રોટલી ખાવામાં લીમિટ રાખવી.. જાણો એક દિવસમાં ઘઉંની કેટલી રોટલી ખાવી અને ઘઉં સિવાય કયો લોટ ફાયદાકારક ?
Health Tips: રોટલી આમ તો દરેક ગુજરાતી પરિવારના ભાણાનું અભિન્ન અંગ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? આજે અમે તમને જણાવીશું કે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ અને જો તમે એક મહિના સુધી ઘઉંની રોટલી છોડી દો તો તમારા શરીર પર શું અસર થશે. આ સિવાય તમે એ પણ જાણી લો કે કયા લોટની રોટલી ફાયદાકારક છે. તો આવો જાણીએ…
Health Tips: ગુજરાતીઓ સહિત ભારતીયોના ઘરમાં ઘઉંની રોટલી આહારનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. સૌથી વધારે વપરાશ એ ભારતમાં ઘઉંના લોટનો થાય છે. દેશમાં 1000 લાખ ટન ઉત્પાદન વચ્ચે ઘઉંના ભાવ હાલમાં ઉંચકાયા છે. ઘઉંની રોટલીમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય ઘઉંની રોટલીમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે આપણા શરીરમાં એનર્જી જાળવી રાખે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ.
ઘઉંની રોટલી કેટલી ખાવી
સામાન્ય રીતે ઘઉંના લોટમાંથી બનેલી રોટલીમાં લગભગ 120 કેલરી હોય છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે મહિલાઓએ સવારે માત્ર બે રોટલી અને પુરુષોએ ત્રણ રોટલી ખાવી જોઈએ. જ્યારે, રાત્રિભોજન સમયે, તમે તમારી જરૂરિયાત મુજબ રોટલી ખાઈ શકો છો. જો કે, 3 કે 4થી વધુ રોટલી પચવામાં મોટી સમસ્યા થઈ શકે છે. જેથી રોટલી જરૂરિયાત મુજબની ખાશો તો તમને સમસ્યા આવશે નહીં..
ઘરોમાં ઘઉંની રોટલી જ ખાવાનો રિવાજ
ઘઉંની રોટલી વધુ ખાવાથી બ્લડ શુગર લેવલ વધે છે. ઘઉંમાં કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે. જેના કારણે બ્લડ પ્રેશર વધવાની સમસ્યા થઈ શકે છે. રોટલી શરીરને ઉર્જા આપે છે, તેથી તેને સંપૂર્ણપણે છોડી દેવાને બદલે ઘટાડી શકાય છે. ઘઉંની રોટલી તમારા માટે ફાયદાકારક છે. આમ તો બાજરી અને મકાઈના રોટલા ખાવામાં આવે છે, પરંતુ મોટાભાગના ભારતીય ઘરોમાં ઘઉંની રોટલી જ ખાવાનો રિવાજ છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ અને જો તમે એક મહિના સુધી ઘઉંની રોટલી છોડી દો તો તમારા શરીર પર શું અસર થશે. આવો જાણીએ…
ત્રણ ટાઈમ રોટલી ખાવાથી વધે છે વજન
જો તમે એક દિવસમાં ત્રણ વખત એટલે કે, સવારે, બપોરે અને સાંજના સમયે રોટલી ખાઓ છો તો તમે 400 ગ્રામ કાર્બોહાઇડ્રેટ (Carbohydrate) પ્રાપ્ત કરો છો. સામાન્ય રીતે માણસને એક દિવસમાં માત્ર 25 ગ્રામ કાર્બોહાઇડ્રેટની જરૂરિયાત હોય છે. વધારે કાર્બોહાઇડ્રેટ મેળવવાથી તમારું વજન ઘટવાની જગ્યાએ વધવા (Weight Gain) લાગે છે.
આ પણ વાંચો: Vitamin D ની સપ્લીમેન્ટ લેતા પહેલા આ 4 વાતોને રાખજો ધ્યાનમાં, નહીં તો ઊલમાંથી ચૂલમાં
વધારે રોટલી ખાવાથી પાચન ક્રિયા થયા છે ખરાબ
વધારે રોટલી (Roti) ખાવાથી શરીરમાં ઓક્સલેટ (Oxalate) બનવા લાગે છે. તેના કારણે તમે કોઈ પણ ગંભીર બીમારીનો શિકાર બની શકો છો. સાથે જ વધારે રોટલી ખાવાથી તમારી પાચન ક્રિયા પર પણ ખરાબ અસર પડે છે. જેના કારણે ગેસ, કબજિયાત અને બળતરાની સમસ્યા થવા લાગે છે.
વધારે રોટલી ખાધા બાદ એક્સરસાઈઝ જરૂરી
દરરોજ અક્સરસાઈઝ (Exercise) કરતા લોકોને વધારે રોટલી (Roti) ખાવાથી કોઈ નુકસાન થતું નથી. રોટલીમાંથી મળતું કાર્બોહાઈડ્રેટ (Carbohydrate) તમને ઇનર્જી (Energy) આપવાનું કામ કરે છે. તેના કારણે તમે લાંબા સમય સુધી વર્કઆઉટ (Workout) કરી શકો છો. તમારા ડાયટમાં રોટલીની સાથે ભાતને પણ સામેલ કરો. બેલેન્સ્ડ ડાયટ (Balanced Diet) માટે દહી અને સલાડ પણ ખાઓ.
જો તમે 1 મહિના સુધી રોટલી ન ખાઓ તો?
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે એક મહિના સુધી ઘઉંની રોટલી નહીં ખાઓ તો શરીરમાં શું બદલાવ આવશે? સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, એવું શક્ય નથી કે તમે રોટલી ખાવાનું સંપૂર્ણપણે છોડી દો. જો કે, તમે ચોક્કસપણે રોટલીનું સેવન થોડું ઘટાડી શકો છો. જે લોકો વજન ઘટાડવાની જર્ની પર છે, તેઓ રોટલીને બદલે લીલા શાકભાજીનું સલાડ ખાઈ શકે છે. તમને જણાવી દઈએ કે ઘઉંની રોટલી ખાવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ અને ગ્લુટેનની માત્રા વધવાથી ચરબી જમા થવા લાગે છે.
આ પણ વાંચો: Sadhguru નો બ્રેઈન સર્જરી પછીનો Video વાયરલ, મગજની આ ગંભીર સમસ્યાથી પીડિત હતા સદગુરુ
જ્યારે આપણું શરીર સ્વસ્થ હોય ત્યારે આપણે આપણું કામ સારી રીતે કરી શકીએ છીએ અને સ્વસ્થ શરીર માટે ખુબ જ જરૂરી છે કે આપણે જે આહાર લઈ રહ્યા છીએ તે પૌષ્ટિક હોય. જો આપણા આહારમાં રોટલી ના હોય તો આપણું પેટ સારી રીતે ભરાતું નથી. રોટલી પૌષ્ટિક આહારમાં ન્યૂટ્રિએન્ટ્સનું પ્રમાણ વધારે છે. જો તમે ઘઉંની રોટલી ખાઈ હવે કંટાળી ગયા છો તો આ ઉપરાંત રાગીની રોટલી અને મકાઈની રોટલી પણ ટ્રાય કરી શકો છો. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
રાગીની રોટલી ફાયદાકારક
ઘઉં ઉપરાંત જો તમે રાગીની રોટલીનું ઓપ્શન અપનાવી શકો છો જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. રાગીની રોટલીમાં પ્રોટિન, કેલ્શિયમ અને વિટામિન જેવા ઘણા ન્યુટ્રિએન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળે છે. વૃદ્ધ લોકો માટે રાગીની રોટલી ખુબ જ ફાયદાકારક છે અને તે સાંધાના દુ:ખાવાથી મુક્ત અપાવે છે. તેને ખાવાથી હાડકા મજબૂત બને છે અને સાંધાના દુ:ખાવા દરમિયાન સોજા ઘટાડવામાં મદદ કરે છે. રાગીની રોટલીમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે અર્થરાઇટિસ જેવી સમસ્યાને ઘટાડવા માટે લાભદાયક સાબિત થાય છે.
