Home Remedy For constipation: કબજિયાતની સમસ્યા પરેશાન કરી દેનાર હોય છે. ઘણીવાર કબજિયાતના કારણે અન્ય ગંભીર સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. કબજિયાત થવાના કારણો અલગ અલગ હોય છે. કબજિયાત મટાડવા માટે દવાઓ પણ મળે છે પરંતુ આ દવાઓ થોડા સમય માટે જ અસર કરે છે. જો તમારે કબજિયાતથી કાયમી મુક્તિ મેળવવી હોય તો કેટલાક ઘરેલુ નુસખા અસરકારક સાબિત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Chana Benefits: શરીર માટે લાભકારી છે ચણા, કોઈપણ રીતે ખાવ શરીરને થશે ફાયદો જ ફાયદો


કબજિયાત માટેના અનેક ઘરેલુ નુસખામાં એક નુસખો છાશનો છે. છાશનો આ નુસખો અજમાવવાથી મહિનાઓ જૂની કબજિયાત પણ મટી જાશે. આ નુસખાની કોઈ આડઅસર પણ નથી. જે નુસખા વિશે વાત કરી રહ્યા છીએ તેને કરવાથી કલાકોમાં જ પેટ સાફ આવી જાશે. 


કબજિયાત મટાડતી છાશ


આ પણ વાંચો: મેગ્નેશિયમ શરીર માટે જરૂરી, જાણો ઊણપ હોય તો શું થાય અને કઈ વસ્તુમાંથી મળે મેગ્નેશિયમ


કબજિયાતથી પરેશાન હોય અને દિવસોથી પેટ સાફ ન આવ્યું હોય તો આ વસ્તુ તમે પણ ટ્રાય કરી શકો છો. કબજિયાતમાં છાશ ગુણકારી માનવામાં આવે છે. છાશ પાચનક્રિયાને સુધારે છે. પરંતુ કબજિયાત હોય તો એક છાશ કામ નથી કરતી તેના માટે છાશમાં ખાસ ચૂર્ણ મિક્સ કરવું પડે છે. કબજિયાત મટાડવી હોય તો છાશમાં ત્રિફળા ચૂર્ણ મિક્સ કરીને પીવાનું રાખો. 


સવારે કરો ઉપાય


આ પણ વાંચો: Walking on Grass: શું ખરેખર સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી આંખના નંબર ઉતરે ?


સામાન્ય રીતે ત્રિફળા ચૂર્ણ રાત્રે લેવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ છાશ સાથે ત્રિફળા ચૂર્ણ લેવાનું હોવાથી તેને રાત્રે લેવાનું ટાળવું. કબજિયાત મટાડવા માટે ત્રિફળા ચૂર્ણવાળી છાશ સવારના સમયે પીવી જોઈએ. જો સવારે છાશ પીવી ન હોય તો બપોરે પણ તમે આ છાશ પી શકો છો. 


કબજિયાતનો ઈલાજ આ ઘરેલુ નુસખાથી થઈ શકે છે પરંતુ જો તમને ઘણા સમયથી કબજિયાત હોય અથવા તો વારંવાર પેટની તકલીફ રહેતી હોય તો એકવાર ડોક્ટરનો સંપર્ક કરી લેવો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)