World Aids Day 2023: એડ્સ એક ગંભીર બીમારી છે જે જીવલેણ સાબિત થઈ શકે છે. આ બીમારીને લઈને લોકોમાં ઘણી ગેરસમજ અને સંકોચ હોય છે જેના કારણે લોકોને ગંભીર પરિણામ પણ ભોગવવા પડે છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસ મનાવવામાં આવે છે. જેથી એચઆઇવીનું સંક્રમણ ફેલાતું અટકે અને એડ્સ મહામારી વિશે લોકો વચ્ચે જાગૃતિ લાવી શકાય. જોકે મોટાભાગના લોકો એચઆઇવી અને એડ્સ વચ્ચે શું અંતર છે તે પણ જાણતા નથી તેના કારણે તેઓ સારવારમાં પણ વિલંબ કરે છે અને તેના કારણે જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે. વિશ્વ એડ્સ દિવસના દિવસે આજે તમને જણાવીએ કે એચઆઇવી અને એડ્સ વચ્ચે અંતર શું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Health Tips:ઘી, ગોળ અને રોટલી ખાવાથી થતા ફાયદા જાણી તમે પણ અપનાવશો નાનપણની આ આદત


શું છે એચઆઇવી?


એચઆઇવી એક વાયરસ છે. એચઆઇવી વાયરસ શરીરની ઇમ્યુન સિસ્ટમના સેલ્સને સંક્રમિત કરી અને નષ્ટ કરે છે જેના કારણે અન્ય બીમારીઓ સામે લડવાનું મુશ્કેલ થઈ જાય છે. એચઆઇવી શરીરની ઇમ્યુનિટીને નષ્ટ કરી દે છે અથવા તો નબળી પાડે છે અને તે એડ્સ થવાનું કારણ બને છે.


શું છે એડ્સ ?


એડ્સ એચઆઈવી સંક્રમણના કારણે થતી બીમારી છે. જે આ સંક્રમણનું અંતિમ અને સૌથી ગંભીર સ્ટેજ છે. એડ્સથી પીડિત લોકોમાં વાઈટ બ્લડ સેલની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે અને તેમની ઈમ્યુમ સિસ્ટમ પણ ગંભીર રીતે ડેમેજ થઈ જાય છે. 


આ પણ વાંચો: પેટની ચરબી ઘટાડવામાં ગરમ પાણી કરતાં વધારે અસર કરશે આ 3 ડ્રિંક્સ, ઝડપથી ઉતરશે વજન


એચઆઇવી અને એઇડ્સ વચ્ચે અંતર


રિસર્ચ અનુસાર એચઆઈવી અને એઇડ્સ વચ્ચે સૌથી મોટું અંતર એ છે કે એચઆઇવી એક વાઇરસ છે જે રોગપ્રતિકારક શક્તિને નબળી કરે છે અને એડ્સ એક એવી સ્થિતિ અથવા તો બીમારી છે જે એચઆઇવી સંક્રમણના કારણે થાય છે કારણ કે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે. જો કોઈ વ્યક્તિ એચઆઇવીથી સંક્રમિત નથી તો તે એડ્સથી પીડિત પણ ન હોઈ શકે. જો કે એ વાત પણ સાચી છે કે એચઆઇવીથી પીડિત દરેક વ્યક્તિને એડ્સ પણ થતું નથી. પરંતુ જો એચઆઈવીની સારવાર કરવામાં ન આવે તો તે એડ્સનું કારણ બની શકે છે.


એચઆઈવી કોને થઈ શકે ? 


લોકોમાં એવી માન્યતા પણ હોય છે કે એચઆઇવી ફક્ત કેટલાક લોકોને જ સંક્રમિત કરી શકે છે જો કે આવા જ સંપૂર્ણપણે સાચી નથી. વાયરસના સંપર્કમાં આવવાથી કોઈ પણ વ્યક્તિને એચઆઇવી થઈ શકે છે. પરંતુ યૌનકર્મી, સમલૈંગિક અથવા તો દ્વિલૈંગિક, આફ્રિકન અને હિસ્પેનિક લોકો આ વાયરસથી ઝડપથી સંક્રમિત થાય તે શક્યતા વધારે હોય છે.


આ પણ વાંચો: ઘરના ઘી સાથે ખજૂર ખાવાની આવી ગઈ સીઝન, જાણો દિવસમાં ક્યારે અને કેટલી ખજૂર ખાવી


એચઆઇવીના લક્ષણ


જરૂરી નથી કે દરેક વ્યક્તિમાં એચઆઇવીના લક્ષણ જોવા મળે કેટલાક લોકોને કોઈ પણ પ્રકારના લક્ષણ જોવા મળતા નથી તેમ છતાં તેઓ એચઆઇવીથી સંક્રમિત હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિને નીચે દર્શાવ્યા અનુસારના લક્ષણ જણાય તો તેણે એચઆઇવી ટેસ્ટ જરૂરથી કરાવો જોઈએ અને સાથે જ રિપોર્ટ પોઝિટિવ આવે તો સારવાર પણ શરૂ કરી દેવી જોઈએ જેથી એચઆઇવી એડ્સ સુધી ન પહોંચે.


ત્વચા પર રેશિસ
તાવ
થાક લાગવો
ઠંડી લાગવી
મોંમાં ચાંદા
ગળું ખરાબ થવું
સ્નાયૂમાં દુખાવો
રાત્રે પરસેવો થવો
લિંફ નોડ્સમાં સોજા


આ પણ વાંચો: Cabbage Worm: આ વાત જાણી તમે મંચુરિયન, મોમોઝ અને નુડલ્સ ઝાપટતાં પહેલા સો વખત વિચારશો


કેવી રીતે ફેલાય છે એચઆઈવી?


આ વાયરસ સંક્રમિત વ્યક્તિના રક્ત, વીર્ય, યોનીના તરલ પદાર્થ, સ્તનના દૂધ, મળાશયના તરલ પદાર્થના માધ્યમથી ફેલાઈ શકે છે. આ વાયરસ મોં, એનસ, પેનિસ, યોનિ અથવા તો ત્વચા પર થયેલી ઈજાના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરી શકે છે. એચઆઈવી થૂંકના માધ્યમથી ફેલાતું નથી એટલે કે કિસ કરવાથી આ સંક્રમણ થતું નથી. એચઆઈવી અસુરક્ષિત યૌન સંબંધ, સંક્રમિત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલી સોય વડે સૌથી વધુ ફેલાય છે.