કેટલો સમય રહે છે ગાંજાનો નશો, પ્રતિબંધિત હોવા છતાં આ માહિતી છે જાણવા જેવી
Effects of Weed: દુનિયાભરના અનેક દેશોમાં ગાંજા પર પ્રતિબંધ છે. પરંતુ ગાંજાનો ઉપયોગ મેડિકલ સાયન્સની દુનિયામાં દવા બનાવવા માટે થાય છે. ત્યારે ગાંજાની અસર વિશે રિસર્ચ શું કહે છે તે અમે તમને બતાવીએ...
What Are Marijuana Effects: દુનિયાભરના અનેક દેશોમાં ગાંજો ઉગાડવા, રાખવા કે તેનુ સેવન કરવા પર પ્રતિબંધ છે. કારણ કે તેનુ સેવન ખરાબ આદત ગણાય છે. ગાંજાની માણસના શરીર પર અસર થતી હોય છે. ત્યારે આ મામલે એક રસપ્રદ રિસર્ચ કરાયું છે. વૈજ્ઞાનિકોને આ રિસર્ચનું જે પરિણામ મળ્યું તે ચોંકાવનારું હતું. આ શોધમાં વૈજ્ઞાનિકોએ 80 રિસર્ચ પેપર પર અભ્યાસ કર્યો. અંતે જે પરિણામ આવ્યું તે આ મુજબ હતું.
શું આવ્યુ રિસર્ચનું પરિણામ
ગાંજાને અંગ્રેજીમાં કેનાબીઝ કે મારિજુઆના (Cannabis or Marijuana) નામથી ઓળખવામાં આવે છે. ગાંજો અલગ અલગ લોકો પર અલગ અલગ રીતે અસર કરે છે. ગાંજાની અસર કોઈ શખ્સની શારીરિક ક્ષમતા, ખાણીપીણી, અને સ્વાસ્થયના હિસાબે થાય છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ સિડનીના સાઈકોફોર્મેકોલોજિસ્ટ લેન મેકક્રેગર જણાવે છે કે, જો એક શખ્સ ગાંજાનુ સેવન કરે છે તો તેના શરીરમાં ટેટ્રાહાઈડ્રોકૈનાબિનોલ (THC) નામનું કેમિકલ અનેક સપ્તાહો સુધી શરીરમાં રહે છે. આ કેમિકલ ગાંજામાં રહેલુ હોય છે. આ એ જ કેમિકલ છે, જેને કારણે વ્યક્તિ નશામાં જઈ રહી છે. જોકે, આ કેમિકલ કોઈ શખ્સને થોડા કલાકો સુધી જ નશામાં રાખી શકે છે. પરંતું તેની હાજરી લાંબા સમય સુધી શરીરમાં રહે છે.
આ પણ વાંચો : અમદાવાદની હાઈફાઈ સ્કૂલના વિદ્યાર્થી પાસેથી મળ્યું ડ્રગ્સ, 2 લાખ રોકડા અને ઈ-સિગારેટ
કેટલો સમય રહે છે ગાંજાની અસર
અલગ-અલગ પ્રકારની 80 સ્ટડીઝના એનાલિસીસ કર્યા બાદ વૈજ્ઞાનિકે જાણ્યું કે, ગાંજાનો નશો 3 થી10 કલાક સુધી રહે છે. રિસર્ચને લીડ કરનાર સિડની યુનિવર્સિટીના ન્યૂટ્રિશનિસ્ટ ડેનિયલ મૈક્કાર્ટનીનું કહેવુ છે કે, ગાંજાના હાઈ ડોઝથી કોઈ 10 કલાક સુધી નશામાં રહી શકે છે. ન્યૂરોસાયન્સ એન્ડ બાયોબિહેવરલ રિવ્યુમાં છપાયેલ રિપોર્ટ જણાવે છે કે, કેટલાક લોકો રોજ ગાંજાનું સેવન કરે છે. તેઓ નશામાં રહીને પણ પોતાનું કામ કરે છે. તેથી તે જણાવવું મુશ્કેલ છે કે ગાંજો કોઈને કેટલો સમય નશામાં રાખી શકે છે. છતા તેની અસર ઓછામાં ઓછા 5 કલાક સુધી રહે છે.
આ પણ વાંચો : ગુજરાતમાંથી ચોમાસું ગયું, હવે હાડ થીજવતી ઠંડી આવશે... હવામાન વિભાગે કરી જાહેરાત
ભારતમાં ગાંજા પર પ્રતિબંધ
નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 (NDPS એક્ટ) હેઠળ ભારતમાં ભાંગ અને અન્ય આવા ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. ભારતને આ કારણે લાખો રૂપિયાની આવક ગુમાવી પડી છે. જોકે, 1980 સુધી, આપણા દેશમાં ગાંજો અને ચરસ કાયદેસર રીતે વેચાતા હતા. આ પ્રતિબંધ અમેરિકન દબાણ હેઠળ અમલમાં આવ્યો હતો. એવું કહેવાય છે કે દેશમાં દારૂનો કારોબાર ત્રણ અબજ 90 કરોડ રૂપિયાનો છે અને ભાંગ-ગાંજા અથવા ચરસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવે તો દારૂના વેચાણ પર અસર પડી શકે છે.