Health Tips: આ ખરાબ આદતોના કારણે આવે છે બ્રેન સ્ટ્રોક, લાઈફસ્ટાઈલમાં આ ફેરફાર કરવાથી બચી જશે જીવ

Health Tips: બેઠાડુ જીવનશૈલી સ્ટ્રોકના વધતા જોખમ સાથે સંકળાયેલી છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા સ્વસ્થ વજન જાળવવામાં મદદ મળે છે. તેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ સુધરે છે અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ ઘટી જાય છે.

Health Tips: આ ખરાબ આદતોના કારણે આવે છે બ્રેન સ્ટ્રોક, લાઈફસ્ટાઈલમાં આ ફેરફાર કરવાથી બચી જશે જીવ

Health Tips: બ્રેન સ્ટ્રોક એ એક ખતરનાક સ્થિતિ છે જે જીવન માટે જોખમી પણ બની જાય છે. બ્રેન સ્ટ્રોક થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. આજના સમયમાં નાની ઉંમરમાં પણ લોકોને સ્ટ્રોક આવી જાય છે. આ સ્થિતિ પાછળ આપણી જીવનશૈલી પણ જવાબદાર હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતના જણાવ્યાનુસાર આજના સમયમાં લાઈફસ્ટાઈલ સંબંધિત કેટલીક બાબતોને લઈને લોકોએ સાવધાન રહેવું જોઈએ. જો આ આદતોને લઈને સાવધાન રહેવામાં ન આવે તો તેના કારણે બ્રેઈન સ્ટ્રોકની સ્થિતિ સર્જાય શકે છે.

બ્રેનના સ્ટ્રોકના મુખ્ય કારણો

ધૂમ્રપાન

ધૂમ્રપાન બ્રેન સ્ટ્રોક તરફ દોરી જતા મુખ્ય કારણોમાંથી એક છે. તેના કારણે, રક્તવાહિનીઓ સાંકડી અને કડક બની જાય છે, તેનાથી લોહી ગંઠાઈ જવાનું જોખમ વધે છે. તેથી સિગારેટ, બીડી, હુક્કા અને ગાંજાની આદત છોડી દેવી જોઈએ.

ખરાબ આહાર

ટ્રાન્સ ફેટ, કોલેસ્ટ્રોલ અને સોડિયમથી ભરપૂર ખોરાક મેદસ્વીતા અને બ્લડ પ્રેશરમાં વધારો કરે છે. સ્ટ્રોક માટે બંને મુખ્ય કારણો બને છે. તેથી ફળો, શાકભાજી અને આખા અનાજથી સમૃદ્ધ સંતુલિત આહાર લેવાનું રાખવું જોઈએ. 

આ પણ વાંચો:

બેઠાડુ જીવનશૈલી

બેઠાડુ જીવનશૈલી સ્ટ્રોકના વધતા જોખમ સાથે સંકળાયેલી છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા સ્વસ્થ વજન જાળવવામાં મદદ મળે છે. તેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ સુધરે છે અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ ઘટી જાય છે.

દારૂ પીવો

જે લોકો વધુ પડતો દારૂ પીવે છે, તેમનું બ્લડ પ્રેશર વધી જાય છે અને હૃદયના ધબકારા પણ અનિયમિત થઈ જાય છે. જેના કારણે બ્રેઈન સ્ટ્રોકનો ખતરો ઘણી હદે વધી જાય છે. તેથી દારૂના વ્યસનને સંપૂર્ણપણે છોડી દો.

વધારે વજન

વધારે વજન અથવા મેદસ્વીના કારણે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સ્થિતિઓ સર્જાઈ શકે છે. જે સ્ટ્રોકનું જોખમ વધારે છે. યોગ્ય આહાર અને કસરત દ્વારા તમે સ્વસ્થ વજન જાળવી શકો છો.

ઊંઘનો અભાવ

ઊંઘનો અભાવ શરીરની કુદરતી પ્રક્રિયાઓ પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. તંદુરસ્ત પુખ્ત વ્યક્તિએ દરરોજ 7-9 કલાકની ગાઢ ઊંઘ લેવી જોઈએ.

પાણી ન પીવું

ડિહાઇડ્રેશનને કારણે લોહીની સ્નિગ્ધતા વધે છે જે લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે. જો તમે યોગ્ય માત્રામાં પાણી પીશો તો બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ઘટી જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news