નવી દિલ્હીઃ ગત બે વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને કોરોનાના કારણે દક્ષિણ ભારતના તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ડાયાબિટીસ કેસમાં અતિશય વધારો થઈ રહ્યો છે. ઉંમરલાયક જ નહીં પણ બાળકો પણ સરળતાથી આ બીમારીની ચપેટમાં આવી રહ્યાં છે. બ્લડ શૂગર વધી જવાના કારણે દર્દીઓને અનેક સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓના ખાન-પાન પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત પણ ઉભી થઈ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના તબીબોએ ડાયાબિટીસના દર્દીઓની વધતી સંખ્યાને જોઈ એક ખાસ ફળ ખાવાની સલાહ આપી છે. ડોક્ટરોના સંશોધન અનુસાર ડાયાબિટીઝના દર્દીઓ માટે જેકફ્રૂટ એટલે કે ફણસ ઘણું જ ફાયદાકારક જણાયું છે. કાચા ફણસને શાક અને પાકા ફણસને ફળના રૂપમાં આરોગી શકાય છે.

ફણસ ડાયાબિટીસને કંટ્રોલ કરે છે તેવો દાવો કરાયો છે. ફણસનો લોટ સાત દિવિસમાં જ ગ્લૂકોઝની માત્રાને ઘટાડી દે છે. ખાસ કરીને અમેરિકન ડાયાબિટીઝ અસોસિએશન દ્વારા કરવામાં આવેલા સંશોધનના પરિણામમાં પણ આ વાત સાબિત થઈ છે. ખાસ કરીને ભારતમાં જ્યાં ખાવા-પીવાને લઈ અનેક વિકલ્પ હાજર છે ત્યાં શોધ માટે ટાઈપ-2 ડાયાબિટીસના 40 દર્દીઓને ડાયટમાં ચોખા અને ઘઉંની જગ્યાએ ફણસનોલોટ આપ્યો હતો.

ડોક્ટર્સના દાવા મુજબ ત્રણ મહિના સુધી 30 ગ્રામ ફણસનો પાવડર દર્દીઓને મિક્સ કરીને આપવામાં આવે છે. ત્રણ મહિલા પછી ફાસ્ટિંગ બ્લડ શુગર, પોસ્ટપ્રાંડિયલ બ્લડ શુગર અને HbA1cના સ્તરમાં પણ ઘણો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય દર્દીઓના વજનમાં પણ ઘટાડો થાય છે.

પણ પશ્ચિમના દેશની સરખામણીમાં ભારતીયોમાં ડાયાબિટીસની એક અલગ પેટર્ન જોવા મળી છે. અહીં ડાયાબિટીસના 30 ટકાથી વધુ દર્દીઓ સ્થૂળતાની શ્રેણીમાં નથી આવતા. સંશોધન અનુસાર ફણસનો લોટ બ્લડ શૂગર ઓછું કરવાની સાથે સાથે ગ્લાઈસેમિકના નિયંત્રણમાં પણ સુધારો કરે છે.

કેવી રીતે તૈયાર થાય છે ફણસનો લોટ?
ફણસનો લોટ તૈયાર કરવા માટે સૌથી પહેલા તેના બીજને સારી રીતે સૂકવી લેવા. સૂકાઈ ગયા બાદ તેના ઉપરની છાલને સારી રીતે કાઢી લો. ત્યારબાદ ફણસના બીજને કાપીને ઘંટીમાં કે મિક્સમાં દળી લોટ બનાવી લો. તમે રોજ 30 ગ્રામ ફણસના સામાન્ય લોટ સાથે પણ મિક્સ કરીને ખાઈ શકો છો.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.