HEALTHY EATING: મોડી રાત સુધી જાગો અને ભૂખ લાગે તો ફિકર નોટ...આ નાસ્તો તમને નડશે નહીં
ઘણાં લોકો મોડી રાત સુધી જાગવાના શોખીન હોય છે. તો ઘણાં લોકો રાત્રે જાગીને વર્ક ફ્રોમ કરતા હોય છે. અને જો તમને ભૂખ લાગે તો સવાલ એ થાય કે ખાવું શું? કારણ કે રાત્રે જમવાનું તમારી હેલ્થ માટે જરા પણ સારુ નથી ગણાતુ. પણ આજે અમે તમને જણાવીશું કે કેટલાક એવા હેલ્ધી ફૂડ હોય છે જે તમે મોડી રાત્રે પણ ખાઈ શકો છો. કોઈપણ પ્રકારના શારીરિક નુકસાન વગર.
ઝી બ્યૂરો, અમદાવાદઃ હેલ્ધી ડિનર કર્યા છતાં પણ ક્યારેક લેટ નાઈટ મુવી જોતા કે કામ કરતાં કકડીને ભૂખ લાગતી હોય છે. ઘણાં લોકો લાગેલી ભૂખને શાંત કરવા હાથમાં જે આવે તે ખાઈ લે છે. તળેલુ હોય કે ફૂડ પેકેટ ખાવામાં જરા પણ પાછું ફરીને જોતા નથી. અને પછી ફરિયાદ ઉભી થાય કે શરીરનું વજન વધી ગયું પણ જો તમારે આ આઠ નાસ્તા બનાવશો તો ગેરન્ટી છે તમારા શરીરનું વજન પણ નહીં વધે અને પેટ પણ ભરાઈ જશે.
છોલે(કાબુલી ચણા)ની ચટણી
પાણીમાં પલાળેલા કે બાફેલા કાબુલી ચણાને મિક્સરમાં પેસ્ટ કરી બનાવાતી ચટણી સારામાં સારો પ્રોટિનનો સ્ત્રોત છે. લેટ નાઈટ માટે આ એક પ્રકારનું હેલ્ધી ફૂડ મનાય છે. જે ના માત્ર બ્લડ શુગરને કંટ્રોલ કરે છે પણ સાથે જ પેટને પણ ઘણાં સમય સુધી ભરેલું રાખે છે.
ગ્રીન સોયાબીનના બાફેલા દાણા
સોયાબીનના બીમાં ભરપૂર પ્રોટિન હોય છે. સાથે જ હાઈ કેલરીથી ઓછું નથી હોતું. એક કપ સોયાબીનના બીને ઉકાળીને તેમાં મીઠું, લાલ મરચું. શીમલા મરતી અને શેકેલું જીરુ નાખીને સ્વાદિષ્ટ સલાડ બનાવીને ખાઈ શકો છો.
સાદા પોપકોર્ન (ધાણી)
લેટ નાઈટ સુધી મુવી જોનારા માટે જો સૌથી પસંદગીનું કોઈ ખાવાનું હોય તો તે છે પોપકોર્ન એટલે કે ધાણી, તેલ વગરના બનાવેલા 3 કપ પોપકોર્ન મિડ નાઈટ સ્નેકનો સૌથી સારો વિકલ્પ છે. પોપકોર્નમાં સૌથી ઓછી કેલર અને ઘણું બધુ ફાઈબર હોય છે જે તમારા પેટને આરામથી ભરી દે છે. પણ ધ્યાન રાખજો કે આ પોપકોર્નમાં તેલ કે બટર નાખવાનું નથી. એમ જ મીઠું નાખીને બનાવવાનું છે.
પિસ્તા
હેલ્ધી ફેટ સિવાય પિસ્તામાં પ્રોટીન, ફાઈબર અને મેલાટોનિન હોય છે. એક મુઠ્ઠી પિસ્તામાં 6.5 મિલીગ્રામ મેલાટોનિન હોય છે. તેના ખાવાથી ઉંઘ તો સારી આવે જ છે પણ સાથે પેટ પણ ભરાયલું રહે છે.
ડ્રાય ફ્રૂટ
જો તમને ચટપટુ ખાધા વગર ચાલતુ હોય તો ઘરમાં પડેલા ડ્રાયફ્રૂટ જ લઈ શકાય છે. એક મૂઠ્ઠી એટલે કે 10થી 12 જેટલી બદામ, મગફળી, કાજુ અથવા અખરોટને ભૂખ લાગવા પર ખાઈ લેવાથી તે બેસ્ટ સ્નેક્સની કમી પૂરી કરે છે. આ ડ્રાય ફ્રૂટમાં ફેટ્સ, પ્રોટીન અને ફાઈબર બોય છે જેને ખાધા પછી ભૂખ નહીં લાગે.
લો ફેટ દૂધ
દૂધમાં ટ્રિપ્ટોફેન નામનું અમીનો એસિડ હોય છે. જે મેલાટોનિન અને સેરોટોનિન હોર્મોન બનાવે છે. આ હોર્મોન તણાવને ઓછુ કરે છે અને ઉંઘ પણ સારી આપે છે. દૂધમાં ભરપૂર પ્રોટીન હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે આ એક સ્વાસ્થ્યવર્ધક ઉપાય છે.
પીન અટ બટરની સાથે સફરજન
અડધી રાત્રે ભૂખ લાગે તો પીનઅટ બટર સારો ઉપાય છે. વિદેશમાં પીનઅટ બટર બધાની પ્રથમ પસંદ છે. તેમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય છે જે પેટ ભરેલુ રાખે છે. એક્સપર્ટસનું કહેવુ છે કે પીનઅટ બટરની સાથે હંમેશા સફરજન અથવા કેળા જેવા કાર્બન લેવા ફાયદાકારક હોય છે.
હર્બલ ટી
સૂતા પહેલા જો તમને ભૂખ લાગે છે તો હર્બલ ચા જ પીવી. હર્બલ ચામાં મધ, તજ જેવા ફ્લેવર પણ આવે છે જેનાથી લોકોને જલ્દી ઉંઘ આવે છે અને ઉંઘ ના આવવાની સમસ્યા છે તેવા લોકોને હર્બલ ચાથી ઘણો જ આરામ મળે છે.