Boiled Chana with Curd: સવારે ખાલી પેટ જો દહીં સાથે બાફેલા ચણા ખાવામાં આવે તો શરીરને ઘણા ફાયદા થાય છે. દહીં અને બાફેલા ચણાનું સંયોજન પોષણથી ભરપૂર હોય છે જે શરીરને સમસ્યાઓથી લડવામાં મદદ કરે છે. ચણા અને દહીંને સાથે ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા પણ થાય છે. કારણ કે ચણા અને દહીં બંને વસ્તુ પોષક તત્વોથી ભરપૂર હોય છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગેસના કારણે માથું દુખતું હોય તો આ ઘરેલુ ઈલાજ આવશે કામ, 5 મિનિટમાં મળી જશે આરામ


ચણા અને દહીંને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો શરીરને જરૂરી બધા જ પોષક તત્વો મળી જાય છે અને સાથે જ શરીર માટે અતિ આવશ્યક પ્રોટીન અને એમિનો એસિડ પણ શરીરને મળી જાય છે. આ સિવાય 4 સૌથી મોટા ફાયદા શરીરને થાય છે આ ફાયદા કયા છે તે પણ જાણી લો. 


સવારે ખાલી પેટ દહીં અને ચણા ખાવાથી થતા લાભ 


આ પણ વાંચો: આયુર્વેદ અનુસાર દેશી ઘી સહિત 8 વસ્તુઓ અમૃત સમાન, શરીરની નબળાઈ દુર કરી વધારે છે શક્તિ


પાચન સુધારશે 


દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે છે. ચણા ફાઇબરથી ભરપૂર હોય છે જે પ્રાચીન ક્રિયાને સુધારે છે. સવારે ખાલી પેટ દહીં અને ચણાનો નાસ્તો કરવાથી ગેસ, કબજિયાત, અપચો જેવી સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. જે લોકોને પાચન સંબંધિત સમસ્યા હોય તેમણે ડાયટમાં દહીં અને ચણાનો સમાવેશ કરવો જોઈએ. 


આ પણ વાંચો: ચિયા સીડ્સ ખાવામાં ક્યારેય ન કરવી આ 3 ભુલ, કરી તો હોસ્પિટલ જવું પડશે સારવાર માટે


વજન કંટ્રોલમાં રહેશે 


જો તમે સવારે ખાલી પેટ ચણા અને દહીંનું સેવન કરો છો તો શરીરને પ્રોટીન અને ફાઇબર મળી જાય છે સાથે જ તેનાથી પેટ કલાકો સુધી ભરેલું રહેશે. પરિણામે તમે અનાવશ્યક વસ્તુઓ ખાતા અટકી જશો. જેના કારણે વજન પણ કંટ્રોલમાં રહેશે. તેથી જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેમણે દહીં અને ચણા સવારે ખાવા. 


આ પણ વાંચો: Vata Dosha: વાત દોષ અસંતુલિત હોય તો શરીરમાં આપે છે સંકેત, વારંવાર થાય આ 6 બીમારી


એનર્જી જળવાઈ રહેશે 


ઘણા લોકો એવા હોય છે જેમને સવારમાં પણ થાક અને આળસનો અનુભવ થાય છે જો તમારી હાલત પણ આવી રહેતી હોય તો સવારે નાસ્તામાં ચણા અને દહીં ખાવાની શરૂઆત કરી દો. બાફેલા ચણા અને દહીં ખાવાથી શરીરને દિવસભરના કાર્યો કરવા માટે જરૂરી ઉર્જા મળી જાય છે. જેના કારણે શરીરને સક્રિય રાખવામાં મદદ મળે છે. સવારે દહીં અને ચણા ખાઈ લેવાથી કલાકો સુધી ભૂખ નહીં લાગે અને તમે તમારું કામ સમયસર પુરું પણ કરી શકશો. 


આ પણ વાંચો: રાત્રે સુતા પહેલા પીવું 1 ગ્લાસ હુંફાળુ પાણી, આ 4 ફાયદા જાણશો તો આજથી જ કરી દેશો શરુ


હાડકા મજબૂત થશે 


કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર દહીં જો ચણા સાથે ખાવામાં આવે તો હાડકા અને સ્નાયુઓ મજબૂત થાય છે અને તેના વિકાસમાં પણ સહાયતા મળે છે. જે લોકોના હાડકા નબળા હોય કે હાડકા સંબંધિત સમસ્યા હોય તેમણે સવારે દહીં અને ચણા ખાવા જ જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)