Oral Canser: કેમ સતત વધી રહ્યાં છે મોં ના કેન્સરના કેસો? જાણો શું હોય છે કેન્સરના પ્રાથમિક લક્ષણો
Oral Canser: કેન્સરને ડિટેક્ટ કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે જો તમને ક્યારેય તમારા શરીરમાં કંઈપણ અસામાન્ય જણાય, તો બિલકુલ વિલંબ ના કરો અને તરત જ ડૉક્ટર પાસે જાઓ અને ચેકઅપ કરાવો. કારણ કે આમ કરવાથી તમે મોટા જોખમથી બચી શકશો અને સમયસર સારવાર મેળવી શકશો.
Trending Photos
Oral Canser: ઓરલ કેન્સરના કેસિસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. ધૂમ્રપાન અને દારૂના સેવનના કારણે કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓરલ કેન્સરના લક્ષણો બદલાયા છે. આ હવે કેન્સર છે, જે કોઈને પણ અસર કરી શકે છે. મોઢાનું કેન્સર વ્યક્તિના જીવન પર ખરાબ અસર કરી શકે છે. તે વ્યક્તિની બોલવાની રીતમાં બદલાવ લાવી શકે છે. ખાવા-પીવાનું મુશ્કેલ બનાવી શકે છે અથવા વ્યક્તિના શારીરિક દેખાવને પણ બગાડી શકે છે.
કેવી રીતે કેન્સરને ડિટેક્ટ કરશો?
કેન્સરને ડિટેક્ટ કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે જો તમને ક્યારેય તમારા શરીરમાં કંઈપણ અસામાન્ય જણાય, તો બિલકુલ વિલંબ ના કરો અને તરત જ ડૉક્ટર પાસે જાઓ અને ચેકઅપ કરાવો. કારણ કે આમ કરવાથી તમે મોટા જોખમથી બચી શકશો અને સમયસર સારવાર મેળવી શકશો.
નેશનલ હેલ્થ સર્વિસ (NHS) અનુસાર, મોઢાનું કેન્સર ત્યારે થાય છે જ્યારે જીભ પર, ગાલ, હોઠ અથવા પેઢાની અંદર ગાંઠો થાય છે. કેટલીક વાર તે નાના ગઠ્ઠામાં જોવા મળે છે. ઓરલ કેન્સરને ઓળખવા માટે, તમારે તમારા મોંઢામાં શરૂ થતાં કેટલાક લક્ષણો પર ધ્યાન આપવું પડશે, જેમ કે-
1. મોઢામાં ખુબ જ પીડદાયાક ચાંદા જે લાંબા સમય પછી પણ મટતા નથી.
2. મોઢા અથવા ગળાના ભાગમાં ગાંઠો થવી
3. ઢીલ દાંત કાઢ્યા પછી ઘા ના મટવો
4. હોઠ અથવા જીભમાં નંબનેસ
5. મોઢા અથવા જીભ પર સફેદ સ્પોટ્સ અથવા લાલ સ્પોટ્સ જોવા મળતા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે