મીઠું જ નહીં!.. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આ પાંચ વસ્તુ ખાવાનું પણ ટાળવું જોઈએ
આજકાલની જીવનશૈલીને જોતા હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય વાત બની ચુકી છે. વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને ઓછી શારીરિક કસરતને કારણે બ્લડ પ્રેશર દરેક ઉંમરના વ્યક્તિમાં જોવા મળી રહ્યું છે.
નવી દિલ્હીઃ હાઈ બ્લડપ્રેશર એક એવી બિમારી છે જે જીવનશૈલી પર અસર કરે છે. ખાવા-પીવાની રીત અને કસરતથી દૂર ન કરી શકાય પરંતું તેને કાબૂમાં રાખી શકાય છે. જો તમે ખોરાકમાં ગળ્યું, વધારે ફેટવાળું ચીઝ અને ચટપટી વાનગીઓ વધારે ખાઓ તો તમારું બ્લડ પ્રેશર ઊંચુ રહે તેની શક્યતા વધી જાય છે. આ બધી વાનગીઓને તમારા રૂટીન ડાયટમાંથી દૂર કરશો તો તમારું બ્લડ પ્રેશર કાબૂમાં રાખી શકો છે. તમારા રૂટીનમાં ફળ, શાકભાજી, કઠોળ અને પ્રોટીનયુક્ત ખોરાકમાં ફેટ ઓછું હોય તેનું સેવન કરવું જોઈએ.
લોહીના ઊંચા દબાણથી હ્રદયરોગનો ખતરો
ભારતમાં વસ્તીના 34 ટકા શહેરી વિસ્તારમાં રહેતા લોકો હાઈ બ્લડપ્રેશરથી પીડાતા હોય છે જેને હાઈપરટેન્શન અથવા લોહીનું ઊંચુ દબાણ થવું પણ કહે છે. જો તમે બ્લડ પ્રેશરને સમય રહેતા કાબૂમાં નહીં રાખો તો તમને હ્રદય સંબંધી બિમારીઓ જેવી કે હાર્ટ અટેક અને સ્ટ્રોક થવાની શક્યતા ઘણી વધી જાય છે.
હાઈ બ્લડપ્રેશરથી પીડાતા લોકોએ આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડશે
આ પણ વાંચોઃ કેમ સતત વધી રહ્યાં છે મોં ના કેન્સરના કેસો? જાણો શું હોય છે કેન્સરના પ્રાથમિક લક્ષણો
મીઠું અને વધારે સોડિયમ વાળા ખાદ્યપ્રદાર્થો હાનિકારક
હાઈ બ્લડપ્રેશર વધવા માટે અને હ્રદયરોગના ખતરા માટે સોડિયમ જવાબદાર હોય છે. સફેદ મીઠું જેનો આપણે રોજિંદા ભોજનમાં ઉપયોગમાં લઈએ છીએ તેમાં 40 ટકા સોડિયમ હોય છે. જો ભોજનમાં મીઠું અને સોડિયમની માત્રા વધારે હોય તો દર્દીઓએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ. વેફર્સ, પીઝા, સેન્ડવીચ, બ્રેડ અને રોલ્સ, પ્રોસેસ અને ફ્રોજન ફૂડથી દૂરી રાખવી પડશે.
ચીઝને પણ કહો ના
ચીઝ ભલે દૂધમાંથી બનતું હોય અને તેમાં પ્રોટીન અને કેલ્શિયમ પણ હોય પરંતું સાથે સાથે સોડિયમની માત્રા પણ ઘણી હોય છે. ચીઝની બે સ્લાઈસમાં 512 મિલિગ્રામ સુધી સોડિયમ હોય છે. જેથી ચીઝ ખાવાથી બ્લડપ્રેશરની સાથે કોલેસ્ટ્રોલ પણ વધી જાય છે.
હાઈ બીપીના દર્દી અથાણાથી રહે દૂર
કોઈ પણ ખાદ્ય પ્રદાર્થને લાંબા સમય સુધી સંગ્રહ કરવાનું હોય તો તેના માટે વધુ માત્રામાં મીઠાનો ઉપયોગ કરાય છે. અથાણું બનાવવા ઉપયોગમા લેવાયેલી શાકભાજીમાં વધુ સમય સુધી મસાલો રહે છે જેના કારણે સોડિયમની માત્રા વધી જાય છે.
આ પણ વાંચોઃ રાત્રે સૂતા પહેલા ક્યારેય ન પીવું પાણી, વધે છે ગંભીર બીમારી થવાનું જોખમ
ખાંડ પણ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી
મીઠું જ નહીં પરંતું ખાંડ પણ તમારા શરીરમાં બ્લડપ્રેશર વધારી શકે છે.રિસર્ચ અનુસાર વધુ પ્રમાણમાં ખાંડના કારણે વજન તો વધે છે પરંતું તેની સાથે હાઈ બ્લડપ્રેશરનું જોખમ ઘણુ વધી જાય છે. અમેરિકન હેલ્થ એસોસિયેશનના સૂચન મુજબ મહિલાઓએ દરરોજનું 25 ગ્રામ તો પુરૂષોએ 36 ગ્રામથી વધારે માત્રામાં ખાંડનું સેવન ન કરવું જોઈએ.
દારૂના વ્યસનીઓને જીવનું જોખમ
દારૂનું સેવન કરવું આમ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને જો વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરાય તો બ્લડપ્રેશર વધી શકે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દી જે દારૂનું સેવન કરતા હોય તેમના પર બ્લડપ્રેશરની દવા પણ કઈ અસર કરતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube