નવી દિલ્હી: બદલાતી ઋતુમાં ખાંસી-શરદી થવી સામાન્ય વાત છે. પરંતુ જ્યારથી કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની શરૂઆત થઈ છે, ત્યારથી સમાન્ય ખાંસી (Cough) પણ ઘણી ભયાનક લાગે છે. લોકો પોતે તો ડરે છે, સાથે સાથે આસપાસના લોકોને પણ ડરાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગળામાં સમાન્ય દુ: ખાવો અને કોવિડ-19 (COVID-19) સંક્રમણમાં થતી ગળામાં થતો દુ: ખાવામાં અંતર હોય છે. કોરોના વાયરસ (Coronavirus)ના કેટલાક લક્ષણો સામાન્ય શરદી-તાવ અને વાયરલ જેવા હોય છે, પરંતુ તેમ છતાં બંનેમાં તફાવત કરી શકાય છે.


આ પણ વાંચો:- તમારે વાળને કાળા અને ઘેરા બનાવવા છે? તો માત્ર આટલું જ કરો


સામાન્ય ખાંસીના લક્ષણો
શ્વસન તંત્રની એલર્જી (Allergy), ઇન્ફેક્શન (Infection) અને બીમારીઓના કારણે ખાંસી (Cough)ની સમસ્યા થવી સમાન્ય વાત છે. ડોકટરો જણાવે છે કે મુખ્યત્વે શ્વસન તંત્રના વાયરસ અથવા તેમાંથી એક, જેમ કે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ (Influenza Virus), એપસ્ટેઇન-બાર વાયરસ (Epstein-Barr Virus), એડેનોવાયરસ (Adenovirus)ના કારણે ખાંસી અથવા દુ: ખાવો થાય છે. કેટલીકવાર અન્ય એલર્જી, ખૂબ શુષ્ક હવા (જે એર કન્ડીશનીંગથી આવે છે), હવામાં મળી આવતી ઈરિટેન્ટ (દા.ત., સિગારેટનો ધૂમ્રપાન) પણ ગળાના દુ:ખાવા માટેનું કારણ બની શકે છે.


આ પણ વાંચો:- ભારતમાં કોરોના રસીની આતુરતાનો હવે અંત, આ રસીને આગામી અઠવાડિયે ઉપયોગ માટે મળશે મંજૂરી!


કેટલીકવાર જોરથી બોલતા હોય અથવા બુમો પાડવાથી પણ ગળામાં દુ;ખાવો થવા લાગે છે. ગળામાં ખંજવાળ અથવા દુખાવો થવો સમાન્ય ખાંસી અથવા ખંજવાળના લક્ષણ છે. તેમાં કંઇ ગળી જવાથી થોડી મુશ્કેલી પણ થઈ શકે છે.


કોરોનાની ખાંસી
સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન (Streptococcal Infection) અને કોવિડ -19 (COVID-19)થી થતી ફેરીન્જાઇટિસ (Pharyngitis)ના લક્ષણો (Coronavirus Symtoms) વચ્ચે ઘણી સમાનતા છે. આ બધામાં તાવ, શરદી, ગળામાં દુખાવો, માંસપેશીઓ અને શરીરનો દુખાવો શરૂ થાય છે. થાક અને માથાનો દુખાવો પણ તેમની વચ્ચે ખૂબ સામાન્ય છે.


આ પણ વાંચો:- કોરોનાનું આ નવું સ્વરૂપ કેટલું જોખમી? ભારતે કેમ સાવચેત રહેવાની જરૂર છે... ખાસ જાણો


ડોકટરોના મતે, ફ્લૂથી સંક્રમિત લોકો મોટાભાગે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ જાય છે. તેના લક્ષણો પણ ઝડપથી સમજવા લાગે છે, જ્યારે કોવિડ -19 (COVID-19 Symptoms)ના લક્ષણો ધીમેથી જોવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube