રાત્રે ભોજન બાદ તમે પણ કરો છો આ એક ભૂલ તો બની જશો ઘણી બીમારીઓનો શિકાર
આજકાલની વ્યસ્ત લાઇફમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. ખાસ કરીને ડિનર બાદ તમારા દ્વારા કરવામાં આવેલી એક ભૂલ તમને બીમારીની ઝપેટમાં લાવી શકે છે.
નવી દિલ્હીઃ રાત્રે ભોજન કર્યા બાદ લોકો હંમેશા જાણતા-અજાણતા એવી ભૂલ કરે છે, જેનાથી શરીર ઘણી બીમારીઓની ઝપેટમાં આવી શકે છે. તમે વિચારી રહ્યાં હશો કે આખરે આપણે એવી કઈ ભૂલ કરીએ છીએ તો આવો તમને જણાવીએ. હકીકતમાં રાત્રે ભોજન કર્યા બાદ લોકો ચાલવા જવાની જગ્યાએ તુરંત સૂવા જતા રહે છે. તમને સાંભળવામાં લાગે કે આ સામાન્ય વાત છે પરંતુ તેના કારણે તમારૂ શરીર વિવિધ બીમારીની ઝપેટમાં આવી શકે છે. એક્સપર્ટ પણ કહે છે કે રાત્રે ડિનર બાદ ઓછામાં ઓછું 30 મિનિટ જરૂર ચાલવું જોઈએ. આવો જાણીએ રાત્રે ભોજન બાદ સૂઈ જવાથી કઈ કઈ સમસ્યા થઈ શકે છે.
ભોજન કર્યા બાદ તત્કાલ સૂવાથી થઈ શકે છે આ પરેશાની
પાચન તંત્ર પર અસરઃ ભોજન કર્યા બાદ સીધા સૂઈ જવાને કારણે પાચન તંત્ર નબળું પડી શકે છે, જેના કારણે તમને ઉલટી, ઓડકાર અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
અપચાની સમસ્યાઃ ભોજન બાદ સૂવાથી ખાવાનું પચી શકતું નથી. તેથી ભોજન કર્યાં બાદ થોડીવાર ચાલવું જોઈએ, ત્યારબાદ સૂવુ જોઈએ.
ઝડપથી વધે છે વજનઃ ભોજન કર્યા બાદ સૂઈ જવાથી કેલેરી બર્ન થતી નથી. સાથે આ સમયે મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે, જેના કારણે વજન વધી શકે છે.
આ પણ વાંચોઃ આ 5 આયુર્વેદિક હર્બ્સને ડાયટમાં કરો સામેલ, આખું ચોમાસું બીમારી આસપાસ પણ નહીં ફરકે
ઊંઘ આવવામાં થઈ શકે છે સમસ્યાઃ રાત્રે ભોજન બાદ સીધા સૂઈ જવાથી ઊંઘ આવવામાં સમસ્યા આવી શકે છે. હકીકતમાં રાત્રે સૂવા સમયે જો એસિડ રિફ્લક્સ (પાચનને લગતો રોગ જેમાં પેટમાં એસિડ અથવા પિત્તને કારણે ખોરાકની નળીમાં બળતરા થાય છે) નો અનુભવ કરો તો તમારી ઊંઘ બગડી શકે છે.
છાતીમાં થાય છે બળતરાઃ જો તમે રાત્રે ચાલવાની જગ્યાએ જમ્યા બાદ સીધા સૂવા જાય તો તમને છાતીમાં બળતરાની સમસ્યા થઈ શકે છે.
ભોજન કર્યાના કેટલા સમય બાદ સૂવુ જોઈએ?
જો તમે રાત્રે હળવું ભોજન કરો છો તો પહેલા વોક કરો અને તેની 30 મિનિટ પછી સૂવા જઈ શકો છો. જો તમે પેય પદાર્થનું સેવન કર્યું છે તો અડધો કલાક ચાલ્યા બાદ સૂઈ શકો છો. એક્સપર્ટ કહે છે કે તમે ભારે ભોજન લીધુ છે તો અડધો કલાક ચાલો અને 2-3 કલાક બાદ સૂવો. જો તમે કામને કારણે રાત્રે મોડેથી જમો છો તો ઓછા ફેટવાળું ભોજન કરો અને ઘરમાં જ 10 મિનિટ સુધી વોક કરો.