Health Tips: આઈસક્રીમ ખાધા પછી આ 5 માંથી કોઈ 1 વસ્તુ પણ ખાધી તો મર્યા સમજજો, હોસ્પિટલના ધક્કા શરુ થઈ જાશે

Health Tips: ઉનાળામાં આઈસ્ક્રીમ કોને ન ખાવું હોય ? ઉનાળા દરમિયાન દરેક ઘરમાં આઇસ્ક્રીમનો વપરાશ વધી જાય છે. આ સિઝન દરમિયાન આઈસ્ક્રીમ ખાવામાં કોઈ નુકસાન નથી પરંતુ તેમ છતાં ઘણા લોકોને આઈસક્રીમ સદતું નથી. તેનું એક કારણ એ પણ હોય છે કે તેઓ આઈસ્ક્રીમ ખાધા પછી તુરંત કેટલીક અન્ય વસ્તુઓ ખાતા હોય છે. એવી પાંચ વસ્તુઓ છે જે આઈસ્ક્રીમ ખાધા પછી તુરંત ખાસો તો તે તબિયત બગડવાનું કારણ બની શકે છે. 

ચા કે કોફી 

1/6
image

આઇસ્ક્રીમ ખાધા પછી તુરંત જ જો તમે ચા કે કોફી જેવા કેફીનવાળા પીણા પીવો છો તો તમારી તબિયત બગડી શકે છે. આવી વસ્તુઓ પીવાથી ગળામાં દુખાવો ઉધરસ કે પેટમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. કારણ કે ઠંડુ આઈસ્ક્રીમ ખાધા પછી ગરમ વસ્તુ પીવામાં આવે તો પેટનું તાપમાન તુરંત બદલી જાય છે જે પાચનતંત્ર માટે સારું નથી 

ખાટા ફળ 

2/6
image

આઇસ્ક્રીમ ખાધા પછી ખાટા ફળ ખાવાની ભૂલ પણ ન કરવી. આ બાબતે ખાસ સજાગ રહેવું. જો આઈસ્ક્રીમ ખાધા પછી તમે ખાટા ફળ ખાવ છો તો ગેસ અને અપચો થઈ શકે છે. સાથે જ પાચન ક્રિયાને પણ અસર થાય છે. 

ઠંડુ પાણી 

3/6
image

આઇસ્ક્રીમ ખાધા પછી ઘણા લોકોને પાણી પીવાની આદત હોય છે જો તમને પણ આ આદત હોય તો તુરંત જ છોડી દેજો. આઇસ્ક્રીમ ખાધા પછી ઠંડુ પાણી પીવાથી ગેસ, એસીડીટી અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે અને પાચન પણ સ્લો થઈ જાય છે. 

તીખી વસ્તુઓ 

4/6
image

ઠંડુ અને મીઠું આઈસ્ક્રીમ ખાધા પછી ચટપટું અને સ્પાઈસી ખાવાનું મન થાય તો કંટ્રોલ કરી લેજો. આઈસ્ક્રીમ પછી આવી વસ્તુઓ ખાવાથી જાડા પેટમાં બળતરા કે અપચો થઈ શકે છે. સ્પાઈસી ફૂડમાં કેપ્સાઈસીન હોય છે જે ડેરી પ્રોડક્ટ સાથે મળીને રિએક્શન કરી શકે છે. 

આલ્કોહોલ 

5/6
image

આઇસ્ક્રીમ ખાધા પછી તુરંત દારૂ પણ પીવો નહીં. દારૂ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક વસ્તુ જ છે. નોર્મલી પણ તેનું સેવન કરવું જોઈએ નહીં. પરંતુ આઈસ્ક્રીમ ખાધા પછી આલ્કોહોલ પેટમાં ગડબડ કરી શકે છે અને તેના કારણે જાડા ઉલટી પણ થઈ શકે છે.

6/6
image