Pune CA Death: તાજેતરમાં જ પુણેમાં એક સીએ યુવતીનું વર્ક પ્રેશરના કારણે મોત થયું છે. આ ઘટનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. સાથે જ વર્ક પ્રેશરના ગંભીર પ્રભાવોની ચર્ચા તેજ થઈ છે. અન્યા માત્ર 26 વર્ષની હતી અને તે એક ફર્મમાં કામ કરતી હતી. તેણે નોકરી શરુ કર્યાના 4 મહિનામાં જ અસહ્ય વર્ક પ્રેશરના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના કોર્પોરેટ જગત માટે મોટો ઝટકો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  Garlic: સરસવનું તેલ અને લસણ આ રીતે ઉપયોગમાં લેશો તો આ 5 બીમારીઓની દવા નહીં કરવી પડે


જ્યારે કામ હદ કરતા વધી જાય તો આપણું શરીર આપણને કેટલાક સંકેત આપે છે. આ સમયે આ ઈશારાને સમજી બ્રેક લઈ લેવો જરૂરી છે. જ્યારે કામનું પ્રેશર વધી જાય તો આ લક્ષણ જોવા મળે છે. જ્યારે આ લક્ષણો જોવા મળે તો તુરંત બ્રેક લઈ લેવો જોઈએ. નહીં તો વર્ક પ્રેશર જીવલેણ સાબિત થઈ શકે છે.


આ 7 લક્ષણો જણાત તો લઈ લેવો કામથી બ્રેક 


આ પણ વાંચો: એક ઝાટકે શરીરમાંથી ગંદકી કાઢી નાખશે ચુનાનું પાણી, જાણો કેવી રીતે બનાવવું અને પીવું


1. જો શારીરિક શ્રમ કર્યા વિના પણ શરીરમાં આખો દિવસ થાક રહે અને પુરતી ઊંઘ કર્યા પછી પણ શરીર થાકેલું રહે તો સમજી લેવું કે શરીર અને મનની એક બ્રેકની જરૂર છે. 


2. સ્ટ્રેસ અને વર્કલોડના કારણે માથામાં દુખાવાની સમસ્યા વધી જાય અથવા તો વારંવાર માથું દુખે તો તે માનસિક તણાવનો સંકેત હોય શકે છે. 


3. જો તમને રાત્રે બરાબર ઊંઘ ન આવતી હોય અથવા તો તમે સામાન્ય દિવસો કરતા વધારે ઊંઘ કરતા હોય તો પણ તે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે બ્રેક લેવાનો ઈશારો છે. 


આ પણ વાંચો: Weight Loss: આ 3 માંથી કોઈ 1 રીતે હિંગનો કરો ઉપયોગ, બરફની જેમ ઓગળવા લાગશે પેટની ચરબી


4. જ્યારે શરીર અને મગજ પર સતત દબાણ અનુભવાય અને તેની અસર તમારા વ્યવહાર પર પણ દેખાવા લાગે અને તમે નાની નાની વાતમાં ચીડયાપણું અનુભવો અથવા વારંવાર મૂડ બદલતો રહે.


5. તમે સતત કામ કરતા હોય પરંતુ તમારું ધ્યાન કોઈ વસ્તુ પર કેન્દ્રિત થતું ન હોય તો બ્રેક લેવો જરૂરી છે. 


6. માનસિક તણાવની અસર પાચન તંત્ર પર પણ પડે છે. તેના કારણે પેટમાં સતત દુખાવો, અપચો, પેટની સમસ્યા રહે છે. આ સ્થિતિમાં પણ આરામ જરૂરી છે. 


આ પણ વાંચો:  Coffee: દિવસમાં 3 વખત આવી કોફી, 4 ગંભીર બીમારીઓ તમારાથી દુર રહેશે


7. અચાનક હૃદયના ધબકારા વધી જાય. શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય તો આ એક ગંભીર સંકેત હોય શકે છે તેથી તુરંત એક બ્રેક લઈ લેવો. 


અન્ના સેબેસ્ટિયનના મૃત્યુની ઘટના પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે ગાઢ સંબંધ છે. જ્યારે વધારે કામ અને સ્ટ્રેસ શરીરની સહનશક્તિથી વધી જાય છે તો પરિણામ ઘાતક આવે છે. તેથી જરૂરી છે કામમાંથી થોડા થોડા સમયે બ્રેક લઈ લેવામાં આવે અને પોતાના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)