Health Tips: દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખાસ કરીને દહીં. કેટલાક લોકોને આદત હોય છે રોજ ભોજન સાથે દહીં ખાવાની. દહીંમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. દહીં ખાવાથી શરીરને જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે. ઘણા લોકો નિયમિત રીતે દહીં કે દહીંમાંથી બનેલી વિવિધ પ્રકારની વાનગીઓ દરરોજ ખાવાનું પસંદ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દહીંમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જેના કારણે તે હેલ્ધી ફૂડ ગણાય છે. પરંતુ તેમ છતાં રોજ દહીં ખાવું સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર સ્વસ્થ લોકો રોજ દહીં ખાય છે તો તેમને કોઈ આડઅસર થતી નથી. પરંતુ કેટલીક સ્થિતિમાં દહીં ખાવું હાનિકારક સાબિત થઈ શકે છે. જેમકે જો રાત્રે દહીંનું સેવન કરવામાં આવે તો તેનાથી છાતી જકડાઈ ગયાનો અનુભવ થાય છે. આ સિવાય જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો તે સમયે દહીં ખાવું કે નહીં તે નિષ્ણાંત પાસેથી જાણી લેવું જોઈએ. આ સિવાય રોજ દહીં ખાવાથી શું થાય છે ચાલો તે પણ જણાવીએ તમને. 


આ પણ વાંચો:


આ ખરાબ આદતોના કારણે આવે છે બ્રેન સ્ટ્રોક, લાઈફસ્ટાઈલમાં આ ફેરફાર કરવાથી બચી જશે જીવ


Muscle Pain: ગરબા રમી રમીને શરીરમાં થાય છે દુખાવા ? તો આ ઉપાયોથી તુરંત મળશે રાહત


પેટમાં ગેસના કારણે થાય છે દુખાવો ? તો રસોડાની આ 5 વસ્તુઓમાંથી ટ્રાય કરો કોઈ એક
 
પ્રોટીન
આપણા શરીરમાં મોટાભાગની વસ્તુઓ પ્રોટીનમાંથી જ બને છે. અને દહીં ખાવાથી તમને જરૂરી પ્રોટીન મળે છે. તેનાથી સ્નાયુઓ, ત્વચા, વાળ, નખ બધાને લાભ મળે છે. તેથી જો તમે દરરોજ દહીં ખાવ તો શરીરને પૂરતું પ્રોટીન મળે છે.


પ્રોબાયોટીક્સ
વ્યક્તિના આંતરડામાં ઘણા સારા બેક્ટેરિયા જોવા મળે છે જેના દ્વારા ખોરાકનું પાચન થાય છે. આ બેક્ટેરિયા પેટમાં જળવાઈ રહે તે માટે દહીંનું સેવન જરૂરી છે. દહીં શરીરમાં સારા બેક્ટેરિયાને જાળવી રાખે છે. રોજ દહીં ખાવાથી કબજિયાત, પેટનું ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
 
કેલ્શિયમ
દૂધ અને દૂધમાંથી બનેલી તમામ ખાદ્ય ચીજવસ્તુઓ શરીરને કેલ્શિયમ પુરું પાડે છે. કેલ્શિયમ શરીરના હાડકાને મજબૂત બનાવે છે. તેથી દહીંના સેવનથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દુર થાય છે અને હાડકાં નબળાં પડતાં નથી.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)