Chest Pain: છાતીમાં રહે છે દુખાવો? અપનાવો આ ઘરેલૂ ઉપાય, મળશે તત્કાલ આરામ
How To Get Rid Of Chest Pain: જો તમને પણ છાતીમાં દુખાવો છો તો તે તમારા માટે ચિંતાની વાત છે. તેવામાં અમે અહીં તમને જણાવશું કે છાતીમાં દુખાવો થવા પર તમારે શું કરવું જોઈએ.
નવી દિલ્હીઃ Home Remedies For Chest Pain: આજકાલ છાતીમાં દુખાવાની સમસ્યા વધતી જાય છે. તેવામાં જો તમને પણ છાતીમાં દુખાવો છે તો ચિંતાની વાત છે. આ એટલા માટે કારણ કે ઘણીવાર આ સમસ્યા એટલી વધી જાય છે કે તેનાથી છુટકારો મેળવવો ખુબ જરૂરી થઈ જાય છે. તો તમને હળવો છાતીમાં દુખાવો છે તો તમે કેટલાક ઘરેલૂ નુસ્ખા અપનાવી શકો છો. પરંતુ જો છાતીમાં વધુ દુખાવો થઈ રહ્યો હોય તો તત્કાલ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આજે અમે અહીં તમને છાતીમાં દુખાવાના કેટલાક ઘરેલૂ ઉપાયોની માહિતી આપીશું.
છાતીમાં દુખાવો થવા પર કરો આ ઘરેલૂ ઉપચાર
બદામ (Almond)-
જો તમને ભોજન કર્યા બાદ દુખાવો અનુભવાય છે તો આ એક એસિડ રિફ્લક્શન છે. તેવામાં તમે દરરોજ બદામ ખાઈ શકો છો કે પછી તમે બદામ મિલ્ક પણ પી શકો છો, તેમ કરવાથી તમને છાતીમાં થતા દુખાવાથી રાહત મળી શકે છે. આ સિવાય તમે સવારે ખાલી પેટ પલાળેલી બદામનું સેવન પણ કરી શકો છો.
એપલ સાઇડર વિનેગર (Apple Cider Vinegar)-
એસિડ રિફ્લક્સને કારણે થનાર હાર્ટ પેનને દૂર કરવા માટે એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. તેનું સેવન કરવા માટે તમે ભોજન પહેલા કે જ્યારે દુખાવો થતો હોય તો એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરી પી શકો છો. આમ કરવાથી તમને દુખાવામાં રાહત મળી શકે છે.
આ પણ વાંચોઃ Period Cramps દરમિયાન આ વસ્તુઓના સેવનથી મહિલાઓને મળે છે દુઃખાવાથી રાહત
ગરમ ડ્રિંક્સ (hot drinks)-
ગેસ અને બ્લોટિંગને કારણે થનાર છાતીમાં દુખાવો દૂર કરવા માટે તમે ગરમ ડ્રિંક્સની મદદ લઈ શકો છો. જેનાથી છાતીમાં થતા દુખાવાથી છુટકારો મળી શકે છે. આ એક સારો ઘરેલૂ ઉપાય છે.
હળદર વાળુ દૂધ (Turmeric milk)-
હળદરમાં એન્ટી-ઇંફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે. તેનું સેવન કરવાથી છાતીમાં થતાં દુખાવાને દૂર કરી શકાય છે. તેનું સેવન કરવા માટે ગરમ દૂધના એક કપમાં એક ચમદી હળદર મિક્સ કરી પીવું જોઈએ. આ સાથે તેનાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા સ્વાસ્થ્ય નિષ્ણાંતની સલાહ જરૂર લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube