નવું કરવામાં માને છે. પાટીદાર સમાજ પહેલેથી જ સાત સમુંદર પાર વસી જવામાં આગળ પડતો છે. ત્યારે હવે પાટીદાર સમાજની એક ટુર્નામેન્ટનું આયોજન વિદેશની ધરતી પર કરવામાં આવ્યું છે. પાટીદાર સમાજનું યુવા સંગઠન મજબૂત થાય અને પ્રતિભા ખીલે તે માટે સમાજ દ્વારા પ્રશંસનીય પહેલ કરવામા આવી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સોશિયલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલીવાર કોઈ સમાજની ટુર્નામેન્ટનું આયોજન વિદેશની ધરતી પર થવાનું છે. દૂબઈના શારજાહના ગ્રાઉન્ડ પર આ ક્રિકેટ રમાશે. 

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે 14 ડિસેમ્બરથી યોજાશે. આ ટુર્નામેન્ટ વિશ્વની સૌથી મોટી સોશિયલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને હિંમતનગરની 320 થી વધારે ટીમ રમશે. પહેલીવાર કોઈ સમાજની ટુર્નામેન્ટ દેશની બહાર યોજાતી હોય તેવી આ પ્રથમ ઘટના છે. 

આ ટુર્નામેન્ટની ખાસિયત

  • પહેલીવાર સમાજની આ ક્રિકેટ ટુર્નામેન્ટ દૂબઈના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
  • આ ટુર્નામેન્ટના વિજેતા ટીમને 5 લાખનું ઈનામ અપાશે
  • આ ટુર્નામેન્ટનો હેતુ યુવા સંગઠનને મજબૂત કરવાનો છે
  • રાજ્યભરની કુલ 320 ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે
  • વડોદરા સહિત પાંચ શહેરોમાં 64 ટીમ બનાવાઈ છે
  • સેમી ફાઈનલ અમદાવાદના નિકોલમાં આવેલા મેદાનમાં રમાશે
  • ફાઈનલ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

દૂબઈના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ વિશ્વ ઉમિયાધામના યુટ્યુબ ચેનલ પર બતાવવામાં આવશે. જે રીતે વર્લ્ડકપની મેચ બતાવાય છે, તેવી જ રીતે આ લાઈવ સ્ટ્રીમિંગ હશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news