Blood Sugar Control: લોટમાં આ 5 વસ્તુ ભેળવીને બનાવો રોટલી, સાંજ સુધીમાં તો નીચે આવી જશે વધેલું બ્લડ શુગર!
બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે યોગ્ય ડાયેટનું મહત્વનું યોગદાન હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ શુગર ઓછી થઈ શકે તે માટે કેવી રોટલી ખાવી જોઈએ તે પણ જાણો.
ડાયાબિટીસ એક ક્રોનિક ડિસિસ છે. જે જ્યારે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઈન્શ્યુલિનનું ઉત્પાદન ન થાય અથવા તો યોગ્ય રીતે ઈન્શ્યુલિનનો ઉપયોગ ન થઈ શકે ત્યારે થાય છે. અત્રે જણાવવાનું કે ઈન્શ્યુલિન એક પ્રકારનું હોર્મોન છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. આવામાં ડાયાબિટીસના દર્દીઓએ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાની ખુબ જરૂર છે. જો તમે તમારી ખાણીપીણી પર ધ્યાન નહીં આપો તો ગંભીર મુશ્કેલીઓ થઈ શકે છે. મુખ્ય રીતે ડાયાબિટીસના દર્દીઓએ પોતાની ખાણીપીણી પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કયા પ્રકારની રોટલી ખાવી?
લોટમાં ભેળવો તજ પાઉડર
જો તમે તમારા શરીરમાં બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરવા માંગતા હોવ તો લોટ બાંધતી વખતે તેમાં થોડો તજ પાઉડર મિક્સ કરી લો. આ લોટની રોટલીનું સેવન કરવાથી તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલ થવામાં મદદરૂપ થઈ શકે છે. તજમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ હોય છે જે તમારા બ્લડ શુગર લેવલને ઓછું કરી શકે છે.
મેથી દાણા
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના દાણાનું સેવન કરવું એ લાભકારી હોય છે. મેથીના દાણામાં ફાઈબર અને અન્ય પ્રકારના કેમિકલ હોય છે જે પાચન અને શરીર દ્વારા કાર્બોહાઈડ્રેટ અને ખાંડના એબ્ઝોર્બશનને ધીમું કરી શકે છે. જો તમે તેનું પાણી ન પી શકતા હોવ તો તેના બીજથી બનેલા પાઉડરને લોટમાં ભેળવીને તેની રોટલી બનાવીને ખાઓ. તેનાથી પણ લાભ થઈ શકે છે.
બીટ
બીટથી તૈયાર થયેલી રોટલીનું સેવન કરવાથી પણ તમારા શરીરનું બ્લ્ડ શુગર લેવલ ઘટી શકે છે. બીટ ડાયાબિટીસના દર્દીઓમાં ઈન્શ્યુલિન સંવેદનશીલતાને સારી બનાવવા માટે અને બ્લડ શુગરના વધતા સ્તરને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
અજમો
રોટલી બનાવતા પહેલા લોટમાં થોડો અજમો ભેળવી દો. આ પ્રકારના લોટની રોટલીનું સેવન કરવાથી તમારા શરીરનું બ્લડ શુગર લેવલ ઓછું થઈ શકે છે. અજમો કાર્બોહાઇડ્રેટ ચયાપચય માટે મહત્વપૂર્ણ એન્ઝાઈમોને અટકાવીને ખાધા પછી બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
મેથીના પાંદડા
મેથીના પાંદડામાં ફાઈબર અને એન્ટી ડાયાબિટિક ગુણ હોય છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરી શકે છે. ઠંડીમાં મેથી સરળતાથી મળી જાય છે. જો તમે બ્લડ શુગર લેવલ ઘટાડવા માંગતા હોવ તો તેના પાંદડાને લોટમાં ભેળવીને રોટલી બનાવો. તેનાથી બ્લડ શુગર લેવલ ઓછું થઈ શકે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.