દિમાગને હેલ્ધી બનાવે છે આ 8 ચીજવસ્તુઓ, જાણો કઈ ખરાબ આદતો મગજ માટે છે હાનિકારક
Tips For Healthy Brain: આપણા આખા શરીરનો કંટ્રોલ મગજથી થાય છે. જ્યારે મગજ વિક પડવા લાગે ત્યારે કોઈ પણ કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દિમાગમાં કમજોરી આવવાનું કારણ ઘણીવાર આપણી ખરાબ આદતો હોય શકે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, હેલ્દી બ્રેન માટે શું શું કરવું જોઈએ.
નવી દિલ્લીઃ આપણા આખા શરીરનો કંટ્રોલ મગજથી થાય છે. જ્યારે મગજ વિક પડવા લાગે ત્યારે કોઈ પણ કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દિમાગમાં કમજોરી આવવાનું કારણ ઘણીવાર આપણી ખરાબ આદતો હોય શકે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, હેલ્દી બ્રેન માટે શું શું કરવું જોઈએ.
દિમાગને હેલ્દી બનાવે છે આ 8 ચીજવસ્તુઓઃ
-ડાર્ક ચોકલેટ
-ગ્રીન ટી-
-બ્રોકલી
-અખરોટ
-બદામ
-બેરી
-દ્વાક્ષ
-કોળાના બીજ
આ ખરાબ આદતોથી આવશે કમજોરીઃ
અમુક ખરાબ આદતો અને અનહેલ્દી લાઈફસ્ટાઈલ આપણા મગજને કમજોર બનાવવા લાગે છે. જો દિમાગ સાથે કંઈ ખરાબ થયું તો તેની અસર આખા શરીર પર પડે છે. એટલા માટે તમારે આ ખરાબ આદતો ભૂલવી જોઈએ.
1. વધારે સ્વીટ ખાવુંઃ
જ્યારે વ્યક્તિ વધારે પડતું સ્વીટ ખાવા લાગે છે તો તેની કોન્ગ્રીટિ સ્કિલ ખતમ થવા લાગે છે. તેની સાથે જ તે ખુદ પર કાબૂ નથી રાખી શકતા. યાદશક્તિ પર પણ ખરાબ અસર પડે છે.
2. ગુસ્સો કરવાની આદતઃ
જે લોકોને નાની નાની વાતો પર ગુસ્સો કરવાની આદત હોય છે તેમનું દિમાગ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. જ્યારે તમે ગુસ્સો કરો છો તો તમારી નસો પર દબાવ પડે છે જે તેને કમજોર બનાવી દે છે. આ કારણે દિમાગની તાકાત ઓછી થઈ જાય છે.
3. નાસ્તો સ્કીપ કરવોઃ
જો તમને પણ સવારનો નાસ્તો સ્કિપ કરવાની આદત છે તો તમારું દિમાગ પણ વિક પડી શકે છે. કેમ કે, એવું કરવાથી શરીર અને દિમાગને જરૂરી પોષણ નથી મળતું અને તે થાક મહેસૂસ કરે છે. આ આદત દિમાગની સાથે સાથે શરીરને પણ અસ્વસ્થ બનાવે છે.
4. ઉંઘની ઉણપઃ
જે લોકો દરરોજ 7થી 8 કલાકની ઉંઘ નથી લઈ શકતા તેમનું મગજ રિલેક્સ નથી થતું અને થાક અનુભવે છે. જેથી દિમાગ પૂરી રીતે કામ નથી કરી શકતું. આ સાથે મોઢું ઢાંકીને સુવાની આદત પણ શરીરમાં ઓક્સિજનની કમી પેદા કરી શકે છે. જેનાથી દિમાગની કોશિકાઓ કમજોર થવા લાગે છે.
(નોંધઃ અહીં આપેલી જાણકારી ઘરેલું નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. આ અપનાવતા પહેલાં હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું.)