Heart Attack: ફક્ત હાર્ટ એટેક આવે ત્યારે જ નહીં છાતીમાં દુખાવો આ સ્વાસ્થ્ય સમસ્યામાં પણ અનુભવાય છે
Heart Attack: ઘણી વખત છાતીમાં થતો દુખાવો મામુલી કારણોસર પણ હોઈ શકે છે. તેથી એ જાણવું જરૂરી છે કે છાતીમાં દુખાવો હાર્ટ એટેકના કારણે છે કે નહીં. આ વાત જાણી લેવામાં આવે તો સમયસર યોગ્ય સારવાર આપીને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.
Heart Attack: હાર્ટ એટેકના કેસ દિવસેને દિવસે વધતા જાય છે. હાર્ટ એટેકમાં છાતીમાં તીવ્ર દુખાવો થાય છે. હાર્ટ એટેકનું આ સૌથી સામાન્ય લક્ષણ છે. તેથી જરા પણ છાતીમાં દુખાવો થાય તો લોકોને ચિંતા થવા લાગે છે. પરંતુ હાર્ટ અટેક આવે ત્યારે ફક્ત છાતીમાં દુખાવો થાય એવું નથી. હાર્ટ એટેક સિવાય પણ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં છાતીમાં દુખાવો થાય છે.
ઘણી વખત છાતીમાં થતો દુખાવો મામુલી કારણોસર પણ હોઈ શકે છે. તેથી એ જાણવું જરૂરી છે કે છાતીમાં દુખાવો હાર્ટ એટેકના કારણે છે કે નહીં. આ વાત જાણી લેવામાં આવે તો સમયસર યોગ્ય સારવાર આપીને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.
હાર્ટ એટેક આવે ત્યારે શરીરમાં શું થાય ?
આ પણ વાંચો: સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો સવારે ખાલી પેટ ન પીવા આ 5 અનહેલ્ધી ડ્રિંક્સ
જ્યારે હાર્ટ અટેક આવે ત્યારે વ્યક્તિને છાતીમાં દબાણ, જકડન કે દુખાવો પાંચ મિનિટથી વધારે સમય માટે રહે છે. હાર્ટ એટેક દરમિયાન શરીરના ડાબા હાથ, ખભા અને જબડા તેમજ પીઠમાં પણ દુખાવો થાય છે. હાર્ટ એટેકમાં શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે અને પરસેવો થાય છે. આ સિવાય ઘણી વખત ઊલટી અને ચક્કર પણ અનુભવાય છે.
છાતીમાં દુખાવાના અન્ય કારણ
આ પણ વાંચો: Liver Damage: લીવર ફેલ થતા પહેલા શરીરમાં દેખાય છે આ 5 લક્ષણો, ક્યારેય ન કરવા ઈગ્નોર
- એસીડીટીના કારણે પણ છાતીમાં દુખાવો અને બળતરા થઈ શકે છે. ઘણી વખત વધારે ભોજન કે મસાલેદાર ભોજન કર્યા પછી પણ આવો અનુભવ થાય છે.
- પેટમાં ગેસના કારણે પણ છાતીમાં દુખાવો થાય છે. અપચો, કબજિયાત અને કેટલાક ખાદ્ય પદાર્થોનું સેવન ગેસનું કારણ બની શકે છે.
- અપચો થયો હોય તો પણ પેટમાં કે છાતીમાં દુખાવો થઈ શકે છે. વધારે પડતો મસાલેદાર કે ભારે ખોરાક લેવાથી અપચો થઈ શકે છે.
આ પણ વાંચો: હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવું હોય તો ભોજનમાં હોવા જોઈએ આ 5 વિટામિન
- છાતીના સ્નાયુમાં દુખાવાનો અનુભવ થાય તો તે કોઈ વ્યાયામ કરવાના કારણે કે ભારે વસ્તુ ઉઠાવ્યા પછી પણ થઈ શકે છે.
- કોઈ વાતને લઈને અચાનક ગભરામણ થવા લાગે કે કોઈ ચિંતા સતાવતી હોય ત્યારે પણ છાતીમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ અને ધબકારા વધી જવા જેવી શારીરિક સમસ્યા થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)