નવી દિલ્હી: મેદસ્વીપણાની સમસ્યાથી 10માંથી 8 લોકો પરેશાન છે, ઘણી વખત તમે મેદસ્વી હોતા નથી, પરંતુ પેટ પર રહેલી ચરબી તમને કદરૂપું દેખાવ આપે છે. પેટ પર જામેલી ચરબીથી ઘણા રોગોને આમંત્રણ આપે છે. તે સ્થૂળતાને પણ વધારે છે. મોટાભાગના કેસોમાં એક ખાસ ઉંમર બાદ સ્ત્રી અને પુરૂષ બંનેને આ સમસ્યા થઈ શકે છે. તમને જણાવીએ કે, તમારે એવું તો શું કરવું જોઇએ કે આ સમસ્યા ન થયા અથવા તો થઈ ગયા બાદ તેને કેમ ઘટાડી શકાય. માત્ર આ ધ્યાનમાં રાખો કે, આ મુદ્દાઓનું નિયમિતપણે પાલન થવું જોઇએ ના કે ક્યારે ક્યારે કર્યા અને બાદમાં છોડી દીધા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના વાયરસનો પીક આવવાનો હજુ બાકી- રણદીપ ગુલેરિયા


પેટના દુખાવામાં જ નહીં પણ પેટમાં સંગ્રહિત ચરબી ઘટાડવામાં પણ અજમો રામબાણ છે. તેના સેવનથી પેટની ચરબી ઓછી થાય છે. આ પેટની ચરબી ઘટાડવા માટે અસરકારક છે, ખાધા પહેલા અજમાનું પાણી પીવાથી પાચક શક્તિ પણ મજબૂત બને છે.


ઘણા લોકો પેટ ભરીને ખાય છે, જ્યારે યોગ્ય છે કે તમારે થોડું- થોડું ખાવું જોઇએ. જો તમે એક જ સમયે ખૂબ જ ખોરાક લો છો, તો હવે તમારે આ ટેવ બદલવાની જરૂર છે. દર બે કે ત્રણ કલાકે થોડું ખાવું સારું છે અને મહત્તમ પ્રવાહી લેવું જોઈએ.


આ પણ વાંચો:- VIDEO: 'આ તો શાનદાર છે' કોરોનાકાળમાં પાણીપુરીનું ATM મશીન જોઇને બોલી ઉઠ્યા લોકો


જો તમે મીઠાઈના શોખીન છો, તો ધ્યાનમાં રાખો કે ખાંડ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તેના વધારે પડતા સેવનથી વજન વધે છે. તમે ડાયાબિટીઝના જોખમથી વાકેફ છો, પરંતુ સ્થૂળતા પણ વધે છે. જેમાં ખાંડની માત્રા વધારે હોય તે વસ્તુઓનું સેવન ઓછું કરો. ઓછી માત્રામાં ગળ્યું ખાવાથી ચરબી ધીરે ધીરે ઓછી થશે કારણ કે ચરબીનો વપરાશ થશે, તે ખર્ચ થશે.


આ પણ વાંચો:- Big Breaking: ઓગસ્ટની આ તારીખે લોન્ચ થઈ શકે છે દેશની પ્રથમ કોરોના વેક્સિન COVAXIN


સવારે ઉઠવું અને પાણી પીવું સારું છે, પરંતુ તે ગરમ હોવું જોઈએ. ગરમ એટલે કે નવશેકું, એટલું ગરમ ​​નહીં કે તમને સમસ્યાઓ થવા લાગે. ગરમ પાણીમાં લીંબુ અને મધ પીવાથી લાભ થાય છે. આ તમને ડિટોક્સિએટ કરશે અને દિવસભર તમને તાજગી ભર્યા રાખે છે. એક દિવસમાં ઓછામાં ઓછા 10થી 15 ગ્લાસ પાણી પીવું જોઈએ.


જલદી-જલદી ખાવાની ટેવ બદલો. ખાવાની બધી જ વસ્તું ચાવીને ખાવું જોઇએ. ચાવીને ખાવાથી ખોરાકને ઝડપથી અને યોગ્ય રીતે પચે છે. ખોરાક પચી જવાથી પેટની આસપાસ વધુ ચરબી ભેગી કરતું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube