Walking on Grass: શું ખરેખર સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી આંખના નંબર ઉતરે ? જાણો સાચો જવાબ
Walking on Grass: જ્યારે ચશ્માના નંબર આવી જાય છે તો લોકો અલગ અલગ નુસખા કરીને નંબર ઉતારવાના પ્રયત્નો શરૂ કરી દે છે. જેમાં સૌથી મુખ્ય છે સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવું. આવી સલાહ જેને આંખના નંબર આવે તેને મળતી જ હોય છે. વર્ષોથી લોકો માને છે કે સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખના નંબર ઓછા થાય છે અને આંખની રોશની વધે છે.
Trending Photos
Walking on Grass: આજના સમયમાં જેને જુઓ તેની આંખ પર ચશ્મા જોવા મળે છે. કેટલાક નાની ઉંમરના બાળકોને પણ ચશ્મા પહેરવા પડે છે. નાની ઉંમરમાં આંખ નબળી થઈ જાય તો વધારે નંબરના ચશ્મા પણ આવી જતા હોય છે. જ્યારે ચશ્માના નંબર આવી જાય છે તો લોકો અલગ અલગ નુસખા કરીને નંબર ઉતારવાના પ્રયત્નો શરૂ કરી દે છે. જેમાં સૌથી મુખ્ય છે સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવું. આવી સલાહ જેને આંખના નંબર આવે તેને મળતી જ હોય છે. વર્ષોથી લોકો માને છે કે સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખના નંબર ઓછા થાય છે અને આંખની રોશની વધે છે. જોકે આ વાતમાં કેટલું સત્ય છે આજે તમને જણાવીએ.
માન્યતા છે કે સવારે ખુલ્લા પગે લીલા ઘાસમાં ચાલવાથી આંખના નંબર ઉતરે છે. લોકો એવું પણ માને છે કે આ રીતે નિયમિત ચાલવાથી ચશ્માના નંબર ઉતરી શકે છે અથવા તો ઓછા થાય છે. પરંતુ ડોક્ટરો અને વૈજ્ઞાનિકો આ વાતને સાચી માનતા નથી. તેમના મતે આ વાતમાં કોઈ તથ્ય નથી.
આંખના નંબર ઉતરે અને આંખની રોશની વધે તે માટે આ પ્રકારના ઘણા બધા મીથક લોકો વચ્ચે પ્રખ્યાત છે. જેમાંથી સૌથી મુખ્ય ઘાસ પર ચાલવાની માન્યતા છે. ડોક્ટરનું કહેવું છે કે ફક્ત લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી નજર તેજ થઈ જાય છે અને નંબર ઉતરી જાય છે તે દાવો ખોટો છે.
ચશ્માના નંબર ઘટવા અંગે ડોક્ટરોનું કહેવું છે કે જો બાળકોને નાની ઉંમરમાં ચશ્મા આવી ગયા હોય તો તેની ઉંમર વધે અને ફિઝિકલ ગ્રોથ તેમજ ઓવરઓલ હેલ્થ સુધરે તો તેની આંખના નંબર ઓછા થઈ શકે છે. બસ એક આ જ કન્ડિશનમાં ચશ્માના નંબર ઉતરે છે આ સિવાય ચશ્માના નંબર આપમેળે ક્યારેય ઉતરતા નથી. નંબર આવ્યા પછી ચશ્માને નિયમિત રીતે પહેરવાથી આંખના નંબર સ્ટેબલ રહે છે.
કેવી રીતે વધારવી આંખની રોશની ?
ડોક્ટરોનું કહેવું છે કે આંખની રોશની વધારવી હોય તો વધુમાં વધુ લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. લીલા શાકભાજીમાં જે વિટામિન હોય છે તે આંખના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે. લીલા શાકભાજી એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે આંખ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે.
કેવી રીતે રાખવો આંખનું ધ્યાન ?
ડોક્ટરોના જણાવ્યા અનુસાર આજના સમયમાં નાના બાળકોનો સ્ક્રીન ટાઈમ પણ વધી ગયો છે અને સાથે જ પ્રદુષણથી પણ આંખ ખરાબ થાય છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ આંખની યોગ્ય સંભાળ લેવી જોઈએ. જ્યારે પણ બહારથી ઘરમાં આવો તો આંખને ધોવાનું રાખો. દિવસમાં બેથી ત્રણ વખત આંખને ઠંડા પાણીથી ધોવી જોઈએ. આંખના સ્વાસ્થ્ય માટે વિટામીન એથી ભરપૂર ફળ અને શાકભાજી ખાવાનું રાખવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે