નવી દિલ્હીઃ How To Make Leftover Roti Chips: રોટલી એ ભારતનો પારંપરિક ખોરાક છે, તેથી દરેક ભારતીય થાળીમાં રોટલીનો ચોક્કસપણે સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઘરમાં રોટલી અને શાક દરરોજ બનાવીને લોકો ખાતા હોય છે. ત્યારે ભોજન કર્યા પછી ઘણી વખત રોટલીઓ બચી જતી હોય છે. ત્યારે આ વાસી રોટલીઓ કોઈપણ ખાવા તૈયાર હોતુ નથી. જેથી વાસી રોટલીઓને ફેંકી દેવી પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ શું તમે ક્યારેય બચી ગયેલી રોટલીની ચિપ્સ બનાવીને ખાધી છે? જો નથી ખાધી તો આજે અમે તમારા માટે વાસી રોટલીમાંથી ચિપ્સ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. રોટલીની ચિપ્સ સ્વાદમાં ટેસ્ટી, ચટપટી અને ક્રંચી હોય છે. એટલું જ નહીં રોટલીની ચિપ્સ બનાવવામાં પણ માત્ર 5થી 10 મિનિટનો સમય લાગે છે. ત્યારો આવો શીખીએ, ભોજનમાં બચી ગયેલી રોટલીમાંથી ચિપ્સ બનાવવાની રેસિપી... 


આ પણ વાંચો- ડાયાબિટીસના દર્દીએ બ્લડ સુગર રાખવું હોય કંટ્રોલમાં તો ફોલો કરો આ 5 ટીપ્સ


ચિપ્સ બનાવવા માટેની જરૂરી સામગ્રી
1થી 2 વાસી રોટલી 
કાળું મીઠું 1 ચમચી
રોટલી ફ્રાય કરવા 5 ચમચી તેલ


રોટલીની ચિપ્સ કેવી રીતે બનાવવી?
રોટલીની ચિપ્સ બનાવવા માટે સૌથી પહેલા રોટલીને ભીની કરી લો.
પછી એક નોન સ્ટિક પેનમાં 1 થી 2 ચમચી તેલ નાખી ગરમ કરો.
આ પછી, આ ગરમ તેલમાં રોટલી નાંખો અને તેને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
ધ્યાન રાખો કે રોટલી પાપડ જેટલી જ ક્રિસ્પી હોવી જોઈએ.
પછી તમે આ તળેલી રોટલીને એક વાસણમાં કાઢી લો.
આ પછી, તેને મધ્યમ કદના સમાન ટુકડાઓમાં તોડી લો.
હવે તમારી ગરમ રોટલી ચિપ્સ તૈયાર છે.
પછી તેમાં મીઠું નાખી ગરમાગરમ ચા કે ચટણી સાથે સર્વ કરો.


આ પણ વાંચોઃ તાવ આવે ત્યારે આ વસ્તુઓનું કરવું સેવન, નબળાઈ થશે દુર અને વધશે શરીરમાં એનર્જી


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા આધારિત છે. તેને અપનાવતા પહેલાં ડોક્ટરની સલાહ લો.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube