How Often Should You Change Your Sheets: જો રાત્રે આપણને રાત્રે ઉંઘ પુરી થતી નથી ત્યારે આપણને આખો દિવસ આળસ અને સુસ્તી લાગે છે. ક્યારેક ક્યારેક થાય તો સામાન્ય વાત છે, પરંતુ સતત આ સ્થિતિ રહે છે વિચારવું જોઇએ. અમેરિકાની સંસ્થા રોગ નિયંત્રણ અને સારવાર કેન્દ્ર (CDC) ના અનુસાર લગભગ 7 કરોડથી વધુ લોકો ઉંઘની બિમારીથી પીડાઇ છે. દુનિયાના ઘણા દેશોમાં આ સમસ્યા વધતી જાય છે. બ્રિટનમાં થયેલા એક સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે કેટલા દિવસે ચાદર બદલે છે તો આશ્વર્યજનક જવાબ આવ્યો. આ સર્વેમાં મોટાભાગના લોકોએ સ્વિકાર્યું કે 4-4 મહિના સુધી ચાદર બદલતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશેષજ્ઞોના અનુસાર જો તમે દરરોજ સવારે તમારી બેડશીટને તડકામાં સારી રીતે સુકવો છો તો તમારે 25 દિવસમાં એકવાર બેડશીટ બદલવી જોઇએ. બે અઠવાડિયાથી વધુ બેડશીટનો ઉપયોગ કરવાની મુશ્કેલી વધી જાય છે. જો તમે તડકામાં ચાદર સુકવતા નથી તો દર અઠવાડિયે ચાદર બદલવી જોઇએ. બેડશીટ ધોવા માટે ગરમ પાણી અને સારા પાવડરનો ઉપયોગ કરવો જોઇએ. કારણ કે સાદા પાણીથી બેક્ટેરિયા મરતા નથી. 


હેલ્થલાઇન ડોટ કોમના અહેવાલ અનુસાર જો તમારા શરીરમાં કોઇ ઇજા છે અથવા કોઇ સંક્રમણથી પીડીત છો તો એવામાં તમારી ચાદર અથવા તકિયાના સંપર્કમાં આવનાર વ્યક્તિ તેની ચપેટમાં આવી શકે છે. તો બીજી તરફ જો તમે સ્નાન કર્યા વિના અથવા ન્યૂડ થઇને સૂવો છો તો પન તમારે સમયાંતરે ચાદર બદલવી જોઇએ. 


આ પ્રકારે નેશશન સ્લીપ ફાઉન્ડેશનના સર્વે અનુસાર સાફ સફાઇ પસંદ કરનારા 91 ટકા લોકો દર અઠવાડિયે ચાદર બદલે છે. તેને લઇને કોઇ ખાસ નિયમ નથી. પરંતુ ધર અને આસપાસ સફાઇ રાખવી એક સામાન્ય પ્રક્રિયા છે. 


ઓફિસ ઘરે પરત ફરતી વખતે  બસ અથવા ટ્રેનમાં મુસાફરી કરો છો ત્યારે તમારા શરીર પર બેક્ટેરિયા ચોંટે છે. બહારથી આવીને પથારી પર સૂવાથી તમને ઇંન્ફેક્શન થઇ શકે છે. એટલા માટે બહારથી આવ્યા બાદ સ્નાન કર્યા બાદ પથારી પર સુવો. તમારા શરીર પર ચોંટેલા કિટાણું તમારી સાથે સૂતેલા વ્યક્તિ સુધી પણ પહોંચી શકે છે.