Home Remedy For Constipation: કબજિયાતની સમસ્યા ખૂબ જ ગંભીર હોય છે. નિયમિત રીતે પેટ સાફ ન આવતું હોય તો તેને કબજિયાત કહે છે. જ્યારે પેટ સાફ આવતું નથી તો શરીરમાં ઘણી બધી બીમારીઓ થવા લાગે છે. કબજીયાતનું કારણ બહારનું ભોજન હોઈ શકે છે. કબજિયાતથી રાહત મેળવવા માટે લોકો દવા ખાતા હોય છે. પરંતુ તેમ છતાં કબજિયાતથી મુક્તિ મળતી નથી. પરંતુ એવી કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન કરવાથી કબજિયાતની તકલીફથી કાયમ માટે મુક્તિ મળે છે અને પેટ નિયમિત સાફ આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઉનાળામાં આ 5 વસ્તુઓ શરીરને અંદરથી રાખે છે ઠંડુ, ખાવાથી નથી થતી ડિહાઈડ્રેશનની તકલીફ


આ બીમારીઓ હોય તો ન પીવું હળદરવાળું દૂધ, લાભને બદલે થશે નુકસાન


Heart માટે દુશ્મન સમાન છે આ 4 વસ્તુઓ, આજથી જ ખાવાનું છોડો નહીં તો આવશે Heart Attack


- સફરજનનું જ્યુસ પીવાથી શરીરને ઘણા લાભ થાય છે. જે લોકો કબજિયાતની તકલીફથી પરેશાન હોય તેમણે રોજ સફરજનનું જ્યુસ પીવું જોઈએ તેનાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને શરીરમાં આયરનની ખામી હોય તો તે પણ દૂર થાય છે.


- કબજિયાત થઈ જાય તો નાસપતિનું સેવન કરવું અથવા તો તેનું જ્યુસ બનાવીને પીવું જોઈએ કારણકે તેમાં સોરબીટોસ હોય છે. જે કબજિયાતને જળમૂળથી મટાડવામાં મદદ કરે છે.


- વિટામીન સીથી ભરપુર સંતરાનો જ્યુસ પીવાથી શરીરની ઘણી બધી બીમારીઓ દૂર થાય છે. જો તમને પાચન સુધારવું હોય તો નિયમિત રીતે એક ગ્લાસ સંતરાનું જ્યુસ પીવું જોઈએ.


- લીંબુમાં પણ વિટામીન સી હોય છે. રોજ સવારે હુંફાળા ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવાથી પાચન સુધરે છે અને આંતરડામાં જામેલો મળ પણ બહાર નીકળી જાય છે.