Knee Pain: ઘૂંટણનો દુખાવો જેને થતો હોય તે જ સમજે કે આ તકલીફ કેટલી ખતરનાક છે. ઘૂંટણના દુખાવામાં હલન ચલન પણ મુશ્કેલ થઈ જાય છે. ઘૂંટણનો દુખાવો થવો તેની પાછળ અલગ અલગ કારણ જવાબદાર હોય છે. કેટલાક લોકોને ઉંમરના કારણે ઘૂંટણ સહિતના સાંધા તૂટતા હોય તો કેટલાક લોકોને ઈજા કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાના કારણે પણ ઘૂંટણમાં દુખાવો રહેતો હોય છે. કારણ કોઈ પણ હોય ઘૂંટણમાં એક વખત દુખાવો શરૂ થઈ જાય તો પછી રોજના કામ કરવા પણ મુશ્કેલ થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Apple: આ 4 સ્થિતિમાં સફરજનનો એક ટુકડો પણ ન ખાવો, ખાવાની સાથે જ હાલત થવા લાગશે ખરાબ


જો તમારા ઘરમાં પણ કોઈને ઘૂંટણનો દુખાવો રહેતો હોય તો તમે ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુની મદદથી તેમની આ સમસ્યાને દૂર કરી શકો છો. આજે તમને ઘરમાં રહેલી ચાર એવી વસ્તુ વિશે જણાવીએ જે ઘૂંટણના દુખાવાને દુર કરવામાં અકસીર છે. તેનો ઉપયોગ શરૂ કરશો એટલે ઘૂંટણના દુખાવા અને સોજા દવા વિના જ દૂર થવા લાગશે. 


ઘૂંટણનો દુખાવો દૂર કરતી 4 વસ્તુઓ 


આ પણ વાંચો: રાત્રે દેખાય છે હાર્ટ એટેકના આ 4 લક્ષણો, આ તકલીફોને ઈગ્નોર કરવાની ભૂલ ન કરો


1. આદુ એન્ટી ઇન્ફલેમેટરી ગુણથી ભરપૂર હોય છે. તે સોજા દૂર કરવા મદદ કરે છે. જે લોકોને ઘૂંટણના દુખાવા હોય તેમણે આદુની ચા પીવી જોઈએ અથવા તો આદુની પેસ્ટ બનાવીને દુખાવો થતો હોય તે જગ્યા પર લગાડવી જોઈએ. 


2. હળદરમાં કુરકુમીન નામનું તત્વ હોય છે. હળદર શક્તિશાળી એન્ટિ ઓક્સિડન્ટ છે. ઘૂંટણના દુખાવા હોય તો દૂધમાં હળદર મિક્સ કરીને પીવું જોઈએ અથવા તો હળદરને ગરમ પાણીમાં ઉમેરી તેનો લેપ બનાવીને ઘૂંટણ પર નિયમિત લગાડવો જોઈએ. 


આ પણ વાંચો:  Bottle Gourd: આવી દૂધી શરીર માટે ઝેર સમાન, ઉપયોગ કરતા પહેલા બરાબર ચેક કરજો


3. રસોઈમાં ઉપયોગી વિનેગર પણ એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લિમેન્ટ્રી ગુણ ધરાવે છે. ગરમ પાણીમાં મિક્સ કરીને તમે વિનેગર પીવાનું રાખશો તો સાંધાના દુખાવા દૂર થઈ જશે. 


4. ઘૂંટણમાં દુખાવો અને સોજો વધારે હોય તો બરફથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. તેના માટે એક કપડામાં બરફ રાખી દુખાવાની જગ્યા પર 15 મિનિટ માટે લગાવો. બરફથી શેક કરવાથી દુખાવો દૂર થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)