Machli Ka Kanta Nikalne ka Upay : સીફૂડમાં માછલી હેલ્ધી ફૂડ ગણાય છે. ડોક્ટર તેને ડાયટમાં રોજ સામેલ કરવાની સલાહ આપી છે. પરંતું માછલીનો કાંટો ખતરનાક હોય છે. જો તમે ભૂલથી તેને ગળી ગયા તો સીધા મોતને આમંત્રણ મળે છે. ગતરોજ સુરતમાં એક યુવકના ગળામાં માછલીનો કાંટો ફસાઈ જતા તે મોતને ભેટ્યો હતો. જો ગળામાં ફસાયેલા માછલીના કાંટાને સમયસર કાઢવામાં ન આવે તો તે ખાવાની નળીને ચીરી શકે છે. આવામાં જ માછલીનો કાંટો તમે ગળી જાઓ કે ફસાઈ જાય તો પહેલા શું કરવુ તે અમે તમને જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી પહેલા કરો આ કામ
માછલીનો કાંટો ગળામાં ફસાય તો તાત્કાલિક રાહત મેળવવાનો પ્રયાસ કરો. ગળામાં કાંટો ફસાઈ જાય તો તરત બાફેલા ચોખાનો એક ગોળો બનાવીને ખાઈ લો. બીજા ઉપાયમાં કેળું ખાવાથી પણ રાહત મળશે. કાંટો ફસાય તો કેળાનો મોટો ટુકડો ચાવ્યા વગર ખાઈ જાઓ, જેનાથી આરામ મળશે. જો તમારી પાસે કેળા અને બાફેલો ભાત નથી, તો તમે કોલા કોલા, પેપ્સી જેવા કાર્બોનેટેડ ડ્રિંક પીને પણ કાંટો કાઢી શકો છો. આ ઉપરાંત જોર જોરથી ખાંસી ખાઓ. બ્રેડ અથવા પીનટ બટરનો એક મોટો ટુકડો ખાઈ જાઓ. બ્રેડને થોડા સેકન્ડ પાણીમાં પલાળીને મોટો ટુકડો ખાઈ જાઓ. સોડા પાણી પાવીથી પણ માછલીનો કાંટો પેટમાં ઉતરી જશે. એક ચમચી ઓલિવ ઓઈલ પીવાથી પણ કાંટો નીચે ઉતરી જશે. સિરકાનું પાણી પણ કાંટો ઉતારવામાં મદદ કરે છે. જો આ રીતથી રાહત ન મળે તો તાત્કાલિક ડોક્ટરને બતાવો. 


સુરતમાં મિત્રો સાથે માછલી ખાઈ રહેલા યુવકના ગળામાં કાંટો ફસાઈ જતા મોત


માછલીનો કાંટો બહુ જ નાનો નાનો હોય છે. તેથી ગળામાં ફસાઈ જવા પર ઉધરસ આવવાની શરૂઆત થાય છે. આ ઉપરાંત ચાવવામાં દર્દ થવું, ગળાના નીચા ભાગમાં ભારે લાગવું, ગળેમાં દર્દ થવું, થૂંકમાં લોહી આવવું વગેરે લક્ષણો જોવા મળે છે. 


આ માછલીમાં હોય છે વધુ કાંટા
ક્રોકર (કોરા માછલી), ટર્બોટ (હલિબુટ), રોક ફિશ, પોલૈક, મૈક્રેરેલ (બાંગડા), ફ્લોનડર 


વિદેશોમાં એવી તો શું તકલીફ આવી કે પરત ફરી રહ્યાં છે ગુજરાતીઓ, સ્વદેશી બની રહ્યાં NRI


આ લોકોએ ખાસ ધ્યાન રાખવું
માછલીનો કાંટો ફસાય તો મુશ્કેલી થઈ શકે છે. પરંતું કેટલાક લોકોએ કાંટાવાળી માછલી ખાવાથી ટાળવુ જોઈએ. જેમાં નાના બાળકો, વૃદ્ધો, નકલી દાંત પહેરનારા લોકો, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના દર્દી, સેરેબ્રલ પાલ્સીના દર્દીઓને હંમેશા કાંટા વગરની માછલી ખાવી. તેમના ગળામાં માછલી ફસાવાની શક્યતા વધુ રહેલી છે. આ ઉપરાંત એકવારમાં મોટો ટુકડો ખાવા કરતા નાના ટુકડામાં માછલી ખાઓ. 


હવે વિદેશ જવા ગુજરાતીઓને ફાંફા પડશે, UK અને Canada એ નિયમોમાં કર્યા મોટા બદલાવ