High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશર આજના સમયની સામાન્ય સમસ્યા બની ગઈ છે. સામાન્ય એટલા માટે કે દર ત્રીજા કે ચોથા વ્યક્તિને બ્લડ પ્રેશર માટે દવાઓ ખાવી પડતી હોય છે. હાઈ બ્લડ પ્રેશર એક ગંભીર સમસ્યા છે જેમાં શરીરની નસોમાં રક્તનું દબાણ સતત વધતું રહે છે જેના કારણે હૃદયની બીમારી, સ્ટ્રોક, કિડનીની સમસ્યા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યા થવાનું જોખમ વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે નિયમિત દવા ખાવી પડે છે. જોકે આ સિવાય કેટલાક સરળ ઉપાય પણ છે જેને કરીને તમે દવા વિના પણ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં કયા ઉપાયો મદદ કરી શકે છે.


હાઈ બ્લડ પ્રેશરને આ રીતે કરો કંટ્રોલ


આ પણ વાંચો:  બેડ કોલેસ્ટ્રોલના દુશ્મન છે આ પીળા ફળ, રોજ ખાવાથી નસોમાં જામેલું કોલેસ્ટ્રોલ થશે સાફ


વજન ઓછું કરો


જો તમારું વજન વધારે છે તો વજન ઓછું કરવા માટે પ્રયત્નો શરૂ કરી દો. જો વજન ઓછું થઈ જશે તો બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહેશે સાથે જ હૃદય પર દબાણ પણ ઓછું પડશે અને નસોને આરામ મળશે.


હેલ્ધી ભોજન કરો


જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય તો તેને કંટ્રોલ કરવા માટે હેલ્ધી ભોજન કરવાનું રાખો. દૈનિક આહારમાં ફળ, શાકભાજી, આખા અનાજ અને લો ફેટ વાળા ડેરી પ્રોડક્ટનો સમાવેશ કરો. સાથે જ ભોજનમાં ખાંડ અને મીઠાનું પ્રમાણ પણ ઓછું કરો.


આ પણ વાંચો: હુંફાળા પાણીમાં મધ મિક્સ કરી પીવાથી અટકશે વધતું વજન, સાથે થશે આ જોરદાર ફાયદા


નિયમિત વ્યાયામ કરો


તમે નિયમિત રીતે 30 મિનિટ કોઈપણ વ્યાયામ કરશો તો બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ મળશે. રોજનો 30 મિનિટનો હળવો વ્યાયામ પણ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 


દારૂ અને ધુમ્રપાન બંધ કરો


ધુમ્રપાન બ્લડ પ્રેશરને વધારી શકે છે. દારૂનું વધારે પડતું સેવન પણ બ્લડ પ્રેશર વધારે છે. તેથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું હોય તો આ બંને વ્યસન છોડો.


આ પણ વાંચો: Ragi Flour: ઘઉં કરતાં આ લોટની રોટલી સ્વાસ્થ્ય માટે સારી, ખાવાથી આ 4 બીમારી થશે દુર


7 થી 8 કલાક ઊંઘ કરો


શરીર સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે તેને પૂરતો આરામ મળે. તેવી જ રીતે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવું હોય તો વયસ્ક વ્યક્તિએ રોજ સાતથી આઠ કલાક ઊંઘ લેવી જરૂરી છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)