Ginger Side Effect: આદુ આપણા રસોડાનો મહત્વનો લીલો મસાલો છે. તેનાથી ભોજનનો સ્વાદ સુધરે છે. આદુ આયુર્વેદિક ઔષધી છે. તેનો ઉપયોગ અનેક પ્રકારના રોગોથી રાહત મેળવવા માટે કરી શકાય છે. કારણ કે તેનાથી રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. લોકો શરદી, ઉધરસ અને ફ્લૂથી રાહત મેળવવા માટે આદુવાળી ચા પીવે છે. આદુ ખાવાથી ફાયદા તો ઘણા થાય છે. પરંતુ ફાયદાના ચક્કરના વધારે પડતું આદુ ખાવાથી શરીરને ઘણા નુકસાન થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ પડતું આદુ ખાવાના ગેરફાયદા


આ પણ વાંચો:


Dragon Fruit: આ ફળ ખાવાથી બીમારીઓ રહેશે સો ફૂટ દુર, જાણો સ્વાસ્થ્યને થતા લાભ વિશે


ઠંડીમાં હાથ-પગમાં સોજા જણાય તો ચિંતા ન કરવી, અજમાવો આ 3 ઘરેલુ નુસખા, તુરંત મળશે આરામ


Benefits of Giloy: મિશ્ર ઋતુમાં રોજ પીવો આ વસ્તુનો રસ, શરીરમાંથી રોગનો થઈ જશે નાશ


1.  વધુ પડતા આદુનું સેવન કરવાથી પેટમાં બળતરા, ગેસ અને ઝાડા સહિતની સમસ્યાઓ થઈ શકે છે. આદુ જઠરાગ્નિને નુકસાન પહોંચાડી શકે છે.


2.  આદુમાં એવા સંયોજનો હોય છે જેમાં લોહી પાતળું કરવાના ગુણ હોય છે. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી રક્તસ્રાવનું જોખમ વધી શકે છે. જે લોકો પહેલાથી જ લોહી પાતળું કરવાની દવા લેતા હોય તેમના માટે આદુ ખાવું સારું નથી.


3.  જે લોકો વધુ પડતું આદુ ખાય છે તેઓ લો બ્લડ પ્રેશરથી પીડિત થઈ શકે છે. તેનાથી ચક્કર આવવા, બેભાન થવા જેવી સમસ્યા થઈ શકે છે.


4.  ઘણા લોકોને આદુની એલર્જી હોય છે. જો તેઓ વધારે આદુ ખાય તો તેમને ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ સહિત એલર્જી થઈ શકે છે.


5. આદુ વધુ ખાવામાં આવે તો હાર્ટબર્ન અથવા એસિડ રિફ્લક્સની ફરિયાદ થઈ શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)