Health Tips: ફેફસાં અને પેટને રોગથી દૂર રાખવા હોય તો ઉંઘતા પહેલાં આ ટ્રીક અજમાવો, કોઈ રોગ નહીં કરે અસર
આપણે ત્યાં કોઈપણ બીમારી માટે ઘરેલૂ રેસિપી પણ હોય છે. તેનો ઉપયોગ કરીને ઘણી બીમારીથી રાહત મેળવી શકાય છે. આ દવાઓનો ઉપયોગ આપણા પૂર્વજો પણ કરતા હતા. તમે પણ તેનો ઉપયોગ કરી બીમારીથી દૂર રહી શકો છો.
નવી દિલ્હીઃ મીઠાના પાણીથી કોગળા કરવા એ દાદીમાની રેસીપી છે. મોઢાની સફાઈ માટે વારંવાર આવું કરવાનું કહેવામાં આવતું હતું. પરંતુ જાપાનમાં હાથ ધરાયેલા એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે મીઠાના પાણીથી કોગળા કરવાથી શ્વસન માર્ગના ચેપને રોકવામાં પણ અસરકારક છે.
આ સિવાય આમ કરવાથી શરદી, ઉધરસ અને ફ્લૂમાં પણ રાહત મળે છે. હૂંફાળા પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને કોગળા કરવાથી મોં સાફ રહે છે અને શ્વાસની સુગંધ પણ સારી રહે છે. આવી સ્થિતિમાં તેના ફાયદા અને યોગ્ય રીત જાણવી જરૂરી બની જાય છે.
મોંની સાથે પેટ અને ફેફસાં પણ સુરક્ષિત રહેશે
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મીઠાના પાણીથી કોગળા કરવા એ માત્ર મોં માટે જરૂરી છે એવું નથી મોંઢા માટે તેમજ પેટ અને ફેફસાં માટે ફાયદાકારક છે.
આ પણ વાંચોઃ બાળકોનું વધતું વજન કેવી રીતે કંટ્રોલ કરવું? તમને પણ મૂંઝવણ હોય તો આ ઉપાયો અજમાવો
દંત ચિકિત્સક ડૉ. નિલેશ જણાવે છે કે મોંમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા વધે છે. જો તે મોઢામાં જ ખતમ થઈ જાય તો પેટ અને ફેફસાં સુરક્ષિત રહે છે. મીઠું પાણી આ બેક્ટેરિયાને મારવામાં અસરકારક છે.
મોસમી રોગો સામે રક્ષણ
શિયાળાની ઋતુમાં અનેક પ્રકારના ફ્લૂ અને ઈન્ફેક્શન થાય છે. મીઠાના પાણીથી કોગળા કરવાથી પણ આ રોગ અટકે છે. ગળાના ચેપ અને દુખાવાને દૂર કરવા માટે મીઠાના પાણીના કોગળા કરવાથી છાતીમાં જમા થયેલો જૂનો કફ દૂર થાય છે અને જકડાઈથી પણ રાહત મળે છે.
મોઢાના પીએચ સ્તરને જાળવી રાખે છે
સામાન્ય રીતે મોંનું pH સ્તર 6.3% હોય છે. જો તે ઘટે છે, તો તેનો અર્થ એ છે કે મોંમાં એસિડનું સ્તર વધે છે. આવી સ્થિતિમાં દાંત અને પેઢાને નુકસાન થવા લાગે છે. મીઠું પાણી મોંના પીએચ સ્તરને વધારીને જાળવી રાખે છે. જે ઓરલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચોઃ ના બીપી, ના શુગર તેમ છતાં આવે છે સાયલન્ટ હાર્ટ એટેક, જાણો કેમ, અને રહો સાવધાન
રાત્રે સૂતા પહેલા કોગળા કરવાથી વધુ ફાયદો થાય છે
હૂંફાળા પાણીમાં મીઠું ભેળવીને ગમે ત્યારે કોગળા કરી શકાય છે. પરંતુ આ માટે રાત્રે સૂતાં પહેલાનો સમય સૌથી યોગ્ય છે. જો સામાન્ય મીઠાને બદલે રોક સોલ્ટનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube