Cumin Seeds: કબજીયાત, ગેસ અને બ્લોટીંગથી 10 મિનિટમાં મુક્તિ અપાવશે જીરાનો આ ઘરેલું નુસખો
Cumin Seeds: જીરું એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર મસાલો છે. તેનું સેવન કરવાથી વજન ઝડપથી કંટ્રોલમાં આવે છે અને શરીરના સોજા પણ ઓછા થાય છે. તેમાં પણ જો કબજિયાત, ગેસ કે બ્લોટીંગ હોય તો જીરું દવા કરતાં પણ ઝડપથી અસર કરે છે.
Cumin Seeds: દરેક ઘરના રસોડામાં જીરું જોવા મળે છે. જીરું એવો મસાલો છે જે દાળ-શાકમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં આવે છે. પરંતુ આ જીરું ફક્ત ભોજનનો સ્વાદ વધારે છે એવું નથી આ જીરું સ્વાસ્થ્ય પણ સુધારી શકે છે. જીરાની મદદથી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરી શકાય છે. ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તો જીરું દવાની જેમ કામ કરે છે. જીરું એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર મસાલો છે. તેનું સેવન કરવાથી વજન ઝડપથી કંટ્રોલમાં આવે છે અને શરીરના સોજા પણ ઓછા થાય છે. તેમાં પણ જો કબજિયાત, ગેસ કે બ્લોટીંગ હોય તો જીરું દવા કરતાં પણ ઝડપથી અસર કરે છે.
આ પણ વાંચો: World Malaria Day: આ 6 સરળ ઉપાય તમને અને તમારા પરિવારને બચાવી શકે છે મલેરિયાથી
જીરું પાચન ક્રિયાને સુધારે છે. જીરાનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. જો તમે જીરાના પાણીનું સેવન કરો છો તો શરીર ડિટોક્સિફાય થાય છે. તો ચાલો તમને જણાવીએ પેટની કઈ સમસ્યામાં જીરાનો કેવી રીતે ઉપયોગ કરવો ?
પેટનો દુખાવો
ઘરમાં જો કોઈને પેટનો દુખાવો હોય તો આ ઉપાય કરવો. ગરમ પાણીમાં શેકેલા જીરાનો પાવડર ઉમેરી પાણી પી જવું. થોડી જ મિનિટોમાં પેટનો દુખાવો મટી જશે.
અપચો
ખાવા પીવામાં ફેરફાર થઈ ગયો હોય અથવા તો વધારે તેલ મસાલા વાળું ખાઈ લીધું હોય અને અપચો થઈ ગયો હોય તો જીરાનો આ રીતે ઉપયોગ કરવો. ગરમ પાણીમાં જીરું ઉમેરી તેને બરાબર ઉકાળો. ત્યાર પછી આ પાણીને ગાળીને પી જવું.
આ પણ વાંચો: Mangoes: "કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.." જાણો આ વાત સાચી કે ખોટી
કબજિયાત
જીરું ફાઇબરથી ભરપૂર હોય છે તે વર્ષો જૂની કબજિયાતને પણ મટાડી શકે છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે જીરાનું સેવન કરવું જ જોઈએ. કબજિયાત માટે એક ચમચી જીરાને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. પાણી અડધું બચે પછી તેને ગાળી સવારે ખાલી પેટ પી લેવું. નિયમિત આ પાણી પીશો એટલે કબજિયાતથી રાહત મળી જશે.
પેટ ફુલવું
ઘણા લોકોને વારંવાર બ્લોટિંગ થતું હોય છે. આ સમસ્યામાં જમતી વખતે છાશ પીતા હોય તો તેમાં હશે કેટલા જીરાનો પાવડર ઉમેરી દેવો. જીરાવાળી છાશ પીવાનું રાખશો તો પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળી જાશે.
આ પણ વાંચો: Heart Health: હાર્ટની સૌથી મોટી ધમની બ્લોક હોય ત્યારે શરીરમાં જોવા મળે આ 7 લક્ષણ
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)