High fat diet: બાળકો ભોજનમાં તાલમલ ના રાખતા હોવાથી ઘણા પરિવારના બાળકોનું વજન વધી ગયું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે બાળકો પાસે ડાયટિંગ કરાવવું. આમ કરવાથી તેમનામાં ઈટિંગ ડિસઓર્ડરનું જોખમ વધે છે. બાળકોમાં વજન વધવા બાબતે અમુક વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે. જ્યારે આપણે બાળકોને કોઈ વસ્તુ કરવાથી ના પાડીએ છીએ તો તેઓ તે વસ્તુ વધારે ખાવા લાગે છે. બાળકોને ટોકવાને બદલે તેમની આદતો સુધારી શકીએ છીએ. આવો જાણીએ બાળકોનું વધતું વજન કેવી રીતે કન્ટ્રોલ કરવું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 4 આદતોથી વજન કરો કન્ટ્રોલ
1. 3થી 5 વર્ષના બાળકોને આખો દિવસ એક્ટિવ રાખો
સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંશનના જણાવ્યા પ્રમાણે, 3થી 5 વર્ષના બાળકોને આખો દિવસ એક્ટિવ રહેવું જોઈએ. જ્યારે 6થી 17 વર્ષના બાળકોએ રોજ 60 મિનિટ સુધી ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. એરોબિક એક્ટિવિટી ઉપરાંત હાડકાં મજબૂત કરવા માટે દોડ, કૂદ અને માંસપેશીઓ મજબૂત કરતી એક્ટિવિટી રૂટિનમાં સામેલ કરવી જોઈએ.


આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી

બાળકોને સ્થૂળતાથી કેવી રીતે બચાવશો
આ 4 આદતોથી વજન કરો કન્ટ્રોલ
બાળકોને આખો દિવસ એક્ટિવ રાખો
બાળકોને રોજ 1600થી 2200 કેલરીની જરૂર
ભોજન કરતી વખતે બાળકોને ટીવી ના જોવા દો
ઊંઘવાના સમયે ગેજેટથી દૂર રાખો
બાળકોને 9થી 12 કલાક સુધી ઊંઘવું જરૂરી


આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય


2. 100 કેલરીથી ઓછા આ વિકલ્પ વજન ઘટાડવામાં મદદ કરશે
6થી 12 વર્ષના બાળકોને રોજ 1600થી 2200 કેલરીની જરૂર હોય છે. કોરોના મહામારી દરમિયાન ઘરમાં રહીને વારંવાર ખાવાથી બાળકોની કેલરી ઇન્ટેક વધી ગઈ છે. તેવામાં બાળકો ખાવા માટે માગે તો તેમને એક ગાજર, સફરજન, કેળા અને થોડી દ્રાક્ષ આપી શકો છો. તેમાં 100થી ઓછી કેલરી હોય છે.


આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? તો એકવાર વાંચી લેજો


3. ટીવી જોતી વખતે બાળકો જરૂર કરતાં વધારે ખાય છે, આ આદત બદલો
હાર્વર્ડ રિસર્ચ પ્રમાણે, બે કલાકથી વધારે સ્ક્રીન ટાઈમ નુકસાનકારક છે, પરંતુ કોરોના દરમિયાન બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓનલાઇન સ્ટડીને લીધે વધી ગયો છે. એક રિસર્ચ પ્રમાણે, ટીવી જોતી વખતે બાળકો જરૂર કરતાં વધારે ખાય છે. તેનાથી સ્થૂળતા વધે છે. આ જોખમથી બચવાના બે ઉપાય છે. ભોજન કરતી વખતે બાળકોને ટીવી ના જોવા દો અને ઊંઘવાના સમયે ગેજેટથી દૂર રાખો.


4. 6થી 12 વર્ષના બાળકોને 9થી 12 કલાક સુધી ઊંઘવું જરૂરી છે
CDC પ્રમાણે, 3થી 5 વર્ષના બાળકોમાં 10થી 3 કલાક, 6થી 12 વર્ષ માટે 9-12 કલાક અને 13-18 વર્ષ માટે 24 કલાકમાં 8-10 કલાકની ઊંઘ જરૂરી છે. અધૂરી ઊંઘથી વધારે ભોજન અને ફિઝિકલ એક્ટિવ ના રહેવાની તકલીફ વધી જાય છે.


આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
આ પણ વાંચો: બાસમતી ચોખા ખાશે ચાડી : આ રીતે કરો ઓળખ, સરકારે નક્કી કર્યા ધારા ધોરણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube