Monsoon Special: વરસાદની ઋતુ શરુ થતાંની સાથે જ શરદી, ઉધરસ જેવી બીમારી પણ વધી જાય છે. વરસાદમાં ઘણી વખત ભીંજાય પણ જવાય છે જેના કારણે ઉધરસ થઈ જાય છે. એકવાર જો સુકી ઉધરસ થઈ જાય છે તો તેનાથી મુક્તિ મેળવવી સરળ હોતી નથી. ખાસ કરીને આ તકલીફ રાત્રે બહુ સતાવે છે. તેવામાં આજે તમને સુકી ઉધરસથી છુટકારો મેળવવાનો એક સરળ ઉપાય જણાવીએ. આ દવા તૈયાર કરવામાં 10 રૂપિયા જેટલો ખર્ચ થશે અને તેમાંથી એક મહિના સુધી વાપરી શકાય એટલી દવા બની શકે છે.  તો ચાલો તમને જણાવીએ સુકી ઉધરસ મટાડે તેવું ટોનિક ઘરે કેવી રીતે બનાવવું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 5 વસ્તુ ખાવાનુ કરો શરુ, થોડા જ દિવસોમાં નાની યાદ કરાવી દેતો ઘૂંટણનો દુખાવો થશે દુર


Heartburn: આ પોઝીશનમાં સુવાથી થાય છે એસિડ રિફ્લકસની તકલીફ, આ પડખે સુવાનું કરો શરુ


ફળને કાપી તેના પર મરી-મસાલા ભભરાવીને ખાવાથી જીભને ચટાકો લાગશે પણ થશે આ નુકસાન


સુકી ઉધરસની દવા માટેની સામગ્રી 


કાળા મરી - 10 દાણા
તુલસીના પાન - 15થી 20
પાણી - 6 કપ


સુકી ઉધરસની દવા કેવી રીતે બનાવવી.


સૌથી પહેલા એક તપેલીમાં પાણી લઈ તેમાં મરીનો પાવડર કરી ઉમેરો. હવે તેમાં તુલસીના પાન ઉમેરી તેને બરાબર ઉકાળો. આ પાણીને 30 મિનિટ બરાબર ઉકળા દો. ઉકળી જાય પછી તેને ગાળી અને હુંફાળુ ગરમ હોય ત્યારે જ તેનું સેવન કરો. આ રીતે નિયમિત તમે આ દવા બનાવી પીવાનું રાખશો તો થોડા જ દિવસોમાં સુકી ઉધરસ મટી જશે. 
 
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)