તાવ આવે ત્યારે આ વસ્તુઓનું કરવું સેવન, નબળાઈ થશે દુર અને વધશે શરીરમાં એનર્જી

Eat These Foods During Fever: તાવમાં જરા પણ બેદરકારી રાખવામાં આવે તો શરીરમાં નબળાઈ વધી જાય છે અને તેના કારણે સમસ્યા પણ વધી શકે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે એવી વસ્તુઓનું સેવન કરો જે તમારા શરીરની નબળાઈ દૂર કરે અને એનર્જી વધારે.

તાવ આવે ત્યારે આ વસ્તુઓનું કરવું સેવન, નબળાઈ થશે દુર અને વધશે શરીરમાં એનર્જી

Eat These Foods During Fever: હાલ વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યો છે તેના કારણે મોટાભાગના લોકો શરદી, ઉધરસ અને તાવ જેવી બીમારીઓના કારણે નબળાઈ અનુભવે છે. ખાસ કરીને જ્યારે તાવ આવે છે ત્યારે શરીરમાં એનર્જી રહેતી નથી અને નબળાઈ વધી જાય છે. આ સમય દરમિયાન કોઈપણ વસ્તુ ખાવા પીવાની ઈચ્છા પણ થતી નથી. સામાન્ય રીતે તાવ હોય ત્યારે દર્દીને ખીચડી જેવો હળવો આહાર ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ સમય દરમિયાન ખીચડી ખાવી પણ ભાવતી નથી. તાવમાં જરા પણ બેદરકારી રાખવામાં આવે તો શરીરમાં નબળાઈ વધી જાય છે અને તેના કારણે સમસ્યા પણ વધી શકે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે એવી વસ્તુઓનું સેવન કરો જે તમારા શરીરની નબળાઈ દૂર કરે અને એનર્જી વધારે. તાવ જેવી સ્થિતિ હોય ત્યારે તમારે આ 3 વસ્તુઓનું સેવન કરવું જોઈએ. 

આ પણ વાંચો:

ખીચડી

તાવ આવે તો ખીચડી જરૂરથી ખાવી કારણ કે ખીચડી સંપૂર્ણ આહાર હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં પાણીની જરૂરિયાત પણ પૂરી થાય છે. જો દર્દીને સાદી ખીચડી ભાવે નહીં તો તેમાં હિંગ અને ધાણાભાજી ઉમેરીને વઘારી પણ શકાય છે. તેને ફુદીનાની ચટણી સાથે આપવાથી ટેસ્ટી પણ લાગે છે અને શરીરને એનર્જી મળે છે.

સૂપ 

તાવ આવે તો સૂપનું સેવન કરવું જોઈએ. અલગ અલગ પ્રકારના સૂપ પીવાથી શરીરમાં આવતી નબળાઈ દૂર થાય છે અને એનર્જી વધે છે. તેનાથી શરીરની પાણીની ઉણપની સમસ્યા પણ દૂર થાય છે. કારણ કે તાવ આવે ત્યારે શરીરમાં પાણીની ખામી સર્જાય છે તેવામાં સુપ પીવાથી આ ખામી દૂર થાય છે.

નાળિયેર પાણી

તાવ આવતો હોય તો દર્દીને નાળિયેર પાણી જરૂરથી પીવડાવવું જોઈએ. નાળિયેર પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ હોય છે જે શરીરને એનર્જી આપે છે અને હાઇડ્રેટ પણ રાખે છે. નાળિયેર પીવાથી શરીરનું તાપમાન પણ કંટ્રોલમાં રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news