Heart Attack: કોઈને આવે હાર્ટ એટેક તો તુરંત કરવું આ કામ, બચી શકે છે વ્યક્તિનો જીવ
Heart Attack: સૌથી મોટી ચિંતાની વાત એ હોય છે કે હાર્ટ એટેકના લક્ષણ સરળતાથી ધ્યાનમાં આવતા નથી. તેવામાં ઘણી વખત હાર્ટ એટેક ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. હાર્ટ સંબંધિત નાની મોટી બાબતોની અવગણના કરવાથી પણ ઘણી વખત હાર્ટ અટેક જોખમી સાબિત થાય છે.
Heart Attack: હાઈ બ્લડ પ્રેશર, વ્યસન કોલેસ્ટ્રોલ અને લાઈફ સ્ટાઈલ સંબંધિત ઘણી સમસ્યાના કારણે નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક આવી શકે છે. કોલેસ્ટ્રોલ વધી જવાથી પણ હૃદયની ધમનીઓમાં અવરોધ ઊભો થાય છે અને તેના કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે. સૌથી મોટી ચિંતાની વાત એ હોય છે કે હાર્ટ એટેકના લક્ષણ સરળતાથી ધ્યાનમાં આવતા નથી. તેવામાં ઘણી વખત હાર્ટ એટેક ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. હાર્ટ સંબંધિત નાની મોટી બાબતોની અવગણના કરવાથી પણ ઘણી વખત હાર્ટ અટેક જોખમી સાબિત થાય છે.
હાર્ટ અટેક ત્યારે આવે છે જ્યારે હૃદય સુધી રક્ત પહોંચવાનું બંધ થઈ જાય. આ સિવાય હાર્ટ એટેકના લક્ષણ પણ અલગ અલગ લોકોમાં અલગ અલગ હોય છે. જેમ કે ઘણા લોકોને છાતીમાં વચ્ચેના ભાગમાં દબાણ અને ભારેપણું અનુભવાય છે. તો કેટલાક લોકોને હાથ અને ગરદન તેમજ જડબાના ભાગમાં દુખાવો થવા લાગે છે.
આ પણ વાંચો:
પુરુષોનો સ્ટેમિના વધારે છે કિશમિશવાળું દહીં, જાણો ક્યારે ખાવું અને કેવી રીતે બનાવવું
સુસ્ત બેડરુમ લાઈફ થઈ જશે પલંગતોડ, પતિનો સ્ટેમિના વધારવા કરો લવિંગના આ ઉપાય
આ 3 રીતે ડાયટમાં સામેલ કરો ડ્રાયફ્રુટ, લોખંડ જેવા મજબૂત થશે હાડકાં, તુરંત દેખાશે અસર
કેટલાક લોકોને શ્વાસમાં તકલીફ પડે છે તો કેટલાક લોકોને અચાનક જ પરસેવો વળવા લાગે છે. કેટલાક લોકો અચાનક જ થાક અનુભવા લાગે છે. આ બધા જ લક્ષણો હાર્ટ એટેકના છે. જો તમારી આસપાસ કોઈ વ્યક્તિને આવા લક્ષણ જણાય એટલે કે તેને હાર્ટ અટેક આવતો હોય તો તુરંત જ આ કામ કરવા.
તમારી આસપાસ તમે જુઓ કે કોઈ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અથવા તો હાર્ટ સંબંધિત સમસ્યા જણાય છે તો સૌથી પહેલા તેની નસ ચેક કરવી. તેના માટે વ્યક્તિના કાંડા કે ગરદન પર બે આંગળી રાખો અને ધબકારા અનુભવવાનો પ્રયત્ન કરો. આ સિવાય તમે તમારો કાન વ્યક્તિની છાતી પર રાખીને ચેક કરી શકો છો કે તેના ધબકારા ચાલે છે કે નહીં. જો વ્યક્તિ શ્વાસ લઈ શકતી ન હોય તો તુરંત જ તેને સીપીઆર આપવાની શરૂઆત કરો.
વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય કે ધબકારા બંધ થવા લાગે ત્યારે સીપીઆર આપવું ખૂબ જ જરૂરી હોય છે. સીપીઆર આપવાથી હૃદય અને મગજ સુધી ઓક્સિજન અને રક્ત પંપ કરવામાં મદદ મળે છે. તેનાથી બંધ થતા ધબકારા ફરીથી શરૂ થઈ જાય છે અને વ્યક્તિનો જીવ હોસ્પિટલ જતા સુધીમાં બચી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)