Roasted Chana Benefits For Heart: શું તમને પણ સતાવી રહ્યો છે હાર્ટ અટેકનો ડર? શું તમે રેગ્યુલર સ્ટ્રેસ લઈને કરી રહ્યાં છો કામ? તો ગભરાવવાની જરૂર નથી. પણ તમારી લાઈફ સ્ટાઈલમાં કરો સામાન્ય ફેરફાર. આજથી જ તમારા નિયમિત રૂટિનમાં સામેલ કરો આ વસ્તુનું સેવન. અમે વાત કરી રહ્યાં છીએ શેકેલા ચણાની. ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લોકો ચણાને પલાળીને તેને અંકુરના રૂપમાં અને બીજી ઘણી રીતે ખાય છે. આપણાં વડવાઓ વર્ષોથી ગોળને ચણા ખાતા આવ્યાં છે. જેને કારણે તે સમયે હાર્ટ અટેકના બનાવો જવલ્લે જ બનતા હતાં. આયુર્વેદમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને મોટા મોટા ડોક્ટર્સ પણ આને ફોલો કરતા હોય છે.  એવું કહેવાય છે કે ઘોડો ચણા ખાય છે, તેથી તેની શક્તિ ઘણી હોય છે અને તે સતત દોડતો રહે છે. એવી જ રીતે જો તમે નિયમિતપણે શેકેલા ચણા ખાઓ તો તમારી ઈમ્યુનિટિમાં પણ વધારો થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેકેલા ચણા ખાવાના ફાયદાઃ


શરીર માટે રામબાણ છે શેકેલા ચણાઃ
શેકેલા ચણા શરીર માટે રામબાણ છે. શેકેલા ચણા ખાવાથી ઈમ્યુનિટીમાં વધારો થાય છે. તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. 


હાર્ટ અટેકથી બચાવે છે શેકેલા ચણાઃ
આરોગ્ય નિષ્ણાતનું કહેવું છેકે, 
રોજ શેકેલા ચણા ખાવાથી વજન ઝડપથી ઘટે છે. આ સાથે હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. વાસ્તવમાં, શેકેલા ચણામાં પ્રોટીન, ફાઇબર, મેંગેનીઝ, કેલ્શિયમ, આયર્ન, ફોલેટ, ફોસ્ફરસ, ફેટી એસિડ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. આ તમામ જરૂરી પોષક તત્વો શરીર માટે જરૂરી છે. આવો જાણીએ તેના અનેક ફાયદાઓ વિશે...


વજન ઘટાડવું-
શેકેલા ચણા વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ તેને વજન ઘટાડવાના આહારમાં સામેલ કરવાની ભલામણ કરે છે. શેકેલા ચણા ખાવાથી તમે લાંબા સમય સુધી ભૂખને કાબૂમાં રાખી શકો છો. તેનાથી વારંવાર ખાવાની આદત છોડવામાં મદદ મળે છે અને વજન ઓછું થવા લાગે છે. આ સાથે શેકેલા ચણા પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે.


બ્લડ પ્રેશર-
ચણામાં ચરબી અને કેલરીની માત્રા ખૂબ ઓછી હોય છે. આ સાથે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર હોય છે. શેકેલા ચણામાં કોપર, મેંગેનીઝ અને મેગ્નેશિયમ પણ પૂરતી માત્રામાં હોય છે. તેનાથી રક્તવાહિનીઓ હળવી રહે છે. જેના કારણે વ્યક્તિનું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.


હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે-
જો તમે તમારા હૃદયને તમામ રોગોથી બચાવવા માંગતા હોવ તો રોજ શેકેલા ચણા ખાઓ. આ ખાવાથી તમારું હૃદય સારી રીતે કાર્ય કરી શકશે. શેકેલા ચણામાં જોવા મળતા મેંગેનીઝ, ફોસ્ફરસ, ફોલેટ અને કોપર રક્ત પરિભ્રમણને જાળવી રાખે છે. જેના કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)