Health Tips: જો તમને પણ ભોજન પચવામાં સમસ્યા થતી હોય અને કંઈ પણ ખાધા પછી પેટ ભારે લાગતું હોય તો તેનું કારણ પાચન સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. જ્યારે ખાધેલો ખોરાક યોગ્ય રીતે પચે નહીં તો ગેસ, કબજિયાત, એસિડીટી, ઉબકા સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાથી બચવું હોય તો જરૂરી છે કે ખોરાકનું પાચન સારી રીતે થાય. તેની સાથે જરૂરી એ પણ છે કે લોકો પોતાના આહાર પર ધ્યાન આપે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમને પણ પાચન સંબંધી સમસ્યાઓ વારંવાર થતી હોય તો તેનાથી બચવા માટે તમને કેટલાક ઘરગથ્થુ નુસખા જણાવીએ. આ નુસખા પાચન સંબંધિત સમસ્યાનું ઉત્તમ સમાધાન છે. ખાસ વાત એ છે કે આ વસ્તુઓ ઘરના રસોડામાં જ ઉપલબ્ધ હોય છે. તેનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે. 


આ પણ વાંચો:


હાર્ટ પ્રોબ્લેમ સહિતની 6 ગંભીર સમસ્યાથી બચાવશે ડુંગળી, ફાયદા જાણીને રોજ ખાવા લાગશો


બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે રસોડાના આ 4 મસાલા, ડાયાબિટીસમાં આ રીતે કરો ઉપયોગ


જમ્યા પછી 10 મિનિટ વોક કરવાથી હાર્ટ એટેક સહિત આ 5 બીમારીથી મળશે છૂટકારો


દહીં


દહીંની મદદથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. ઘરે બનેલું દહીં કુદરતી પ્રોબાયોટિક છે જે આંતરડાના બેક્ટેરિયા સામે લડે છે. દરરોજ દહીં ખાવાથી અથવા છાશ પીવાથી પાચનક્રિયા સારી રહે છે.


લસણ


લસણની મદદથી પેટની સમસ્યાઓથી દૂર કરી શકાય છે. લસણના એન્ટિવાયરલ ગુણના કારણે ઘણી બીમારીઓથી દૂર થાય છે.


સફરજન


સફરજન પેક્ટીનથી ભરપુર ફળ છે. સફરજનનું સેવન કરવાથી આંતરડાની સમસ્યાઓથી દુર થાય છે.


વરિયાળી


વરિયાળીમાં રહેલા તત્વ આંતરડાના સ્નાયુઓને આરામ આપે છે તેનાથી ગેસ અને પાચનની સમસ્યાઓથી રાહત મળે છે.


આ પણ વાંચો:


લગ્નની પહેલી રાત્રે શા માટે પીવામાં આવે છે કેસરવાળું દૂધ ? આ છે તેનું સાચું કારણ


દવાથી પણ મટતી ન હોય ઉધરસ તો રસોડાની આ વસ્તુઓનો ઉપયોગ કરો, તુરંત દિવસમાં દેખાશે અસર


પેટના દુખાવાનો રામબાણ ઈલાજ છે આ મસાલો, 10 મિનિટમાં દુખાવો કરશે દુર


આદુ


આદુની મદદથી ઉલ્ટી, મોશન સિકનેસ, મોર્નિંગ સિકનેસ, પેટ ફૂલવું અને બીજી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. 


ચિયા સીડ્સ


ચિયા સીડ્સની મદદથી તે આંતરડામાં જિલેટીન જેવો પદાર્થ ઉત્પન્ન કરે છે, જે પાચનમાં સુધારો કરે છે. ચિયા સીડ્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે પ્રીબાયોટિક તરીકે કામ કરે છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)