Heatwave: અમદાવાદની ગરમીમાં બેદરકારી શાહરુખ ખાનને પણ ભારે પડી, હીટવેવમાં તમે ન કરતા આવી ભુલ
Heatwave: હીટસ્ટ્રોકના કારણે શાહરુખ ખાનને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. જો કે તેની તબિયત સુધારા પર હોવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પરંતુ હાલની જે ગરમી છે તેમાં 50 વર્ષથી વધુની વયના લોકોને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
Heatwave: બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનને અમદાવાદની ગરમી ભારે પડી ગઈ હતી. હીટસ્ટ્રોકના કારણે શાહરુખ ખાનને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. જો કે તેની તબિયત સુધારા પર હોવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પરંતુ હાલની જે ગરમી છે તેમાં 50 વર્ષથી વધુની વયના લોકોને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ગરમીમાં તાપમાન વધી જવાથી હિહાઈડ્રેશન થઈ શકે છે. હીટવેવમાં ડિહાઈડ્રેશનથી બચવું હોય તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું.
આ પણ વાંચો: ભીષણ ગરમીમાં શરીરને ઠંડક આપે છે ચોખાનું પાણી, જાણો કઈ રીતે બનાવવું અને તેના લાભ વિશે
તો ચાલો તમને પણ જણાવીએ કે 50 વર્ષથી વધુની વયના લોકોએ તીવ્ર ગરમીમાં પોતાના સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખવું. હીટ સ્ટ્રોક એક ગંભીર સ્થિતિ છે જે ત્યારે સર્જાય છે જ્યારે શરીર વધારે ગરમ થઈ જાય છે. અને ઠંડુ થઈ શકતું નથી. તેના કારણે ડિહાઈડ્રેશન થઈ શકે છે. જેમાં શરીર જેટલા તરલ પદાર્થ લે છે તે ગુમાવે છે. 50 થી વધુ ઉંમરના લોકોમાં આ સ્થિતિ વધારે ખતરનાક સાબિત થાય છે.
આ પણ વાંચો: Health Tips: આઈસક્રીમ ખાધા પછી આ 5 માંથી કોઈ 1 વસ્તુ પણ ખાધી તો મર્યા સમજજો
ભારતીય હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના રાજ્યોમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ વાતાવરણમાં હીટ સ્ટ્રોકના લક્ષણોને સમજી અને જરૂરી પગલા લેવા જોઈએ. હીટસ્ટ્રોકના લક્ષણોની વાત કરીએ તો શરીરનું તાપમાન વધી જવું, માનસિક સ્થિતિ બદલવી, ગભરામણ થવી, શ્વાસની ગતિ વધી જવી.
ડિહાઈડ્રેશનથી બચવા શું કરવું ?
આ પણ વાંચો: Chia Seeds: આ 3 તકલીફ હોય તો ભુલથી પણ ન ખાવા ચિયા સીડ્સ, હાલત બગડતા વાર નહીં લાગે
- રોજ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પીવું જ જોઈએ. દિવસ દરમિયાન તેનું પ્રમાણ વધારવું.
- તરસ લાગે ત્યાં સુધી રાહ ન જોવી. દિવસમાં થોડા થોડા કલાકે પાણી પીતા રહેવું.
- એક ગ્લાસ પાણીમાં મીઠું, ખાંડ અને લીંબુ મિક્સ કરી પીવું.
- દિવસ દરમિયાન તરલ પદાર્થો વધારે લેવા.
- ગરમીમાં દારુ અને કેફીનયુક્ત વસ્તુઓ પીવાનું ટાળો.
- દિવસ દરમિયાન ફળનું સેવન કરતા રહેવું.
- ઉનાળામાં ડાયટમાં તરબૂચ, કાકડી, સંતરા જેવા ફળનું સેવન વધારે કરવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)