આ 3 રીતે ડાયટમાં સામેલ કરો ડ્રાયફ્રુટ, લોખંડ જેવા મજબૂત થશે હાડકાં, તુરંત દેખાશે અસર

Cashew Benefits: હાડકાની મજબૂતી માટે કાજુ સૌથી વધુ ફાયદાકારક છે. પરંતુ તેને યોગ્ય રીતે ખાવામાં આવે તે પણ જરૂરી છે. જો તમારા હાડકા નબળા હોય અને તમારે હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવવા હોય તો કાજુને આ ત્રણ રીતે ખાવાનું રાખો. 

આ 3 રીતે ડાયટમાં સામેલ કરો ડ્રાયફ્રુટ, લોખંડ જેવા મજબૂત થશે હાડકાં, તુરંત દેખાશે અસર

Cashew Benefits: આજની દોડધામ ભરેલી જિંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને બેદરકાર થઈ જતા હોય છે. ખાસ કરીને હેલ્ધી આહારની વાત આવે તો મોટાભાગના લોકો હેલ્ધી ડાયટ ફોલો કરતા નથી. જેના કારણે નાની ઉંમરમાં જ હાડકા પણ નબળા પડવા લાગે છે. હાડકાની મજબૂતી માટે ડ્રાયફ્રુટને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. ડ્રાયફ્રુટ ખાવાથી હાડકા મજબૂત થાય છે પરંતુ જો તમે તેને યોગ્ય રીતે ખાશો તો જ તેનાથી ફાયદો થશે. 

જો હાડકા નબળા હોય તો નિષ્ણાંતો કાજુ ખાવાની સલાહ આપતા હોય છે. હાડકાની મજબૂતી માટે કાજુ સૌથી વધુ ફાયદાકારક છે. પરંતુ તેને યોગ્ય રીતે ખાવામાં આવે તે પણ જરૂરી છે. જો તમારા હાડકા નબળા હોય અને તમારે હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવવા હોય તો કાજુને આ ત્રણ રીતે ખાવાનું રાખો. 

આ પણ વાંચો:

પાણીમાં પલાળીને

જો તમારા હાડકા નબળા હોય અને તેને દવા વિના મજબૂત કરવા હોય તો કાજુને પોતાની ડાયેટમાં સામેલ કરો. કાજુમાં વિટામિન ડી અને મેગ્નેશિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના માટે રાત્રે એક કપ પાણીમાં છ થી સાત કાજુ પલાળીને રાખી દેવા. સવારે ખાલી પેટ આ કાજુને ખાઈ લેવા.

દૂધમાં પલાળીને

હાડકાની નબળાઈ દૂર કરવા માટે તમે દૂધમાં પલાળેલા કાજુ પણ ખાઈ શકો છો. તેનાથી ઝડપથી ફાયદો થાય છે. દૂધથી પણ શરીરને કેલ્શિયમ મળે છે. રાત્રે એક ગ્લાસ દૂધમાં છ થી સાત કાજુ પલાળીને રાખી દેવા. સવારે કાજુ ચાવીને ખાઈ લેવા અને પછી દૂધ પી લેવું

સ્મુધી

કાજુને તમે સ્મુધીમાં ઉમેરીને પણ પી શકો છો. તેના માટે છ થી સાત કાજુને પીસી અને તેનો પાવડર સ્મુધીમાં ઉમેરી દેવો. જોકે હાડકા મજબૂત કરવા માટે કાજુનું સેવન નિયમિત કરવું જરૂરી છે. થોડા દિવસ તમે આ રીતે કાજુનો ઉપયોગ કરશો એટલે શરીરમાં ફેરફાર જણાશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news