આ પણ વાંચો: Nutmeg: જાતિય જીવનની 5 ગંભીર સમસ્યાનનું સમાધાન છે જાયફળ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
મક્કાઈની રોટલીના ફાયદા
મક્કાઈની રોટલી ખાવાની સલાહ ડોક્ટર પણ આપે છે. તેમાં ફાયબર ભરપૂર પ્રમાણમાં મળે છે. મક્કાઈની રોટલી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને તે પેટના પાચન તંત્રને પણ સારું બનાવે છે. જો તમે વજન ઘટાડવા માંગો છો તો તેનો ઉપયોગ ખાવામાં કરી શકો છો. તેમાં પ્રોટિન અને સ્ટાર્ચ પણ ભરપૂર પ્રમાણમાં મળે છે. આ સાથે જ તેમાં મેંગેનીઝ, પોટેશિયમ, ઝિંક, આયરન, ફોસ્ફોરસ, કોપર, સેલેનિયમ, પોટેશિયમ અને વિટામિન-એ, બી, ઈથી ભરપૂર હોય છે. જે સાંધાના દુ:ખાવાથી રાહત અપાવે છે.
આવો તમને જણાવીએ વાસી રોટલીના ફાયદા...રોજ રાતે કે દિવસે આપણે ઘણો બધો કંટ્રોલ રાખીએ પણ રોટલી વધતી જ હોય છે. લોકો વધેલી રોટલી ગાય કે કૂતરાને ખવડાવી દેતા હોય છે પણ અમે તમને અહીં વાસી રોટલીના ફાયદાઓ જણાવી રહ્યાં છે. જે જાણીને તમને વાસી રોટલી ફેંકવાનું મન થશે નહીં. મોટાભાગના લોકો વાસી રોટલી ખાવાનું પસંદ કરતા નથી. પરંતુ જો તમે તેની ફ્રેશનેસ પર ધ્યાન ન આપીને તેના ફાયદા પર ધ્યાન આપશો તો તમને તે ખાવી ગમશે. તમને ખબર નહીં હોય પણ તાજી રોટલી કરતાં વાસી રોટલીમાં વધુ પોષક તત્વો હોય છે. જ્યારે રોટલી 10 થી 12 કલાક સુધી રહે છે, ત્યારે તેમાં RS એટલે કે રેજિસ્ટેંસ સ્ટાર્ચ વધે છે. વાસી રોટલી ખાવાના એક નહીં અનેક ફાયદાઓ છે.
શરીર અને પેટની ગરમી શાંત થશે
આ સ્ટાર્ચ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે 10 થી 12 કલાક પહેલા બનાવેલી રોટલીને તમારા આહારમાં કોઈપણ સંકોચ વગર સામેલ કરી શકો છો.તાજી રોટલી કરતાં વાસી રોટલીમાં ઓછી કેલરી હોય છે. ખરેખર, વાસી રોટલીમાં ભેજ ઓછો હોય છે જેના કારણે તેને ખાધા પછી વધુ પાણી પીવું પડે છે. આવી સ્થિતિમાં જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે વાસી રોટલી એક સારો આહાર સાબિત થઈ શકે છે. વાસી રોટલીને દૂધમાં પલાળીને થોડીવાર રાખી પછી ખાવામાં આવે તો તેનાથી શરીર અને પેટની ગરમી શાંત થાય છે.
આ પણ વાંચો: Diabetes: રસોડાના આ 4 મસાલા ડાયાબિટીસ માટે છે રામબાણ ઔષધી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)